રાજકોટ શહેર અને જિલ્લામાં કાગળ પર ચાલતી અને રોડ પર દોડતી કેટલીક ડ્રાઇવિંગ સ્કૂલ અને કાર અંગે આરટીઓની ટીમે કુલ ૭૮ જેટલી ડ્રાઇવિંગ સ્કૂલ પર ચેકીંગ હાથ ધરતા ૭ જેટલી ડ્રાઇવિંગ સ્કૂલ નિયમ મુજબ ન ચાલતી હોવા ઉપરાંત ડ્રાઇવિંગ શીખવવા માટેનું લાયસન્સ પણ પૂં થઇ ગયાનું સામે આવતા આવી ડ્રાઇવિંગ સ્કૂલોને નોટીસ ફટકારી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરમાં વહેલી સવારથી લઇ સાંજ સુધી રેસકોર્ષ, યુનિવર્સીટી રોડ, સામાકાંઠા વિસ્તારમાં ડ્રાઇવિંગ સ્કૂલની કારમાં લોકો ડ્રાઇવિંગ શીખતા જોવા મળે છે, પરંતુ તેમાંથી કેટલીક ડ્રાઇવિંગ સ્કૂલ માત્ર કાગળ પર ચાલતી હોવાનું તો કેટલીક કારના જરી ડોકયુમેન્ટ ન હોવા ઉપરાંત જે કારમાં ડ્રાઇવિંગ શીખવવા માટે નું રજીસ્ટ્રેશન આરટીઓમાં કરાવવામાં આવ્યું હોઈ તેને બદલે અન્ય કારમાં ડ્રાઇવિંગ શીખવવમાં આવતું હોય છે આવી અનેક બાબતોને લઈને આરટીઓ કે.એમ.ખપેડની સૂચનાથી ઈન્સ્પેકટરોની ટિમ દ્રારા શહેર અને જિલ્લાની જુદી જુદી ૭૮ જેટલી ડ્રાઇવિંગ સ્કૂલના એડ્રેસ પર જઈ ચેકીંગ કરવામાં આવતા કેટલીક ડ્રાઇવિંગ સ્કૂલ રજીસ્ટર કરાવવામાં આવ્યું હોઈ ત્યાં ઓફિસ જ ન હોવાનું તેમજ કેટલીક ડ્રાઇવિંગ સ્કૂલની માન્યતા અંગેના લાયસન્સ પણ પુરા થઇ ગયા હોવા છતાં વાહન શીખવવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું, આ ઉપરાંત મોટર વિહિકલ એકટ મુજબ ડ્રાઇવિંગ સ્કૂલમાં રોડ સેફટી અંગે માર્ગદર્શન આપતા સાઈન બોર્ડ પણ જોવા મળ્યા ન હતા. ચેકિંગમાં ગયેલા ઇન્પેકટરો ટીમે આવી ૭ જેટલી ડ્રાઇવિંગ સ્કૂલમાં ક્ષતિઓ પકડી તેનો રિપોર્ટ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીને કરવામાં આવતા રિપોર્ટના આધારે નોટિસ ફટકારી દંડનીય કાર્યવાહી માટેની તજવીજ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ આજકાલ દ્રારા કાગળ પર અને નિયમોને નેવે મૂકી ચાલતી ડ્રાઇવિંગ સ્કૂલો અને તેના વાહનો અંગે અહેવાલ પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો એ સમયે પણ આરટીઓ તંત્રએ ચેકીંગ હાથ ધરી આકરી કાર્યવાહી કરી હતી. ત્યારે વધુ એક વખત ચેકિંગમાં ડ્રાઇવિંગ સ્કૂલ અને તેન વાહનો નિયમ મુજબ ન ચાલતા હોવાનું સામે આવ્યું છે
લાઇસન્સ સંબધિત કામગીરી આવતીકાલે પણ બધં રહેશે
