પ્રેમીના ઘરે આધાર કાર્ડ લેવા ગયેલી નર્સ યુવતીને પાઇપ વડે માર માર્યો

  • October 03, 2023 04:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં રહેતી અને હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરનાર યુવતી ઉપલેટા રહેતા તેના પ્રેમીના ઘરે આધારકાર્ડ લેવા માટે ગઈ હતી. દરમિયાન પ્રેમી અને તેના પરિવારજનોએ પ્લાસ્ટિકના પાઇપ વડે તેને મારમાર્યેા હતો. તેમજ તેની સહેલી સાથે પણ ગાળાગાળી કરી ઝપાઝપી કરી હતી. આ મામલે યુવતીની ફરિયાદ પરથી પોલીસે ચાર શખસો સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, હાલ રાજકોટમાં રૈયા ચોકડી પાસે આલાપ ગ્રીન સીટી પરિશ્રમ હોટલ પાછળ ભાડાના મકાનમાં રહેતી સગુફતા હબીબભાઈ શેખ(ઉ.વ ૨૨) નામની યુવતીએ ઉપલેટા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અહીં ઉપલેટામાં ધોરાજી રોડ પર સિલ્વર સોસાયટીમાં રહેતા સરફરાજ ઉર્ફે સફુ અલ્તાફભાઈ કિબલા,અલ્તાફ કિબલા જાહિદાબેન અલ્તાફભાઈ અને શબનમ કાસીમભાઈના નામ આપ્યા છે.


યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, અગાઉ તેના લ વેરાવળમાં રહેતા યુવાન સાથે થયા હતા જેના થકી સંતાનમાં ત્રણ વર્ષની દીકરી આયાત છે. એક વર્ષ પૂર્વે છૂટાછેડા થયા બાદ યુવતીની પુત્રી તેના માતા પિતા સાથે જુનાગઢમાં રહે છે અને યુવતીને પોતાના માતા પિતા સાથે હાલ કોઈ વ્યવહાર નથી. યુવતી અહીં રાજકોટમાં રહી નસિગનો અભ્યાસ કરતી હતી અને હાલમાં તે તથા તેની મિત્ર ઉર્મિલા ધનજીભાઈ ખીમસુરીયા ખાનગી હોસ્પિટલમાં નસિગ સ્ટાફમાં નોકરી કરે છે.


યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઇન્સ્ટાગ્રામ મારફત આઠેક માસ પૂર્વે તેનો પરિચય સરફરાઝ ઉર્ફે સફ સાથે થયો હતો અને બાદમાં બંનેએ નિકાહ કરવાનું નક્કી કયુ હતું. આ દરમિયાન યુવતી અવારનવાર ઉપલેટા તેના ઘરે જતી અને તે પણ રાજકોટ મળવા આવતો હતો બંને રાજીખુશીથી રિલેશનશિપમાં હતા.દરમિયાન ગઈકાલે યુવતી સવારના સુમારે તેની બહેનપણી ઉર્મિલા સાથે સરફરાજ ઉર્ફે સપના ઘરે આધાર કાર્ડ લેવા માટે ગયા હતા. દરમિયાન સરફરાજને આધાર કાર્ડ આપવાનું કહેતા તે ઉશ્કેરાયો હતો અને ઘરની બહાર શેરીમાં આવી યુવતીને ધક્કો માર્યેા હતો. બાદમાં સરફરાઝના પિતા અલ્તાફભાઈએ પ્લાસ્ટિકના પાઇપ વડે મારમાર્યેા હતો જેથી યુવતી અને તેની બહેનપણી ઊર્મિલા અહીંથી ભાગવા લાગતા સરફરાજની માતા જાહિદાબેન અને તેની બહેન શબનમ તેણીના વાળ પકડી દીધા કરી હતી તેમજ ઉર્મિલા સાથે પણ ગાળાગાળી કરી ઝપાઝપી કરી હતી જેમાં યુવતીને ઇજા પહોંચી હોય જેથી તેને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને ત્યારબાદ તેણે આ ફરિયાદ નોંધાવી છે.આ મામલે ઉપલેટા પોલીસે ગુનો નોંધી આરોપી સરફરાઝ ઉર્ફે સફ અને તેના પિતા અલ્તાફને ઝડપી લઇ જરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application