મોસ્ટ પોપ્યુલર હોરર ફિલ્મ ‘તુમ્બાડ’ની સિકવલ બનશે

  • December 25, 2024 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વર્ષ 2018માં રિલીઝ થયેલી હોરર ફિલ્મ ‘તુમ્બાડ’ ભારે ચર્ચામાં રહી હતી. હવે ‘તુમ્બાડ’ની સિક્વલ પર કામ ચાલી રહ્યું છે. સોહમ શાહે ફિલ્મને લઈને લેટેસ્ટ અપડેટ આપ્યું છે.એક્ટર-ફિલ્મ મેકર સોહમ શાહની વર્ષ 2018માં રિલીઝ થયેલી હોરર ફિલ્મ ‘તુમ્બાડ’ ભારે ચર્ચામાં રહી હતી. તેમાં તેણે લીડ રોલ કર્યો હતો. વર્ષ 2024માં પણ આ ફિલ્મને બીજીવાર રિલીઝ કરવામાં આવી અને તેને પણ લોકોએ ખૂબ પ્રેમ આપ્યો. હવે ‘તુમ્બાડ’ની સિક્વલ પર કામ ચાલી રહ્યું છે. સોહમ શાહે ફિલ્મને લઈને લેટેસ્ટ અપડેટ આપ્યું છે અને સાથે જ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરોની ઝલક પણ બતાવી છે.
સોહમ શાહે કેટલીક તસવીરો શેર કરી છે. તેમાં તે ‘તુમ્બાડ 2’ની સ્ક્રિપ્ટ અને નોટ્સ લખતો જોઈ શકાય છે. તેણે પોસ્ટ શેર કરતા કેપ્શનમાં લખ્યું, ‘હા, તુમ્બાડ પર જ કામ કરી રહ્યો છું.’ સ્ક્રીનપ્લે પર કામ પહેલાથી જ ચાલી રહ્યું છે. જો કે, હજુ સુધી સત્તાવાર રીતે રિલીઝ ડેટની પુષ્ટિ થઈ નથી. પરંતુ સમાચાર પાકા છે કે, ‘તુમ્બાડ 2’ પર કામ શરૂ થઈ ચૂક્યું છે.
‘તુમ્બાડ’ના ખૂબ થયા હતા વખાણ
રાહી અનિલ બર્વેના ડાયરેક્શનમાં બનેલી ‘તુમ્બાડ’ના વિશ્લેષકોથી લઈને દર્શકોએ ખૂબ વખાણ કર્યા હતા. સોહમ શાહે એક અભિનેતા અને નિર્માતા તરીકે ‘તુમ્બાડ’ને જીવંત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. તેઓએ સંકેત આપ્યાં છે કે, સિક્વલ રહસ્યમય ઊંડાણમાં ઉતરશે. આ ફિલ્મ વિનાયક રાવના તુમ્બાડ ગામમાં છુપાયેલા ખજાનાની ઝનુની શોધ પર આધારિત છે, જેનું બેકગ્રાઉન્ડ 1918ના ભારતનું છે.
સોહમ શાહના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલ તેની પાસે ‘ક્રેઝી’ ફિલ્મ છે. સોહમ શાહ ફિલ્મના બેનર અંતર્ગત નિર્માણ પામી રહેલી ફિલ્મ 7 માર્ચ, 2025ના રોજ રિલીઝ થનાર છે. ફિલ્મના મોશન પોસ્ટરે દર્શકો વચ્ચે પહેલા જ ઉત્સાહ લાવી દીધો છે અને ફેન્સ સોહમની ફિલ્મને પડદા પર જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application