ગારિયાધાર ડેપોના ડ્રાઇવર અને ક્ધડકટરની પ્રેરક પ્રમાણિકતા

  • November 29, 2024 02:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગારીયાધાર ડેપોથી રાજકોટ રૂટની એસ.ટી.બસના ડ્રાઈવર અને કંડકટરે પ્રેરક  પ્રમાણિકતા  દાખવી હતી.ગારીયાધાર થી  રાજકોટ જતી બસમાં બાબરા થી બેસેલા મુસાફર રાજકોટ સુધીની મુસાફરી દરમિયાન  દંપત્તિ  બન્ને પોતાના મોબાઈલ  બસમાં ભુલી જતાં  જે મોબાઈલ કંડકટર રાહુલભાઈ ખુમાણને મળતા તેમણે તેમની સાથે ફરજ પરના ડ્રાઇવર જયેશભાઈ કુવાડિયાને બસમાંથી બે મોબાઇલ મળ્યાની જાણ કરતા બન્ને દ્વારા મૂળ માલિકને પરત આપવાનું નક્કી કરેલ અને પેસેન્જર જાલાભાઈ નો સંપર્ક કરી રાજકોટ સેન્ટ્રલ બસ ડેપો ખાતે બોલાવી બન્ને મોબાઈલ મુળ માલીકને પરત આપેલ આ તકે રાજકોટ સેન્ટ્રલ બસ ડેપોના એ.ટી.આઈ.કિશોરસિંહ પરમાર કંડકટર રાહુલભાઈ ખુમાણ અને ડ્રાઇવર જયેશભાઈ કુવાડિયાનો પેસેન્જર જાલાભાઈ દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો. મોબાઈલ પરત આપી માનવતાનું ઉત્તમ ઉદારણ પુરુ પાડી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભાવનગર ડિવિઝન અને ગારીયાધાર ડેપોની પ્રતિષ્ઠામાં વધારો કરેલ,પ્રેરક પ્રમાણિકતા દાખવવા બદલ રાહુલભાઈ ખુમાણ અને ડ્રાઇવર જયેશભાઈ કુવાડિયાને એસ.ટી.સ્ટાફ સહિતના દ્વારા અભિનંદન પાઠવાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application