શેરબજારનું માર્કેટ કેપ છ માસમાં 1 ટ્રિલિયન ડોલર વધ્યું

  • June 27, 2024 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સ્થાનિક શેરબજાર છેલ્લા કેટલાક મહિનાઓથી શાનદાર તેજીના રોકેટ પર સવાર છે. આ જ કારણે બજાર લગભગ દરેક સત્રમાં નવા રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચવામાં સફળ રહે છે. આ શાનદાર રેલીએ માર્કેટને એમસીએપીના સંદર્ભમાં પણ રેકોર્ડ બનાવ્યો છે. છેલ્લા છ મહિનામાં માર્કેટ કેપિટલાઇઝેશન (એમકેપ)માં 1 ટ્રિલિયન ડોલરથી વધુનો ઉમેરો કર્યો છે, જેમાં સ્થાનિક ઇક્વિટી બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી 50 મજબૂત મેક્રોઇકોનોમિક ઇન્ડિકેટર્સ અને તેજીવાળા રોકાણકારોના સેન્ટિમેન્ટને કારણે તાજી રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચ્યા છે.

ભારતીય સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ તમામ કંપ્નીઓના સંયુક્ત માર્કેટ કેપમાં આ વર્ષે જ લગભગ 25 ટકાનો વધારો થયો છે. રોઇટર્સના અહેવાલ અનુસાર, 2024માં અત્યાર સુધીમાં ભારતીય બજારના એમકેપમાં 24.5 ટકાનો વધારો થયો છે અને એકંદર કદ હવે 5.23 ટ્રિલિયન ડોલરસુધી પહોંચી ગયું છે. માત્ર એક અઠવાડિયા પહેલા, બજાર પ્રથમ વખત 5 ટ્રિલિયન ડોલર એમકેપ હાંસલ કરવામાં સફળ થયું હતું.


ચીનને મોટું નુકસાન થયું
આ સાથે, ભારત હવે વિશ્વનું પાંચમું સૌથી મોટું સ્ટોક માર્કેટ બની ગયું છે અને 5 ટ્રિલિયન ડોલર ક્લબમાં પહેલાથી જ હાજર અમેરિકા, ચીન, જાપાન અને હોંગકોંગની રેન્કમાં સામેલ થઈ ગયું છે. બ્લૂમબર્ગનો એક અહેવાલ દશર્વિે છે કે છેલ્લા 6 મહિનામાં ભારતીય શેરબજાર તેના એમકેપમાં 1 ટ્રિલિયન ડોલરનો વધારો કરવામાં સફળ રહ્યું છે, તે જ સમયગાળા દરમિયાન, બીજા સૌથી મોટા શેરબજાર ચીનને એમકેપમાં 1.06 ટ્રિલિયન ડોલરનું નુકસાન થયું છે.


સતત 9મા વર્ષે તેજીનું સાતત્ય
સ્થાનિક બજારમાં આ તેજી સ્વયંભૂ નથી. છેલ્લા કેટલાક સમયથી ભારતીય બજાર સતત વધી રહ્યું છે. જૂન મહિનો તેના છેલ્લા તબક્કામાં હોવાથી આ વર્ષનો લગભગ અડધો સમય પસાર થઈ ગયો છે. હાલમાં, બજાર 2024 માં લગભગ 25 ટકા નફો જોઈ રહ્યું છે. રોઇટર્સના એક અહેવાલમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે 2024 ભારતીય બજાર માટે સતત 9મું નફાકારક વર્ષ સાબિત થઈ શકે છે.


11માંથી 8 સત્રોમાં નવો રેકોર્ડ
ભારતીય બજાર એક દિવસ અગાઉ પણ નવી ઓલ ટાઈમ હાઈ બનાવવામાં સફળ રહ્યું હતું. બુધવારના કારોબારમાં સેન્સેક્સે 78,759.40 પોઈન્ટની નવી ઊંચી સપાટી બનાવી છે અને નિફ્ટીએ 23,889.90 પોઈન્ટની નવી ઊંચી સપાટી બનાવી છે. છેલ્લા 11માંથી 8 સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટીએ નવા ઓલ ટાઈમ હાઈ લેવલનો રેકોર્ડ બનાવ્યો છે. માત્ર જૂન મહિનામાં જ બજારે 6 ટકાથી વધુ વૃદ્ધિ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application