આથી રાજકોટ જિલ્લાની મોટરીંગ પબ્લીકને જણાવવાનું કે વડી કચેરીની સૂચના મુજબ રાજકોટ આરટીઓ કચેરી ખાતે લાયસન્સ અંગેની કામગીરી હેતું કાર્યરત સારથી પોર્ટલ ઇમરજન્સી ડેટાબેઝ મેઈન્ટેનન્સની કામગીરી હેતુંથી તા.૧૬૦૫ અને તા.૧૭૦૫ સુધી બધં રહેશે. તમામ અરજદારોની એપોઇન્ટમેન્ટ અન્ય દિવસ માટે પુન:આયોજિત કરવામાં આવશે. આ સમસ્યાના શકય એટલા જલ્દી સમાધાન માટે એન.આઇ.સી. ટીમ સતત પ્રયત્નશીલ હોવાનું રાજકોટ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી કે.એમ.ખપેડની યાદીમા જણાવાયું છે
આ ડ્રાઇવિંગ સ્કૂલ સામે કાર્યવાહી હાથ ધરાઈ
(૧) દ્રરાજ મોટર ડ્રાઇવિંગ સ્કૂલ – લાયસન્સ એકસપાયર
(૨) સિધ્ધાર્થ મોટર ડ્રાઇવિંગ સ્કૂલ – લાયસન્સ એકસપાયર
(૩) ખોડલ મોટર ડ્રાઇવિંગ સ્કૂલ – જરી સાધન–સામગ્રી નહતી
(૪) વલ્લભકૃપા મોટર ડ્રાઇવિંગ સ્કૂલ – જરી સાધન–સામગ્રી નહતી
(૫) મા ભગવતિ મોટર ડ્રાઇવિંગ સ્કૂલ – જરી સાધન–સામગ્રી નહતી
(૬) ન્યુ પટેલ મોટર ડ્રાઇવિંગ સ્કૂલ – જરી સાધન–સામગ્રી નહત
લોકો ડ્રાઇવિંગ સ્કૂલ જોઈન કરતા પહેલા આટલી વિગતો તપાસે: કે.એમ.ખપેડ (આરટીઓ)
ડ્રાઇવિંગ સ્કૂલ જોઈન કરતા પહેલા લોકો સ્કૂલ આરટીઓ માન્ય છે કે નહીં, આરટીઓમાં કરાવવામાં આવેલી રજીસ્ટ્રેશનની અવધી પુરી થઇ ગઈ છે કે કેમ ?, ઓફિસમાં રોડ સેફટી અને ટ્રાફિક નિયમોને સમજાવતા ચાર્ટ બોર્ડ અને પુસ્તિકા છે કે નહીં, ડ્રાઇવિંગ શીખવનાર વ્યકિત ( ઇન્સ્ટ્રકટર) પાસે એલએમવી પ્રકારનું લાયસન્સ ઓછામાં ઓછું પાંચ વર્ષ જૂનું હોવું જોઈએ, આટલી બાબતોને તપાસી ને જ લોકો ડ્રાઇવિંગ સ્કૂલ જોઈન કરે અને જો આવું ન હોઈ તો લોકો આરટીઓ કચેરીએ ફરિયાદ પણ કરી શકે છે, વધુમાં ઉમેયુ હતું કે, આરટીઓના નિયમ મુજબ ડ્રાયવીંગ સ્કૂલ કે વાહનો ચેકીંગ સમયે નિયમ ભગં કરતા જણાશે તો સ્થળ પર દડં વસૂલવા ઉપરાંત લાયસન્સ રદ થવા સુધીની કાર્યવાહી પણ કરવામાં આવશે તેમ રાજકોટ આરટીઓ કે.એમ.ખપેડે જણાવ્યું હતું"
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતણાવની સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સતર્ક, 108 એમ્બ્યુલન્સનું સૈન્ય થયું સશક્ત
May 09, 2025 07:41 PMજામનગરમાં આવેલ સેનાની ત્રણેય પાંખ સાથે જિલ્લા વહીવટી તંત્રની એક મહત્વપૂર્ણ બેઠક
May 09, 2025 07:00 PMઅમદાવાદથી 20 જેટલી એમ્બયુલેન્સ જામનગર આવી પહોંચી
May 09, 2025 06:56 PMસિંધુ જળ સંધિ પર પાકિસ્તાનને મોટો ઝટકો, વિશ્વ બેંકે કહ્યું કે અમે કંઈ ન કરી શકીએ
May 09, 2025 06:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech