ભાવનગર જિલ્લાના સિહોરમાં આવેલા ગૌત્તમેશ્વર તળાવની પાળેથી પોલીસની ઓળખ આપી યુવતિ અને તેના મિત્રને ધમકાવી નંબર પ્લેટ વગરના બાઈક પર પુવતિને ઉપાડી જઈ તેની સાથે દુષ્કર્મ આચરી યુવતિના મિત્ર પાસેથી રોકડ સહિતની લૂંટ ચલાવવાના કેસમાં મોટા સુરકાના શખ્સને ત્રીજી એડીશ્નલ સેશન્સ કોર્ટએ આજીવનકેદની સજા ફટકારી હતી.
આ કેસ અંગેની ઉપલબ્ધ વિગતો મુજબ ભાવનગરમાં રહેતી યુવતિ તેના મિત્ર સાથે ગઈ તા. ૧-૧૨- ૨૦૨૧ના રોજ ભાવનગર જિલ્લાના સિહોર ગામે આવેલા ગૌત્તમેશ્વર તળાવ પર ફરવા માટે ગઈ હતી. તે દરમિયાન નંબર પ્લેટ વગરના બાઈક પર આવેલા મનસુખ ધુડા સોલંકી (ઉ.વ.૩૫, રહે. મોટા સુરકા, તા. સિહોર, જી. ભાવનગર)એ યુવતિ અને તેના મિત્રને પોતે પોલીસ હોવાનું ઓળખ આપી સાથે ગુનો જેલ અહીં કેમ બેઠા છો તેમ કહીં ધમકાવી પુવતિના મિત્રને માર મારી તેની પાસેથી ૨,૦૦૦ રોકડ સહિતની મત્તાની લૂંટ ચલાવી પુવતિને બળજબરીપુર્વક બાઈક પર અવાવરૂ સ્થળે લઈ જઈ તેની દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે પુવતિએ સિહોર પોલીસ મથકમાં મનસુખ ધુડા સોલંકી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ સહિતની જુદી-જુદી કલમો હેઠળ નોંધી તેની ધરપકડ કરી હવાલે કર્યો હતો.
જે અંગેનો કેસ અત્રેની ત્રીજી એડીશ્નલ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકિલ વિજય માંડલીયા અને ધ્રુવ મહેતાની અસરકારક દલીલો ગ્રાહ્ય રાખી લેખિત અને મૌખિક પુરાવાઓ ઉપરાંત સાક્ષીઓની જુબાની ધ્યાને લઈ ન્યાયમૂર્તિ પ્રજાપતિએ મનસુખ ધુડા સોલંકી (રહે. મોટા સુરકા તા. સિહોર છે. ભાવનગર)ને તક સરવાન ઠરાવી તેને આજીવન કારાવાસની સજા અને રૂપિયા ૫૦ હજારનો દંડ ફાટકર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: ભાજપના ધારાસભ્યો અને ભાજપ શહેર પ્રમુખ ઉપર કાયદાકીય પગલાં લેવા કોંગ્રેસની માંગ
April 18, 2025 12:46 PM'પહેલા પોતાનું સંભાળો...', પશ્ચિમ બંગાળ હિંસા પર સલાહ આપી રહેલા બાંગ્લાદેશને ભારતની ફટકાર
April 18, 2025 12:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech