૨૨ જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિા દ્રારા પવિત્ર કરવામાં આવેલી રામ લલ્લાની મૂર્તિ બાલક રામ તરીકે ઓળખાશે. અભિષેક સમારોહ સાથે સંકળાયેલા પુજારી અણ દીક્ષિતે જણાવ્યું કે આ નામ પસદં કરવાનું પાછળ અન્ય કોઈ કારણ નથી, પણ રામ લલ્લાને મૂર્તિમાં ૫ વર્ષના બાળ સ્વપમાં દર્શાવવામાં આવ્યા છે, માટે આ નામ યોગ્ય છે. અણ દીક્ષિતે વધુમાં ઉમેયુ હતું કે યારે તેણે પ્રથમ વખત મૂર્તિ જોઈ ત્યારે તે તેના માટે અત્યતં ભાવનાત્મક ક્ષણ હતી, તેમણે એ ભાવના વર્ણવતા કહ્યું કે, હત્પં રોમાંચિત થઈ ગયો અને મારા આંસુ વહેવા લાગ્યા. ત્યારે મેં અનુભવેલી લાગણી હત્પં સમજાવી શકતો નથી. મેં લગભગ ૫૦ થી ૬૦ જેટલા અભિષેક કર્યા છે, પણ અત્યાર સુધી કરેલા તમામ અભિષેકમાં આ મારા માટે સૌથી વધુ 'અલૌકિક અને દિવ્ય છે.
અણ દીક્ષિતે કહ્યું કે તેમને ૧૮ જાન્યુઆરીએ મૂર્તિની પ્રથમ ઝલક જોવા મળી હતી. અયોધ્યામાં ભવ્ય સમારોહનું આયોજન કરી રામ લલ્લાની ૫૧ ઈંચની કાળા પથ્થરની મૂર્તિનો અભિષેક કરવામાં આવ્યો હતો, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય યજમાન તરીકે ધાર્મિક વિધિની અધ્યક્ષતા કરી રહ્યા હતા. બાલક રામની આ મૂર્તિ મૈસુર સ્થિત શિલ્પકાર અણ યોગીરાજ દ્રારા ત્રણ અબજ વર્ષ જૂના ખડકમાંથી બનાવવામાં આવી છે. મૈસુરના ગુેગોવડાનાપુરા ખાતેથી એયુર રંગની ક્રિષ્ના શિલે (કાળી શિલ) ખોદવામાં આવી હતી. ૭૮ વર્ષીય રામદાસને પોતાના ખેતરની જમીનને સમતળ કરતી વખતે આ કૃષ્ણ શિલે મળી આવી હતી અને એક સ્થાનિક કોન્ટ્રાકટર, જેણે પથ્થરની ગુણવત્તાનું મૂલ્યાંકન કયુ હતું, તેણે તેના સંપર્કેા દ્રારા અયોધ્યામાં ટોમ્પલ ટ્રસ્ટીઓનું ધ્યાન દોયુ હતું.
આ સમારોહમાં જાણીતા ઉધોગપતિઓ, સેલિબ્રિટીઓ, રાજકારણીઓ અને રમતવીરો સહિત લગભગ ૮૦૦૦ લોકોએ હાજરી આપી હતી. ભવ્ય મૂર્તિને ઝવેરાતથી શણગારવામાં આવી હતી, જેમાં મુકુટ, તિલક, નીલમણિ અને બી વીંટી, ટૂંકો ગોળ ગળા ચોકર પ્રકારનો હાર, પંચલદા (પાંચ–સ્તરનો હાર), કમર પટ્ટો અને બાજુ બંધ, કંગન, પાગ કડાનો સમાવેશ થાય છે. દુનિયાભરના કરોડો લોકોએ તેમના ઘરો અને મંદિરોમાં ટેલિવિઝન પર અભિષેક સમારોહ જોયો અને એક ઐતિહાસિક ઘટનાનો ભાગ બન્યા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech