દારૂ–જુગારની બદી તરફ વધુ દોડતી કે, અર્જુનનું લક્ષ્ય માછલીની આખં જેવી નજર રાખતી રાજકોટની ક્રીમ બ્રાંચે વિદેશી દારૂથી લદાયેલી એક કાર પકડીને ૩૦ પેટીનું મીશન પાર પાડયાની ભારે ચર્ચા ઉઠી છે. ઉડતા પંખી પાડવાની મહારથ ધરાવતી ક્રીમ બ્રાંચે કારને આંતરી અને એ કારનું પાઈલોટીંગ કુખ્યાત કમાઉ બુટલેગર કરતો હોવાનું ધ્યાને આવતા એ બુટલેગરને પણ પીછો કરીને આંતરી લીધો હતો. બાદમાં ગોઠવણ થતાં પોલીસના પ્યારા ગણાતા આ કમાઉ બુટલેગરને ૩૦ પેટીમાં કાપીને બાઈત મુકત કરી દીધો હોવાની હવા ચાલી રહી છે.
અિકાંડ બાદ થોડો વખત મહાપાલિકા અને પોલીસમાં સોંપો પડી ગયો હતો કે, નાછૂટકે થોડો વખત રૂકજાવ અથવા સુધારો આવ્યો હોય તેવો વર્તારો દેખાતો હતો. અિકાંડની આગ ઠરતા જ જુના કાંડ ફરી શરૂ થવા લાગ્યા છે અને એને પણ દિવસો વિતી રહ્યા છે. ક્રીમ બ્રાંચમાં કોઈ ચોકકસ વ્યકિતઓ કે ટીમ એવી છે કે, શિકારો જ શોધતી રહે છે. સાકર જેવી મીઠી મધ ગણાતી એક ટીમે થોડા દિવસ કદાચીત પખવાડીયું થયું હશે. દારૂના જથ્થા શોધવામાં હંમેશા વિજય પામતી આ જોડીએ ટીમ સાથે મળીને દારૂ ભરેલી એક કાર આંતરી હતી. આ કાર પણ કુખ્યાત બુટલેગરની જ હોવાની વાત હતી.
કાર આંતર્યા બાદ એ કારનું પાઈલોટીંગ પણ કમાઉ બુટલેગર કરતો હોવાનું પોલીસના કાને પડયું હતું. તુર્ત જ ખાનગી કારમાં પાઈલોટીંગ કરનાર એ કારનો પીછો કરીને આંતરવામાં આવી હતી. કહેવાય છે કે, આ કારની અંદર પોલીસને ભાવતું હતું ને વૈધે કીધુંની માફક કમાઉ પોલીસનો પ્યારો બુટલેગર જ સવાર હતો. દારૂ ભરેલી કાર પકડાઈ અને જેનો દારૂ હતો તે બુટલેગર પણ હાથ આવી ગયાનો ઘાટ ઘડાયો હતો. આ બુટલેગરની એવી છાપ છે કે, પકડાય એટલે સ્થળ પર જ તડ અને ફડ કરે અને ફરાર થઈ જાય. પોલીસને પણ એ જ જોઈતું હતું એ મુજબ બુટલેગર સાથે વચલો માર્ગ નીકળ્યો અને ૩૦ પેટીમાં ગોઠવણ થઈ હતી.
પોલીસે કાર સમેત ૩૦ પેટીમાં કપાયેલા બુટલેેગરને જવા દીધો હોવાની ચર્ચા છે. ક્રીમ બ્રાંચે કરેલા આ હથગંડાની વાત બુટલેગર આલમમાં વહેવા લાગી છે. ખરેખર ક્રીમ બ્રાંચે આવી કાર પકડી હતી કે કેમ ? પકડાયેલા બુટલેગરને ૩૦ પેટી (દારૂની નહીં) રોકડમાં કાપીને જવા દીધો હતો. આ બધું અત્યારે કયાંય સત્તાવાર કે ઓનપેપર આવ્યું નથી. માટે રોજ જેવું નામ ધરાવતો આ બુટલેગર સાકર જેવી ટીમ પાસે વિજય થઈને દીપ પ્રગટાવીને નીકળી ગયો કે કેમ ? તે બધું હાલ તો ચર્ચા કે જો અને તો જેવી અફવા રૂપ જ માનવું રહ્યું. એવી પણ અફવા છે કે, જે કાર આંતરી હતી તે કાર અગાઉ એક પોલીસ કર્મી જ ફેરવતો હતો. સત્ય શું છે એ તો જાણનારા જ જાણતા હશે
અગાઉની ૨૦ પેટી કોણ જમી ગયું ?
એક એવી વાત પણ છે કે, ૩૦ પેટીમાં તાજેતરમાં કપાયેલા આ કમાઉ બુટલેગરને એક પોલીસ કર્મી કે પોલીસની અંગત વ્યકિત સાથે નજીકનો જુનો પોલીસ મથક વિસ્તારનો ધરોબો છે. થોડા મહિના પહેલા આ બુટલેગર સાથે પોલીસ કર્મી મારફતે જ ૫૦ પેટીનો હવાલો પડયો હતો. જેમાં એ વખતે ૩૦ પેટીનો વહીવટ થયો હતો અને ૨૦ પેટી ઉભડક રહી ગઈ હતી. કહેવાય છે કે, એ અધિકારી પણ બદલાઈ જતાં વચેટીયા પોલીસ કર્મીએ ૨૦ પેટીમાં હાથ ઉંચા કરી દીધા હતા. આંતરીક એવો ગણગણાટ પણ થયો હતો કે, આ બુટલેગર નકકી થયા મુજબ આપવામાં પાછીપાની કરતો નથી. શું આ ૨૦ પેટી વચેટીયાએ હજમ કરી લીધી હતી ? અને હાથ ઉંચા કર્યા હતા ? ઉપરોકત આ બધું પણ કયાંય ચોપડે નથી એટલે આડી અવળી થતી વાત કે, ચર્ચા–અફવા માનવી પડે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech