રાજકોટ મહાપાલિકા આપશે ૫.૫૦ લાખમાં ૧.૫ અને રૂ.૧૨ લાખમાં ૨ બીએચકેનો ફ્લેટ, જાણો ક્યાં સુધી ફોર્મ કરી શકાશે

  • March 28, 2025 05:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાના હાલ સુધી ખાલી પડેલા આવાસોમાંથી રૂ.૫.૫૦ લાખમાં ૧.૫ બીએચકે અને રૂ.૧૨ લાખમાં ટુ બીએચકેનો ફ્લેટ આપવા નિર્ણય કરાયો છે આ માટે આગામી તા.૨ એપ્રિલથી ઓનલાઇન અરજી સ્વીકારવાનું શરૂ કરવામાં આવશે જે તા.૧-મે સુધી સ્વીકારાશે.

વિશેષમાં મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતાશ્રી લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિના ચેરમેન નિતિનભાઈ રામાણીએ મહત્વપૂર્ણ સંયુક્ત જાહેરાત કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ અને ખાલી પડેલ, શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ એલઆઇજી કેટેગરીના ૧૩૭ આવાસો તથા ઇડબ્લ્યુએસ-૨ કેટેગરીના ૪૪ આવાસો માટે ફોર્મ તા.૨-૪-૨૦૨૫થી તા.૧-૫-૨૦૨૫ દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ www.rmc.gov.in પર જઇ ઓનલાઇન ભરી શકાશે.ઓનલાઇન ફોર્મ ફી રૂ.૫૦ રહેશે તેમજ નિયમાનુસાર ડિપોઝીટ ભરપાઇ કરવાની રહેશે. ફોર્મ તેમજ ફોર્મની ફી અને ડીપોઝીટ ભરવાની સમગ્ર પ્રક્રિયા ફકત અને ફકત ઓનલાઇન જ રહેશે.ફોર્મ ભરતી વખતે કોઇ ટેકનિકલ સમસ્યા ઉદભવે તો આવાસ યોજના વિભાગના ફોન નં.૦૨૮૧-૨૨૨૧૬૧૫ પર સંપર્ક સાધવો તેમ અધિકારી વર્તુળોએ જણાવ્યું હતું.


એલઆઇજી કેટેગરી આવાસ

-૨ બીએચકે, ક્ષેત્રફળ ૫૦ ચો.મીટર, આવાસની કિંમત રૂ. ૧૨ લાખ, વાર્ષિક આવકમર્યાદા રૂ.૩ થી ૬ લાખ, ડિપોઝીટ રૂ. ૨૦,૦૦૦


ઇડબ્લ્યુ એસ-૨ કેટેગરી

- ૧.૫ BHK, ક્ષેત્રફળ ૪૦ ચો. મીટર, આવાસની કિંમત રૂ. ૫.૫૦ લાખ, વાર્ષિક આવકમર્યાદા રૂ.૩ લાખ, ડિપોઝીટ રૂ. ૧૦,૦૦૦



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application