નલિયામાં ૬, ગિરનાર પર્વત ઉપર ૬.૫ ડિગ્રી, રાજકોટમાં ઠંડી ઘટી

  • December 31, 2024 11:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લઘુતમ તાપમાનના પ્રમાણમાં સામાન્ય વધઘટનો સિલસિલો આજે પણ ચાલુ રહ્યો છે. નલિયામાં ગઈકાલે ૬.૫ અને આજે છ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. યારે ગિરનાર પર્વત ઉપર આજે ૬.૫ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. બરફીલા પવન અને ઠારના કારણે ઠંડીનું જોર યથાવત રહ્યું છે. પરંતુ આજથી લઘુત્તમ તાપમાનના પ્રમાણમાં વધારો શ થશે અને આગામી ત્રણ દિવસ દરમિયાન એક થી ત્રણ ડિગ્રી જેટલું તાપમાન ઐંચકાશે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ અત્યારે હિમાલય અને રિજીયનને અસર કરે તેવું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એકિટવ છે અને તેના કારણે જમ્મુ કશ્મીર લદાખ સહિતના વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. પરંતુ આગામી તારીખ ૪ ના રોજ રાત્રે વધુ એક નવું એકિટવ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે અને તે વેસ્ટર્ન હિમાલયા રિજીયનને અસર કરશે. આ નવી સિસ્ટમના કારણે જમ્મુ કશ્મીર પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી સહિતના વિસ્તારોમાં વાતાવરણ ફરી બદલાશે. આ સિસ્ટમની અસર ગુજરાત સુધી થશે કે નહીં તેની ખબર એકાદ બે દિવસમાં પડી જશે. બંગાળની ખાડીમાં અત્યારે સાયકલોનીક સકર્યુલેશન જોવા મળે છે અને તેની અસર પણ આ સિસ્ટમ સાથે જોડાઈ તેવી સંભાવના છે.
રાજકોટ ઓખા વેરાવળ અમદાવાદ અને ડીસામાં આજે લઘુતમ તાપમાન વધ્યું છે યારે નલિયા ભુજ સુરત વડોદરામાં પારો નીચે ઉતર્યેા છે. ભુજમાં ગઈકાલે ૧૦.૮ અને આજે ૧૦.૨ નલિયામાં ગઈકાલે ૬.૫ અને આજે છ અમરેલીમાં ગઈકાલે ૧૪.૨ અને આજે ૧૪, ઓખામાં ગઈકાલે ૧૭.૬ અને આજે ૧૯ રાજકોટમાં ગઈકાલે ૧૧ અને આજે ૧૧.૪ વેરાવળમાં ગઈકાલે ૧૭.૫ અને આજે ૧૮ ડિગ્રી તથા કંડલામાં ૧૩ ડિગ્રી લઘુધમ તાપમાન નોંધાયું છે.
દ્રારકાના લઘુતમ તાપમાનમાં ગઈકાલની સરખામણીએ આજે કોઈ ફેરફાર થયો નથી અને આજે પણ ૧૬.૩ ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું છે. ભવનાથ તળેટીમાં ૯.૫ અને જૂનાગઢ શહેરમાં ૧૧.૫ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application