પુણે પોર્શ કાર અકસ્માતમાં કાર્યવાહી કરતા ક્રાઈમ બ્રાન્ચે સગીર આરોપીની માતાની પણ ધરપકડ કરી છે અને આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સગીર આરોપીની માતા શિવાની અગ્રવાલે તેના પુત્રના બ્લડ સેમ્પલ સાથે ચેડાં કયા હતાં એટલું જ નહીં તેને બદલી પણ નાખ્યું હતું. આ સમાચાર બહાર આવતા જ શિવાની ભૂગર્ભમાં ઉતરી ગઈ હતી. આખરે પુણે પોલીસે તેને શોધી કાઢી છે. તે ગઈકાલે રાત્રે મુંબઈથી પુણે આવી હતી.
આ કેસમાં સાસૂન હોસ્પિટલના બે ડોકટર અને એક વોર્ડ બોય પહેલાથી જ પોલીસ કસ્ટડીમાં છે. બ્લડ સેમ્પલની હેરાફેરી માટે આરોપી પિતા સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસની તપાસમાં હવે સામે આવ્યું છે કે નશામાં ધૂત સગીરનું બ્લડ સેમ્પલ તેની માતાના બ્લડ સેમ્પલમાંથી બદલાઈ ગયું હતું.
બ્લડ સેમ્પલમાં હેરાફેરી ચીફ મેડિકલ ઓફિસર ડો. શ્રીહરિ હલનોર અને તેમના સ્ટાફ દ્રારા કરવામાં આવી હતી. આ છેતરપિંડી સામે આવ્યા બાદ ડો.હલનોર અને ડો.અજય તાવડેની ધરપકડ કરવામાં આવી છે.હોસ્પિટલના ડીન વિનાયક કાળેનો દાવો છે કે સગીરના બ્લડ સેમ્પલ બદલનાર આરોપી ડો. તાવડેની નિમણૂક ધારાસભ્ય સુનીલ ટિંગ્રેની ભલામણ બાદ કરવામાં આવી હતી. ભલામણ બાદ જ મેડિકલ એયુકેશન મિનિસ્ટર હસન મુશ્રીફે આ નિમણૂકને મંજૂરી આપી હતી. વિનાયક કાળેએ જણાવ્યું હતું કે કિડની ટ્રાન્સપ્લાન્ટ અને ડ્રગ કેસમાં આરોપી હોવા છતાં ડો.તાવડેને ફોરેન્સિક મેડિકલ વિભાગના વડા તરીકે નિયુકત કરવામાં આવ્યા હતા.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે સગીરના લોહીના નમૂના લેવામાં આવે તે પહેલાં સગીરના પિતા વિશાલ અગ્રવાલે ડોકટર તાવડે સાથે વોટસએપ અને ફેસટાઇમ કોલ તેમજ સામાન્ય કોલ દ્રારા વાત કરી હતી. બંને વચ્ચે કુલ ૧૪ કોલ થયા હતા. આ કોલ ૧૯ મેના રોજ સવારે ૮.૩૦ થી ૧૦.૪૦ વચ્ચે કરવામાં આવ્યા હતા. સવારે ૧૧ વાગે સગીરના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા.
ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના રિપોર્ટમાં પ્રથમ બ્લડ સેમ્પલમાં આલ્કોહોલ જોવા મળ્યો નથી. યારે શંકા જણાઈ ત્યારે બીજી હોસ્પિટલમાં ફરીથી ટેસ્ટ કરાવવામાં આવ્યો. અહીંના ડીએનએ ટેસ્ટમાં જાણવા મળ્યું કે લોહીના નમૂના બે અલગ–અલગ વ્યકિતઓના છે. બીજા ટેસ્ટનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસને શંકા છે કે સાસૂન હોસ્પિટલના ડોકટરોએ આરોપીઓને બચાવવા માટે પુરાવા સાથે છેડછાડ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech