મેનેજરે સેલ્સ ગર્લને લની લાલચ આપી દુષ્કર્મ આચર્યા બાદ દગો દીધો

  • December 23, 2023 06:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં લવ,સેકસ, ઓર ધોકા જેવા એક બનાવ અંગે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવવામાં આવી છે.જેમાં મૂળ જામનગર પંથકની વતની અને હાલ રાજકોટમાં રહેતી યુવતીએ મોબાઇલ શોપમાં સેલ્સ ગર્લ તરીકે નોકરી કરતી હોય અહીં મેનેજર સાથે તેને પ્રેમ થઈ ગયો હતો. બંને પરણિત હોય મેનેજરએ કહ્યું હતું કે, આપણે બંને છૂટાછેડા લઈ લ કરી લઈએ તેમ કહી તેને બસ સ્ટેન્ડ પાસે આવેલી હોટલે લઈ જઇ વારંવાર શરીરસુખ માણ્યું હતું. આ શખસની વાતમાં આવી જઇ યુવતીએ પતિ સાથે છૂટાછેડા પણ લઈ લીધા હતા. પરંતુ બાદમાં મેનેજરે હત્પં મારી પત્ની અને બાળકને છોડી ન શકુ તેમ કહી યુવતીને દગો દેતા અંતે આ અંગે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવવાની જાણવા મળતી વિગતો મુજબ, હાલ રાજકોટમાં રૈયા રોડ પરના વિસ્તારમાં રહેતી ૨૮ વર્ષીય યુવતીએ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે હેમુ ગઢવી હોલ પાછળ સર્વેાદય સોસાયટી પ્રેમ લમી એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતા રવિ કાંજાણીનું નામ આપ્યું છે.


યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,તે હાલ રાજકોટમાં રહે છે અને ત્રણ માસ પૂર્વે એસ્ટ્રોન ચોકમાં આવેલી મોબાઇલ શોપમાં સેલ્સ ગર્લ તરીકે નોકરીએ રહી હતી.યાં આરોપી રવિ કાંજાણી મેનેજર છે.જયાં બંને વચ્ચે પરિચય થયા બાદ પ્રેમ સંબધં બંધાયો હતો યુવતી અને આરોપી રવિ બંને પરણિત હોય આરોપીએ યુવતીને તેના પતિ સાથે માથાકૂટ થતી રહેતી હોય તે વાત તેણે રવિને કહી હતી.જેથી રવીએ કહ્યું હતું કે, તું તારા પતિ સાથે છૂટાછેડા લઈ લે એટલે હત્પં પણ મારી પત્ની સાથે છૂટાછેડા લઈ લઉં બાદમાં આપણે બંને લ કરી લઈશું. આમ કહી આરોપીએ લની લાલચ આપી યુવતીને અવારનવાર એસ.ટી બસ સ્ટેન્ડ પાછળ આવેલી હોટલ પર્લમાં લઈ જઈ તેની સાથે શરીર સુખ માણ્યું હતું.એટલું જ નહીં રવિની પત્ની અને તેના બાળકને લઇ પીયર ગઇ હતી. તે સમયે બે દિવસ તેને ઘરે બોલાવી તેની સાથે શરીર સુખ માણ્યું હતું.


રવિની વાતમાં આવી જઈ યુવતીએ પોતાના પતિ સાથે છૂટાછેડા લઈ લીધા હતા. બાદમાં તેણે રવિને છૂટાછેડા લઈ લગ્ન કરવાનું કહેતા રવિએ કહ્યું હતું કે,હત્પં મારી પત્ની અને બાળકને છોડી શકીશ નહીં આ સાંભળી યુવતી ચોંકી ઉઠી હતી. પ્રેમી આપેલા આ દગા બાદ અંતે યુવતીએ આ મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી રવિ કાંજાણી સામે આઇપીસીની કલમ ૩૭૬(૨)(એન) મુજબ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી. બનાવ અંગે વધુ તપાસ પી.એસ.આઇ ડી.એમ.હરીપરા ચલાવી રહ્યા છે.પોલીસે આરોપીને સકંજમા લઇ જરી કાર્યવાહી કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application