આઈએમડીના ૧૫૦મા સ્થાપના દિવસની ઉજવણીને સંબોધતા, વિશ્વ હવામાન સંગઠનના સેક્રેટરી–જનરલ સેલેસ્ટે સાઉલોએ જણાવ્યું હતું કે આઈએમડી એ સમર્પણ સાથે પોતાનો વારસો જાળવી રાખ્યો છે અને તકનીકી નવીનતાને અપનાવી છે. હવામાન વિભાગનો ઉદ્દેશ ત્રણ દિવસ માટે ૧૦૦ ટકા, પાંચ દિવસ માટે ૯૦ ટકા, સાત દિવસ માટે ૮૦ ટકા અને દસ દિવસ માટે ૭૦ ટકા આગાહીની ચોકસાઈ પ્રા કરવાનો છે.
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે છેલ્લા ૧૦ વર્ષમાં હવામાનશાક્રના સાધનોની સંખ્યા બમણીથી વધુ થઈ ગઈ છે, જેના કારણે ઘણા શહેરોમાં સ્થાનિક હવામાન આગાહીમાં સુધારો થયો છે. આઈએમડી ના ૧૫૦મા સ્થાપના દિવસની ઉજવણીને સંબોધતા તેમણે કહ્યું કે ૨૦૧૪ પહેલા દેશભરમાં ડોપ્લર વેધર રડારની સંખ્યા ફકત ૧૫ હતી, જે હવે વધીને ૩૯ થઈ ગઈ છે. ઓટોમેટેડ વેધર સ્ટેશનોની સંખ્યા ૭૦૦ થી વધીને ૧,૫૦૦ થઈ ગઈ છે, જે ૨૦૧૪ ની સંખ્યા કરતા બમણી છે.
તેમણે જણાવ્યું હતું કે, નોવકાસ્ટ, જે ત્રણ કલાક અગાઉથી હવામાનની આગાહી પૂરી પાડે છે, તેને ૨૦૧૪ માં ૧૨૦ શહેરોથી વધારીને હવે ૧,૨૦૦ શહેરો કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે, વિશ્વ હવામાન સંગઠનના મહાસચિવ સેલેસ્ટે સાઉલોએ આઈએમડીની મુલાકાતની પ્રશંસા કરી અને તેને હવામાન આગાહી પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાનો પુરાવો ગણાવ્યો. તેમણે કહ્યું કે આઈએમડી એ સમર્પણ સાથે પોતાનો વારસો જાળવી રાખ્યો છે અને ટેકનોલોજીકલ નવીનતા અપનાવી છે. સાઉલોએ જણાવ્યું હતું કે પેરિસ કરાર ગંભીર ખતરામાં છે અને વિશ્વએ ૨૦૨૫ ને ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવા અને નવીનીકરણીય ઊર્જા તરફ સંક્રમણને વેગ આપવા માટે નિર્ણાયક આબોહવા કાર્યવાહીના વર્ષ તરીકે ચિ઼િત કરવું જોઈએ. તેમણે કહ્યું કે ૨૦૨૪ ભારત અને વૈશ્વિક સ્તરે અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ હતું. ભારતે ૨૦૪૭ સુધીમાં ભારે હવામાન ઘટનાઓની ૧૦૦ ટકા ચોકસાઈ પ્રા કરવાનો અને ભારે હવામાન ઘટનાઓને કારણે થતા મૃત્યુને શૂન્ય સુધી ઘટાડવાનો મહત્વાકાંક્ષી લયાંક નક્કી કર્યેા છે.
વિઝન–૨૦૪૭ મુજબ, હવામાન વિભાગનો ઉદ્દેશ ત્રણ દિવસ માટે ૧૦૦ ટકા, પાંચ દિવસ માટે ૯૦ ટકા, સાત દિવસ માટે ૮૦ ટકા અને દસ દિવસ માટે ૭૦ ટકા આગાહીની ચોકસાઈ પ્રા કરવાનો છે.
આ યોજના હેઠળ, ઉપગ્રહો અને રડાર જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગ્રામ્ય સ્તરે નિરીક્ષણ પ્રણાલીઓનો વિસ્તાર કરવામાં આવશે. બીજી તરફ, પહેલી વાર, આઈએમડી ૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની પરેડમાં પોતાનું ટેબ્લો પ્રદર્શિત કરશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએન્જિનિયરિંગ છાત્ર, નસિગ છાત્રા, પરિણીતા, મહિલાની આત્મહત્યા
January 15, 2025 03:15 PMરાજકોટમાં સ્મૃતિ મંધાનાએ મહિલા વન-ડે ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો, જાણો કેટલા બોલમાં ફાસ્ટેટ સદી ફટકારી
January 15, 2025 03:11 PMશાસ્ત્રીનગરમાં વોટર ફિલ્ટર પ્લાન્ટે બઘડાટી, તોડફોડ: પાંચને ઇજા
January 15, 2025 03:10 PMઆકાશવાણી ચોક પાસે આવેલી ઠાકરધણી હોટલમાં મારામારી: ૬ ઘવાયા,૧૫ સામે ગુનો
January 15, 2025 03:09 PMપતંગની સાથે ધોકા–પાઇપ ઉડયા: મારામારીના ડઝનેક બના
January 15, 2025 03:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech