રાજકોટ જિલ્લા કલેકટર તત્રં દ્રારા જન્માષ્ટ્રમી પર્વ પર આયોજીત કરાયેલો ધરોહર લેાકમેળો ધરાહાર હોય તેે મુજબ કોઈને કોઈ આવરણો આવ્યા હોય તેમ છેલ્લે મેઘરાજાએ સટાસટી બોલાવી મેળાને બધં કરાવ્યોે હતો. અન્ય સ્ટોલ ધારકોના પેમેન્ટ ચુકવાઈ ગયા પરંતુ યાંત્રીક રાઈડસના મામલે પેચ હાઈકોર્ટમાં ફસાયેલો હતો. પેમેન્ટ પરત લેવા માટે પીટીશનરે પોતાની પીટીશન ગઈકાલે હાઈકોર્ટમાંથી વિડ્રો કરી લેતાં હવે રાઈડસના પ્લોટ રાખનાર વ્યકિતને ડીપોઝીટના નાણા પરત મેળવવાનો માર્ગ મોકળો થશે તેવું દેખાઈ રહ્યું છે.
ટીઆરપી ગેમઝોન કાંડને લઈને આ વખતે મેળા આયોજક કમીટી દ્રારા એસઓપી પાલન ફરજીયાત બનાવાયું હતું. રાઈડસ સંચાલકો દ્રારા આરંભથી જ એસઓપીનો વિરોધ કરાયો હતો અને એસઓપીમાં જોડાયા ન હતા. ચોથી હરાજીમાં એકસાથે તમામ પ્લોટ વિરેન્દ્રસિંહ ગોહીલ નામની વ્યકિતએ હરાજીમાં ૧.૨૭ કરોડની બોલી સાથે બુક કરી લીધા હતા. ૯૮ લાખ જેવું પેમેન્ટ કલેકટર તંત્રનેે ચુકવ્યું હતું. હરાજીમાં પ્લોટ અંકે કર્યાની સાથે વિરેન્દ્રસિંહ દ્રારા એસઓપી પાલનના મુદ્દે હાઈકોર્ટમાં પીટીશન કરાઈ હતી. મેળાના આરભં પુર્વે જ પીટીશન સંદભર્ેે પણ હાઈકોર્ટે એેસઓપી પાલન કરવા સાથે પીટીશનરને મુદત આપી હતી.
રાંધણ છઠ્ઠના દિવસે મેળોે રાઈડસ વિના ચાલુ થયો હતો અને એ દિવસથી જ તોફાની વરસાદ સતત વરસ્યે રાખતા મેળો મુલત્વ રખાયો હતો. સ્ટોલ ધારકોને તેમની ડીપોઝીટ પરત આપવાનો નિર્ણય લેવાયો હતો અને તે મુજબ રમકડા, ખાણીપીણી, નાની ચકરડી અને નાના સ્ટોલ ધારકોને તેમની રકમ પરત કરી દેવાઈ હતી. જયારે રાઈડસના મામલે કેસ હાઈકોર્ટમાં પેન્ડીંગ હોવાથી તે રકમ હાઈકોર્ટના ડીસીઝન પર હોલ્ટ રખાઈ હતી. અંતે પીટીશનરે હાઈકોર્ટમાં આ મામલે કોઈ વધુ સુનાવણી થાય, નિર્ણય આવે તે પહેલા જ પીટીશન પરત ખેંચી લીધી હતી.
હાઈકોર્ટમાં થયેલી પીટીશન પરત ખેંચાઈ જતાં હવે રાઈડસના તમામ પ્લોટ બુક કરનાર પીટીશનર વિરેન્દ્રસિંહ ગોહીલ અને તેના ભાગીદાર દશરથસિંહ વાળાને તેઓએ જમા કરાવેલી ૯૮ લાખ જેવી રકમ કલેકટર તત્રં દ્રારા નજીકના દિવસોમાં પરત કરાશે તેવું દેખાઈ રહ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએ ફિલ્મ શરૂ થતાં સિનેમા હોલ મંદિરો બની જતા, લોકો ચપ્પલ ઉતારીને ફિલ્મ જોતા
December 23, 2024 02:11 PMભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ લગ્નના બંધનમાં બંધાઈ, પ્રથમ તસવીર આવી સામે
December 23, 2024 02:03 PMનેશનલ ડિફેન્સ એકેડેમી, પુણે અને અન્ય ડિફેન્સ એસ્ટબ્લિશમેન્ટ્સમાં બાલાચડિયન્સ પ્રેરક પ્રવાસ
December 23, 2024 01:42 PMઈ-સરકારના માધ્યમથી કોઈપણ રેકર્ડ અને ફાઇલ ડિજિટલ સ્વરૂપે કાયમી સાચવી શકાશે
December 23, 2024 01:37 PMઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech