ઉત્તર પ્રદેશના ઝાંસીમાં મેડિકલ કોલેજના ચાઈલ્ડ વોર્ડમાં ગઈકાલે મોડી રાત્રે લાગેલી આગમાં ૧૦ બાળકોના કણ મોત થયા હતા. આ દરમિયાન ૧૬ બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી પરંતુ હવે અલગ સમાચાર સામે આવી રહ્યા છે. ઝાંસીની આગના પ્રત્યક્ષદર્શી કહે છે કે એક નર્સે ઓકિસજન સિલિન્ડરની પાઈપને જોડવા માટે માચીસની સ્ટિક સળગાવી અને જેવી માચીસ સળગી, આખા વોર્ડમાં આગ લાગી ગઈ.
ઝાંસીના ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટના જણાવ્યા અનુસાર, એનઆઈસીયુ વોર્ડમાં ૫૪ બાળકોને દાખલ કરવામાં આવ્યા હતા, અચાનક ઓકિસજન કોન્સેન્ટ્રેટરમાં આગ લાગી હતી જેના કારણે ઓકિસજનથી ભરેલા એનઆઈસીયુ વોર્ડમાં આગ ફેલાઈ ગઈ હતી. ઝાંસી ડિવિઝનના ડીઆઈજીએ કહ્યું કે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને ઘાયલોને ખસેડવાનું કામ ચાલી રહ્યું છે. સીએમ યોગીએ આ ઘટનાનું સંજ્ઞાન લીધું છે અને ૧૨ કલાકમાં રિપોર્ટ સોંપવાના નિર્દેશ આપ્યા છે.
હમીરપુરના રહેવાસી ભગવાન દાસ એવા લોકોમાં સામેલ છે જેમના પુત્રને ઝાંસીની રાણી લમીબાઈ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો. ગઈકાલે યારે આગ લાગી ત્યારે ભગવાનદાસ વોર્ડમાં હાજર હતા. પ્રાથમિક તપાસના આધારે શોર્ટ સર્કિટનું કારણ કહી શકાય પરંતુ ભગવાનદાસ આ ઘટનાના એકમાત્ર સાક્ષી છે અને તે તેની પાછળનું સાચું કારણ જણાવી રહ્યા છે. ભગવાન દાસના કહેવા પ્રમાણે, બાળકોના વોર્ડમાં ઓકિસજન સિલિન્ડરની પાઇપ જોડવા માટે નર્સે માચીસની સ્ટિક સળગાવી. તે સળગતા જ આખા વોર્ડમાં આગ લાગી ગઈ. આગ લાગતાની સાથે જ ભગવાનદાસે ૩ થી ૪ બાળકોને પોતાના ગળામાં કપડાથી વીંટાળીને અન્ય લોકોની મદદથી બચાવી લીધા હતા.
આશ્ચર્યની વાત તો એ હતી કે આગ લાગ્યા બાદ ન તો ફાયર એલાર્મ વાગ્યું હતું કે ન તો વોર્ડમાં રાખવામાં આવેલા સિલિન્ડરો કોઈ કામના હતા. સિલિન્ડર ભરવાની એકસપાયરી ડેટ ૨૦૧૯ – ૨૦૨૦ છે. તેનો અર્થ એ કે અિશામક યંત્રની એકસપાયરી ડેટ સમા થયાને વર્ષેા થઈ ગયા હતા અને આ સિલિન્ડરો હોવાનું બતાવવા માટે અહીં રાખવામાં આવ્યા હતા.
જે વોર્ડમાં બાળકોને રાખવામાં આવ્યા હતા તેની તસવીરો પણ સામે આવી છે. બાળકોને રાખતા મશીનો સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયા હતા. આખો વોર્ડ નાશ પામ્યો છે. ઝાંસીની મહારાણી લમીબાઈ મેડિકલ કોલેજમાં ગઈકાલે લાગેલી ભીષણ આગમાં ૧૦ નવજાત શિશુઓના મોત થયા હતા, યારે ૧૭ બાળકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારી સારવાર માટે અન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત સમયે, લગભગ ૫૪ બાળકોને નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઘટનાની ગંભીરતાને જોતા એડીજી ઝોન કાનપુર આલોક સિંહ ઝાંસી જવા રવાના થઈ ગયા છે. તેમજ ડીઆઈજી ઝાંસી રેન્જ અને ઝાંસી ડિવિઝનલ કમિશનરને આ મામલાની ઝીણવટભરી તપાસ કરીને રિપોર્ટ સોંપવા સૂચના આપવામાં આવી છે. આ ઘટના પર શોક વ્યકત કરતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે સાંજ સુધીમાં મામલાની વિગતવાર રિપોર્ટ મંગાવ્યો છે. તેમણે રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી છે અને ઘાયલોને શ્રે તબીબી સંભાળ પૂરી પાડવાનો આદેશ આપ્યો છે
યુપી સરકાર દ્રારા મૃતકોના પરિવારને પાંચ લાખ રૂપિયાની સહાય જાહેર
યુપીની યોગી સરકારે મૃતકોના પરિવારને ૫ લાખ પિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે અને ઘાયલોને ૫૦ હજાર પિયા આપવાની જાહેરાત પણ વડાપ્રધાન મોદીએ ઝાંસી મેડિકલમાં આગની ઘટનામાં મૃત્યુ પામેલા દરેક વ્યકિતને વળતર આપવાની જાહેરાત કરી છે કોલેજ દ્રારા મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્ર્રીય રાહત ફંડમાંથી ૨ લાખ પિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે અને ઘાયલોને ૫૦,૦૦૦ પિયા આપવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech