દ્વારકાના સર્કિટ હાઉસમાંથી કાનૂની સેવા સત્તા મંડળના સચિવનો મોબાઈલ ચોરાયો

  • November 18, 2023 12:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકામાં ગત તારીખ ૧૬ મી ના રોજ ગુજરાતના હાઇકોર્ટના ચીફ જસ્ટિસ આવ્યા હતા. ત્યારે તેમની સાથે ગઈકાલે શુક્રવારે દ્વારકાના સર્કિટ હાઉસ ખાતે પ્રોટોકોલમાં રહેલા દેવભૂમિ દ્વારકાના એડિશનલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ શ્રી ગોહિલ સાહેબ દ્વારા સર્કિટ હાઉસમાં આવેલા "દ્વારકેશ કક્ષ" ખાતે ચાર્જિંગમાં મુકાય મુકેલો રૂપિયા ૨૦,૦૦૦ ની કિંમતનો સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન તથા આ ફોનના ફ્લિપ કવરમાં રાખવામાં આવેલા રૂપિયા ૭૦૦ મળી કુલ રૂપિયા ૨૦,૭૦૦ નો મુદ્દામાલ કોઈ શખ્સ ચોરી કરીને લઈ ગયો હોવાની ધોરણસર ફરિયાદ ડેપ્યુટી રજીસ્ટ્રાર તેજસ બીપીનભાઈ મહેતા (ઉ.વ. ૩૭) દ્વારા દ્વારકા પોલીસમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે આઈપીસી કલમ ૩૮૦ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકાના પી.એસ.આઈ. એ.એલ. બારસીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application