આજકાલ પ્રતિનિધિ
પોરબંદર
સિંધી સમાજના રાષ્ટ્રીય સંત પરમ પૂજનીય સદ્ગુરુ શ્રી સુધાંશુજી મહારાજની પોરબંદર સીંધી સમાજના સંત શિરોમણી ખાનુરામજી સાહેબના મંદિરે પધરામણી થતા વિશાળ સંખ્યામાં સીંધી પરિવારો તેમના દર્શનાર્થે અને પ્રવચનનો લાભ લેવા માટે ઉમટી પડયા હતા.
પોરબંદરના મેમણવાડા ખાતે સંત શિરોમણી શ્રી ખાનુરામજી પરમ પૂજ્ય માતા સાધણીજીના મંદિરે થલ્હી સાહેબે વિશ્ર્વ જાગૃતિ મિશનના કલ્પના પુષ પરમ પૂજનીય સદ્ગુરુ શ્રી સુધાંશુજી મહારાજ તેમજ ડો. અર્ચીકા દીદી ની પોરબંદરના સિંધી સમાજના સંત શિરોમણી શ્રી ખાનુરામના મંદિરે પાવન પધરામણી કરતા પોરબંદર સિંધી સમાજમાં ખુશીની લહેર ફેલાઇ ગઇ હતી.
સદ્ગુરુદેવ શ્રી સુધાંશુજી મહારાજની સાથે રાજકોટ સિંધી સમાજના અગ્રણી બ્રીજલાલ સોનવાણી તેમજ અન્ય સેવક-ભાઇ-બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી સદ્ગુરુદેવ શ્રી સુધાંશુજી મહારાજનું શાહી સ્વાગત મંદિરના ગાદીપતિ સંત શ્રી સાંઇ મુલણશાહ ભારતીમાતાએ પોતાના પરિવાર સાથે પુષ્પવર્ષા સાથે શાલ ઓઢાડીને જોરદાર સ્વાગત કર્યુ હતુ. તેમજ પોરબંદર સિંધી સમાજના આગેવાનો તેમજ ભકતજનો દ્વારા પણ શ્રી સુધાંશુજી મહારાજનું હારતોરા તેમજ શાલ ઓઢાડીને સરસ સ્વાગત કરવામાં આવ્યુ હતુ. પોરબંદરના સિંધી સમાજના મંદિરે પ્રથમ વખત સદગુરુદેવ શ્રી સુધાંશુજી મહરાજની પાવન પધરામણી થતા સમગ્ર સિંધી સમાજમાં આનંદ ફેલાઇ ગયેલ. સંતશ્રીના દર્શન તેમજ સત્સંગ પ્રવચનનો લાભ લેવા મંદિરે સિંધી સમાજના ભાઇ-બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડેલ. સંતોને નમન કરીને હારતોરા કરેલ, સદ્ગુરુદેવ શ્રી સુધાંશુજી મહારાજે મંદિરના દર્શન કરીને મંદિરના ગાદિપતિ સંતશ્રી મુલણશાહ ભારતીમાતા, સતીષભાઇ, રાજાભાઇ, સુનીલકુમારએ પરિવાર સાથે સુધાંશુજી મહારાજ તેમજ સાથે આવેલ ડો. અર્ચિકા દીદી તેમજ સર્વ સેવક બંધુઓનું મંદિરની પરંપરા અનુસાર સર્વેનું જોરદાર સ્વાગત કરવામાં આવેલ. સ્વાગત બાદ સદ્ગુરુદેવ શ્રી સુધાંશુજી મહારાજે ધાર્મિક પ્રવચન આપેલ. પરમ પૂજનીય સદ્ગુરુદેવ શ્રી સુધાંશુજી મહારાજે પોતાના આધ્યાત્મિક પ્રવચનમાં દરેક મનુષ્યે દરરોજ પૂજા અર્ચના માટે પોતાનું નીતિનેમ બનાવવું જોઇએ. નિતનેમ દ્વારા મંદિરે સેવા, પૂજા, દર્શન કરવાનો નિયમ બનાવવો જોઇએ અને હમેશા સત્યના માર્ગે ચાલવુ જોઇએ સંતોને પ્રેમપૂર્વક આદર સત્કાર આપીને સંતોની સેવા કરવી જોઇએ અને જીવનમાં સર્વસુખ પામવા માટે માતા-પિતાની સેવા કરવી જોઇએ. પ્રવચન બાદ પરમ પૂજ્ય સાધણી સાહેબજીની ધુની ની બોલાવવામાં આવેલ ત્યારબાદ આરતી સાહેબ, પલ્લવસાહેબની સાથે કાર્યક્રમ સંપન્ન થયેલ. આભારવિધિ સિંધી સમાજના આગેવાન રામભાઇ બુઢાણીએ કરેલ, સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પૂજ્ય માતા સાધણી સાહેબ સેવા સમિતિ પોરબંદરના સેવાધારીઓ હરેશ શીરવાણી, જયેશ રંગવાણી, સુમિત આહુજા, જગદીશ ખટવાણી સહિત સિંધી સમાજના ભાઇ-બહેનોએ જહેમત ઉઠાવી હતી. તેમજ સદ્ગુરુદેવ શ્રી સુધાંશુજી મહારાજે મંદિર દ્વારા થતી વિવિધ સામાજિક, ધાર્મિક પ્રવૃતિઓની જાણકારી મેળવેલ તેમજ સંત શિરોમણી ખાનુરામજી પરમ પૂજ્ય માતા સાધણીજીના મંદિરના ગાદિનશીન સંત શ્રી સાંઇ દાદુરામજીને યાદ કરેલ અને મંદિરના દર્શન કરીને ધન્યતા અનુભવેલ, પરમ શ્રધ્ધેય સદગુરુદેવ શ્રી સુધાંશુજી મહારાજે મંદિરમાં પધરામણી કરતા મંદિરના ગાદિપતિ સંતશ્રી મુલણશાહ ભારતીમાતાએ શ્રી સુધાંશુજી મહારાજનો આભાર માનેલ તેમજ થલ્હી સાહેબ તરફથી સાથે આવેલ સેવકગણનું ગાદિપતિ સંતશ્રી મુલણશાહ ભારતીમાતા સર્વેનું શાલ ઓઢાડીને સન્માન કરેલ, આ સુંદર કાર્યક્રમમાં ઉપસ્થિત પોરબંદર સિંધી સમાજના આગેવાનો જેઠાનંદભાઇ ગોપલાણી, કનુભાઇ પંજવાણી, રામભાઇ બુઢાણી, બલરામ તન્ના સહિત અનેક આગેવાનોએ હાજરી આપીને સદ્ગુરુદેવ શ્રી સુધાંશુજી મહારાજનું શાલ ઓઢાડીને સન્માન કરેલ, પોરબંદરના આંગણે રાષ્ટ્રીય સંત શ્રી સુધાંશુજી મહારાજના પાવન પગલાથી મેમણવાડા ખાતે આવેલ સંત શિરોમણીશ્રી ખાનુરામજીના પરિવારજનોમાં આનંદની લાગણી વ્યકત કરેલ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech