ચીનના વિજ્ઞાનીઓએ દાવો કર્યેા છે કે, લગભગ ૧૨ કરોડ વર્ષેા પહેલા ડાયનાસોર યુગ દરમિયાન ચદ્રં અિના ગોળા જેવો હતો. કારણ કે, તેના પર વાળામુખી ફાટી નીકળતો હતો. ચદ્રં પરથી લાવવામાં આવેલા કાચ જેવા ટુકડાઓ પર સંશોધન કર્યા બાદ તેમણે એ પણ જણાવ્યું કે તે સમયમાં ચદ્રં પર લાવાની નદીઓ વહેતી હતી.
સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ વિજ્ઞાનીઓએ લગભગ ત્રણ હજાર ગ્લાસ બીડસ' પર સંશોધન કયુ હતું. તેમની રાસાયણિક રચનાના વિશ્લેષણથી જાણવા મળ્યું કે તેમની ઉત્પત્તિ વાળામુખી વિસ્ફોટને કારણે છે.
ચદ્રં પર વાળામુખી ફાટી નીકળ્યા અને લાવા ઠંડો થયા પછી આ ટુકડાઓ બન્યા હતા. સંશોધનમાં સામેલ વૈજ્ઞાનિક હેયુયાંગનું કહેવું છે કે, આનાથી ચદ્રં અને અન્ય ગ્રહો પર પ્રાચીન સમયમાં સક્રિય રહેલા વાળામુખી વિશે જાણવામાં મદદ મળશે.
આ અગાઉ ૨૦૧૪માં નાસાના ઓર્બિટરએ શોધી કાઢું હતું કે, ચદ્રં પર વાળામુખી ફાટી નીકળ્યો છે અને ત્યાં કાચના મણકા હાજર છે. ચંદ્રના સેમ્પલ ચીનના અવકાશયાન ચાંગઈ–૬માંથી લાવવામાં આવ્યા હતા. આ નમૂનાઓ તે ભાગના છે જે પૃથ્વી પરથી દેખાતું નથી.
અગાઉના એક સંશોધનમાં એવું કહેવામાં આવ્યું હતું કે, લગભગ ૨૩૦ મિલિયન વર્ષેા પહેલા પૃથ્વી પર વાળામુખીની ઘટનાઓને કારણે આવી પરિસ્થિતિઓનું નિર્માણ થયું હતું જેણે ડાયનાસોરને રહેવા માટે અનુકૂળ વાતાવરણ બનાવ્યું હતું અને તેઓ અસ્તિત્વમાં આવ્યા હતા. તે સંશોધનમાં ડાયનાસોરના અવશેષોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech