શહેરના રૂવાપરી રોડ ઉપર આવેલી ફેકટરી પર તોડફોડ કરી શખસોએ વેપારી પાસે ફોન ઉપર અમારા વિસ્તારમાં ફેકટરીનું બાંધકામ કરવુ હોય તો હપ્તો આપવો પડશે તેમ કહી ખંડણી માંગી શખસોએ પેઢીમાં લાગેલા કેમેરા, મીટરો, ઈલક્ટ્રીક વસ્તુઓની તોડફોડ કરી નુકસાન પહોંચાડી ધાક ધમકી આપતા ગુનો નોંધાવા પામ્યો હતો.
શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલી શ્રીરામ સોસાયટીમાં રહેતા અને રૂવાપરી રોડ પર ઉલ્લાસ ઓઈલ મીલ પાસે, રણજીતકુમાર એન્ડ બ્રધર્સ પેઢી ધરાવતા વેપારી જગદિશભાઈ ઓમપ્રકાશભાઈ રાજાઈએ ઘોઘારોડ પોલીસ મથખમાં ખેડુતવાસના આકાશ અને બે અજાણ્યા શખસ સામે ફરીયાદ નોંધાવી હતી કે, ગત તા. ૨૯ના રોજ તેઓની પેઢીએ રાત્રીના સુમારે તેઓની પેઢીએ કંન્ટ્રકશનનુ કામ શરુ હોય ત્યા શખસોએ આવી દરવાજાની તોડફોડ કરી ચોકીદારને ધમકી આપી હતી. બાદ ગત તા. ૩૦ના રોજ સવારના તેની પેઢીના પાર્ટર યશભાઈ રાજાઈ ફેકટરીએ હતા ત્યારે એક્ટીવા ઉપર આકાશ સહીત બે શખસે આવી આ તોડફોડ અમે કરી છે. અમારે હપ્તો જોઈએ છે.
તેમ કહી તેઓ સાથે ફોન ઉપર વાત કરી તમારે અમારાવિસ્તારમાં બાંધકામ કરવુ હોય તો હપ્તો આપવો પડશે તેમ કહી હપ્તો નહી આપો તો કામ અટકાવી દઈશુ અને તોડફોડ કરીશુ. બાદ તેઓને ફોન કરી તમે અમારુ રેકોડીંગ ગ્રુપમાં કેમ મુક્યુ તેમ કહી તમારે શુ કરવું છે. હપ્તો દેવાનો છે કે શુ કરવાનું છે. હુ તમને બધાને જોઈ લઈશ તેમ કહી ગત તા. ૪ના રોજ સાંજના ઉક્ત શખસોએ ફેકટરીએ આવી લાઈટના મીટરો, ઈલેકટ્રીક વસ્તુઓ અને કેમેરાની તોડફોડ કરી નૂકસાન પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઉક્ત બનાવ સંદર્ભે પોલીસે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech