લોકસભા ચૂંટણી પહેલા લઘુત્તમ વેતન દર વધશે

  • January 15, 2024 12:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અધિકારીઓએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર સામાન્ય ચૂંટણીઓ પહેલા સમગ્ર દેશમાં લાગુ પડતા ઉચ્ચ ફરજિયાત લઘુત્તમ વેતન દરને નક્કી કરી શકે છે, આ બાબતની તપાસ કરતી ઉચ્ચ–સ્તરની નિષ્ણાત પેનલની ભલામણોને અપનાવી શકે છે. જે ૨૫૦થી ૨૭૫ રૂપિયાની વચ્ચે હોવાનો અંદાજ છે.

જૂન ૨૦૨૪ સુધીના ત્રણ વર્ષના સમયગાળા માટે ૨૦૨૧ માં સ્થપાયેલીએસપી મુખજીર્ની આગેવાની હેઠળની નિષ્ણાત સમિતિ ટૂંક સમયમાં તેનો અહેવાલ સુપરત કરે તેવી અપેક્ષા છે, અને એપ્રિલ–મે દરમિયાન યોજાનારી ચૂંટણીઓ પહેલા નવા વેતન દરને ને સૂચિત કરી શકાય છે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. ચર્ચાથી વાકેફ એક વ્યકિતએ ઓળખ ન આપવાની વિનંતી કરતાં જણાવ્યું હતું કે અહેવાલ લગભગ તૈયાર છે અને સમિતિ એક અંતિમ રાઉન્ડની મીટિંગ પછી ટૂંક સમયમાં તેને સબમિટ કરે તેવી અપેક્ષા છે.

દેશમાં લગભગ ૫૦ કરોડ કામદારો છે અને તેમાંથી ૯૦% અસંગઠિત ક્ષેત્રમાં છે. લઘુતમ વેતન દર હાલમાં ૧૭૬ પિયા પ્રતિ દિવસ છે, છેલ્લીવાર ૨૦૧૭ માં સુધારેલ છે અને તે રાજ્યો માટે ફરજીયાત લાગુ પડતા નથી. જીવનનિર્વાહ અને ફુગાવાના ખર્ચમાં વધારાને કારણે નવા દર નક્કી કરવા જરી બની ગયા છે નવું લઘુત્તમ વેતન તમામ રાયોમાં ફરજિયાત બનશે. વેતન પરનો ૨૦૧૯નો કાયદો કેન્દ્ર સરકારને લોર વેતન નક્કી કરવાની સત્તા આપે છે.

અનૂપ સતપથીની આગેવાની હેઠળની સમિતિએ ૨૦૧૯માં રોજના ૩૭૫ પિયાના લોર વેતનની દરખાસ્ત કરી હતી, પરંતુ સરકાર સહિત એમ્પ્લોયરો માટે નાણાકીય અસરોને કારણે સરકાર દ્રારા તે સ્વીકારવામાં આવ્યું ન હતું કારણ કે તે હાલના લોર વેતન કરતાં બમણું વધારે હતું. . સતપથી સમિતિની ભલામણ મુજબ વર્તમાન ૧૭૬ પિયાપ્રતિ દિવસ અને ૩૭૫ પિયા પ્રતિ દિવસ વચ્ચે સંતુલન હોવું જોઈએ તેમ એમ્પ્લોયર બોડીના પ્રતિનિધિએ જણાવ્યું હતું. વર્તમાન સમિતિ કેન્દ્ર અને રાય સરકારો સહિત નોકરીદાતાઓ પર લઘુત્તમ નાણાકીય અસર માટે સંતુલિત વેતન પર પહોંચે તેવી અપેક્ષા છે. સમિતિ ફુગાવા અને ઘરગથ્થુ ખર્ચના ખર્ચને ધ્યાનમાં લઈને લોર વેતન નક્કી કરે તેવી શકયતા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે લોર વેજ પર પહોંચવા માટે તેણે પોષક જરિયાતો અને બિન–ખાધ ખર્ચને ધ્યાનમાં લીધો છે,



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News