ભાજપના નવા પ્રદેશ પ્રમુખનો કળશ ઉદય કાનગડ પર ઢોળાવાની સંભાવના

  • January 08, 2025 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની વરણી ઉતરાયણની આસપાસ પુર્ણ થાય તેવા સંકેત મળી રહ્યા છે.૧૧મા પ્રદેશ અધ્યક્ષ ઓબીસી સમાજના આવી શકે છે.તેનુ કારણ રાયના મુખ્યમંત્રી પાટીદાર સમાજ માંથી આવે છે.હાલ ગુજરાતમાં પ્રદેશ પ્રમુખની પસંદગી માટે ભુપેન્દ્ર યાદવ કે જેમને રાષ્ટ્ર્રીય ભાજપના મોવડી મંડળ દ્રારા સંગઠન પર્વ ૨૦૨૪–૨૫ના ગુજરાત પ્રદેશ પ્રમુખ નિયુકિત માટે ચૂંટણી અધિકારીની જવાબદારી સોંપવામાં આવી છે. અત્યાર સુધી પ્રદેશ ભાજપને ૧૦ પ્રદેશ પ્રમુખ મળી ચૂકયા છે. હવે ૧૧માં પ્રદેશ પ્રમુખ મકરસંક્રાતિ પર્વે મળશે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે. આ બન્ને નિરીક્ષક ગુજરાત આવશે અને સેન્સ પણ લેશે. પરંતુ ગુજરાત પ્રદેશ એક સૂરમાં કહેશે કે હાઈ કમાન્ડ જે નિર્ણય કરશે તે માન્ય હશે.હાલ ગુજરાત ભાજપના સળગતા ઘર ને ઠારવાની મોટી જવાબદારી તેમજ આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાયની ચૂંટણી આવનાર પ્રદેશ અધ્યક્ષ માટે મોટી ચેલેન્જ રહેશે. છેલ્લા કેટલાક સમયથી રાયના વિવિધ જિલ્લા અને શહેરોમાં સ્થાનિક રાજકારણ ગરમાયેલું રહે છે પરિણામે અખબારોની સુરખીમાં એક યા બીજી રીતે ભાજપ છવાયેલું રહે છે.
વર્તમાન ધારાસભ્ય અથવા તો સાંસદ સભ્ય હોય તેની ઉપર પ્રદેશ પ્રમુખનો કળશ ઢોળશે કે કેમ તે સવાલ છે.તો યુવા ચહેરાની સાથે સૌરાષ્ટ્ર્ર પર ફોકસ કરવામાં આવે તેવી શકયતા છે.હાલ કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલને ૧૦માં પ્રદેશ પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીએ ૪ વર્ષ માટે નિયુકત કર્યા હતા. સી.આર.પાટીલ યારે પ્રદેશ પ્રમુખ બન્યા, ત્યારે તેઓ નવસારી લોકસભાના સાંસદ હતા. તે પૂર્વે જીતુ વાઘાણી પ્રદેશ પ્રમુખ તરીકેનો કાર્યકાળ પણ ત્રણ વર્ષથી પણ વધુનો રહ્યો છે. જીતુ વાઘાણી ભાવનગર પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય હતા. જીતુ વાઘાણી પૂર્વે પૂર્વ મુખ્યમંત્રી વિજય પાણી આઠમાં પ્રદેશ પ્રમુખ તરીકે નિયુકત પામ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી વિજય પાણી મૂળ રાજકોટના અને તેમનો ગુજરાત પ્રદેશ ભાજપમાં કાર્યકાળ ખૂબ જ ટૂંકો એટલે કે ૧૭૩ દિવસનો રહ્યો હતો.
વિજય પાણી યારે પ્રદેશ પ્રમુખ હતા ત્યારે તેઓ રાજકોટ પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય હતા. વિજય પાણી પૂર્વે સાતમા પ્રદેશ પ્રમુખ તરીકે આરસી ફળદુ તેઓ ૬ વર્ષ જેટલા સમય સુધી ભાજપના પ્રદેશ પ્રમુખ રહ્યા હતા. મૂળ જામનગરના આરસી ફળદુ કાલાવડ વિધાનસભા બેઠકના ધારાસભ્ય તેમજ જામનગર સાઉથના ધારાસભ્ય પ્રદેશ પ્રમુખની સમયગાળામાં રહ્યા છે. આરસી ફળદુ પૂર્વે પુષોત્તમ પાલા કે જેવો ત્રણ વર્ષ અને ૯૮ દિવસ સુધી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ રહ્યા હતા. પુષોત્તમ પાલા રાયસભાના સાંસદ અને પ્રદેશ પ્રમુખની જવાબદારી તેમના શીરે હતી. પુષોત્તમ પાલા પૂર્વે રાજકોટથી આવતા વજુભાઈ વાળા એક વર્ષ અને ૧૫૦ દિવસ સુધી પ્રદેશ પ્રમુખ કાર્યકાળ રહ્યો હતો. સૌથી લાંબા સમય સુધી પ્રદેશ ગુજરાત ભાજપમાં પ્રદેશ પ્રમુખ તરીકે રહેવાનો કાર્યકાળ રાજેન્દ્રસિંહ રાણાના નામે છે. રાજેન્દ્રસિંહ રાણા ૧૯૯૮થી ૨૦૦૫ એમ કુલ ૭ વર્ષ સુધી પ્રદેશ પ્રમુખ રહ્યા છે. આ અંગે ભાજપ પ્રવકતા કહે છે કે જે યોગ્ય રીતે કામગીરી કરતા હોય તેને પાર્ટી પ્રમુખ પદે સ્થાન આપતી હોય છે.
હાલમાં જિલ્લ ા પ્રમુખો માટે સેન્સ લેવાની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. તેમની ૫૦ ટકા નિયુકિત પૂર્ણ થાય કે તુરતં જ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવશે. હાલમાં કેટલાક નામ ચર્ચામાં છે તો સામાજિક સમીકરણો મુજબ પાર્ટી અધ્યક્ષના નામની જાહેરાત કરશે. ઓબીસીમાં જોઈએ તો રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડ, રાયસભા સાંસદ મયકં નાયક, પૂર્વ મંત્રી અને મેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર સહિત અનેક નેતાઓના નામ ચર્ચામાં છે. પરંતુ પાર્ટી યોગ્યતા જોઈને સ્થાન આપતી હોય છે, પરંતુ પાર્ટીમાં હવે ૧૧માં પ્રદેશ પ્રમુખ પદે ભૂતકાળનો સિલસિલો જળવાયેલો રહે છે કે સંગઠનના અનુભવીને સ્થાન મળે છે કે કેમ તે જોવું રહ્યું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application