રાજ્યમાં નશાબંધી અને આબકારી વિભાગના નાણાં થશે ઓનલાઇન જમા

  • March 15, 2024 10:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા આપેલ મંજુરી અંતર્ગત ગૃહ વિભાગ હસ્તકના નશાબંધી અને આબકારી વિભાગની વિવિધ પ્રકારની સેવાઓના સરકારી નાણાં ઓફલાઇન ચલણ દ્વારા જે તે અરજદારે બેંકમાં જાતે જમા કરાવવા જવુ પડતુ હતુ. પરંતુ રાજ્ય સરકાર દ્વારા આ સુવિધા હવેથી ઓનલાઈન કરી આપવામાં આવી છે. જેથી સમયનો વ્યય અટકશે.


પ્રાપ્ત માહિતી પ્રમાણે નશાબંધી અને આબકારી વિભાગની વિવિધ પ્રકારની સેવાઓના સરકારી નાણાં ઓફલાઇન ચલણ દ્વારા જે તે અરજદારે બેંકમાં જાતે જમા કરાવવા જવુ પડતુ હતુ. પરંતુ રાજ્ય સરકાર દ્વારા જાહેર જનતા/ઉદ્યોગકારોને સરકારી નાણાની રકમ ઓફલાઇન બેન્કમાં જમા ન કરાવવી પડે તથા ઉદ્યોગકાર કે સેવા મેળવનાર વ્યક્તિ પોતાના બેંક ખાતામાંથી રાજ્ય સરકારની તિજોરીમાં જમા કરાવી શકે તેવો અભિગમ અપનાવતા નશાબંધી અને આબકારી વિભાગની તમામ સેવાઓના નાણા ઓનલાઇન જમા કરાવી શકાય તેવી જોગવાઇ કરવામાં આવેલ છે.


આ જોગવાઇઓનો અમલ તા. ૧૫-૦૩-૨૦૨૪ ના રોજ એટલે કે આજથી કરવામાં આવે તે મુજબનુ આયોજન કરવામાં આવેલ છે. જેથી હવેથી જે તે અરજદારને હવે ઓફલાઇન ચલણ દ્વારા બેંકમાં નાણા જમા કરાવવા જવા માંથી મુક્તિ મળશે. મહત્વનું છે કે અરજદારોને આ સેવાનો લાભ ૨૪X૭ મેળવી શકશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application