સોશિયલ મીડિયા પર એક સવાલ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં પૂછવામાં આવ્યું છે કે એવું કયું પ્રાણી છે જેનું દૂધ ફાટતું નથી દુનિયાના મોટાભાગના દેશોમાં લોકો દૂધ ખૂબ જ પીવે છે, કારણકે તેને સૌથી પૌષ્ટિક ખોરાક માનવામાં આવે છે. જેમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન બી-2, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયોડિન અને ફેટ ભરપૂર માત્રામાં હોય છે. સામાન્ય રીતે લોકો ગાય-ભેંસનું દૂધ જ પીવે છે. તેના જવાબમાં એક વ્યક્તિએ ઊંટનું નામ લઈને કહ્યું છે કે તેનું દૂધ ક્યારેય ફાટતું નથી.
માહિતી અનુસાર, કોઈપણ પ્રાણીના દૂધમાં બેક્ટેરિયા હોય છે, જેના કારણે દૂધ ફાટી જાય છે. નિષ્ણાતો તેને કુદરતી પ્રક્રિયા માને છે. જો કે ડેરી ફાર્મમાં આ દૂધને ઘણાં વિવિધ રસાયણો ઉમેરીને લાંબા સમય સુધી ફાટે નહી એ રીતે સાચવવામાં આવે છે. આ માટે કેટલીક કંપનીઓ ન્યુટ્રાલાઈઝર, સ્ટાર્ચ અને ફોર્મલિન જેવા રસાયણોનો ઉપયોગ કરે છે. પોકેટ મિલ્ક ઘણીવાર ફાટ્યા વગર ત્રણ-ચાર દિવસ સુધી સુરક્ષિત રહે છે. મોટાભાગના લોકો પોકેટ દૂધને બદલે તેને ગોવાળિયા પાસેથી સીધું ખરીદવાનું પસંદ કરે છે. એક એક્સપર્ટે આ પોસ્ટ પર લખ્યું છે કે જે પણ પ્રાણી નિયમિત દૂધ આપે છે, તેનું દૂધ ચોક્કસપણે ફાટશે. એવું કોઈ પ્રાણી નથી કે જેનું દૂધ ક્યારેય ફૂટતું નથી. આ માત્ર એક અફવા છે.
પરંતુ ઊંટનું દૂધ પીવાના ઘણા ફાયદા છે, તે ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. એક તરફ તેને શુગરના દર્દીઓ એટલે કે ડાયાબિટીસના દર્દીઓ માટે અમૃત માનવામાં આવે છે તો બીજી તરફ એવો દાવો કરવામાં આવે છે કે તેનો ઉપયોગ કરનારાઓ કાયમ યુવાન રહે છે. તેની ત્વચા યૌવન જેવી જ રહે છે. તેમાં બ્લડ સુગરને નિયંત્રિત કરવાની શક્તિ છે. ભારતમાં રાજસ્થાન અને ગુજરાતના ઘણા વિસ્તારોમાં ઊંટનું દૂધ પીવામાં આવે છે. કેટલીક કંપનીઓ તેમાંથી દૂધ, રબડી, ઘી, છાશ, દહીં, ક્રીમ, કુલ્ફી, આઈસ્ક્રીમ અને બરફી પણ બનાવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMગુજરાતમાં આ વર્ષે આટલા લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા...આંકડા જાહેર
January 23, 2025 07:21 PMમાઉન્ટ એવરેસ્ટ પર ચઢવું હવે થયુ વધુ મોંઘુ, નેપાળે વધારી 36 ટકા ફી...આટલો થશે ખર્ચ
January 23, 2025 07:08 PMદરેડ ફેસ-૨માં પિત્તળ અને રોકડ મળી ૩.૫૫ લાખના મુદામાલની ચોરી
January 23, 2025 06:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech