નવું ડ્રાફ્ટ ટેલિકોમ્યુનિકેશન બિલ ઈલોન મસ્કની જીત અને મુકેશ અંબાણીની હાર છે

  • December 19, 2023 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતે સેટેલાઈટ ઈન્ટરનેટ સેવાઓ માટે સ્પેક્ટ્રમ સોંપવા અને કંપ્નીઓને તેના માટે બિડ કરવામાંથી મુક્તિ આપવા માટે લાઇસન્સિંગ અભિગમનો પ્રસ્તાવ મૂક્યો છે, જેને એલોન મસ્કના સાહસ સ્ટારલિંકની જીત તરીકે ગણાવાઈ રહ્યો છે. સ્ટારલિંકએ કોઈપણ હરાજી સામે સખત લોબિંગ કર્યું હતું. ટેલિકોમ્યુનિકેશન સેક્ટર માટેના નવા ડ્રાફ્ટ બિલમાં દરખાસ્તનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જે 138 વર્ષ જૂના ભારતીય ટેલિગ્રાફ એક્ટને બદલવા માંગે છે. આ બિલ સોમવારે સંસદમાં મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યું હતું.



આ નિર્ણય સ્ટારલિંક અને તેના વૈશ્વિક સાથીદારો જેમ કે એમેઝોનના પ્રોજેક્ટ કુઇપર અને બ્રિટિશ સરકાર સમર્થિત વનવેબ આ પગલાથી ખુશ થશે તો ભારતીય ટેલિકોમ જાયન્ટ રિલાયન્સ જિયોનું સંચાલન કરનાર એશિયાના સૌથી ધનાઢ્ય મુકેશ અંબાણી માટે આંચકારૂપ હશે. રોઇટર્સે જૂનમાં અહેવાલ આપ્યો હતો કે લાયસન્સ મેળવવાનો અભિગમ ઇચ્છતી વિદેશી કંપ્નીઓ ચિંતિત છે કે ભારતમાં જો હરાજીની પ્રક્રિયાને અનુસરવામાં આવશે તો તેના પગલે અન્ય દેશોને પણ તે જ કરવાની ઈચ્છા થશે જેના પરિણામે ખર્ચ અને રોકાણમાં વધારો થશે.



દેશની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિયો જોકે આ મુદ્દા સાથે અસંમત હતી અને દલીલ કરી હતી કે ભારતમાં ફાઈવજી સ્પેક્ટ્રમ વિતરણની જેમ હરાજી એ યોગ્ય અભિગમ છે. વિદેશી સેટેલાઇટ સેવા પ્રદાતાઓ વોઇસ અને ડેટા સેવાઓ પ્રદાન કરી શકે છે અને પરંપરાગત ટેલિકોમ પ્લેયર્સ સાથે સ્પધર્િ કરી શકે છે, અને તેથી સમાન અવસર હાંસલ કરવા માટે હરાજી થવી જોઈએ.

સેટેલાઇટ ઉદ્યોગ સંસ્થા એસઆઈએ-ઇન્ડિયાના ડિરેક્ટર જનરલ અનિલ પ્રકાશે જણાવ્યું હતું કે પરંપરાગત હરાજીને બાયપાસ કરીને, આ વ્યવહારુ અભિગમ સેટેલાઇટ સેવાઓની તૈનાતીને વધુ અસરકારક રીતે વેગ આપવા માટે જરૂરી છે. ડેલોઇટના જણાવ્યા અનુસાર, ભારતનું સેટેલાઇટ બ્રોડબેન્ડ સર્વિસ માર્કેટ 2030 સુધીમાં 36% વધીને 1.9 બિલિયન સુધી પહોંચવાની ધારણા છે. સોમવારનું ડ્રાફ્ટ ટેલિકોમ બિલ ભારત સરકારને રાષ્ટ્રીય સુરક્ષાના આધારે ચોક્કસ દેશોમાંથી ટેલિકોમ સાધનોના ઉપયોગને સ્થગિત અથવા પ્રતિબંધિત કરવાની સત્તા પણ આપે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application