રાજકોટના વાણીયાવાડી વિસ્તારમાંથી એસઓજીની ટીમે પ્રૌઢને સાડા ત્રણ કિલો અફિણના જથ્થા સાથે ઝડપી લીધા હતાં.પોલીસે આરોપી પાસેથી .૯,૧૬૩ કિંમતનો અફિણનો જથ્થો અને મોબાઇલ ફોન સહિત કુલ .૧૪,૧૬૩ નો મુદામાલ કબજે કર્યેા હતો.પોલીસે જણાવ્યું હતું કે,આરોપી નશાનો બંધાણી હોય તે પોતાના પીવા માટે અફિણ લાવતો હતો અને છુટકમાં વેચાણ કરી હતો.આરોપી અફિણ કોની પાસેથી લાવતો હતો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ,ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચનાના પગલે રાજકોટમાં યુવાનધન નશાના રવાડે ના ચડે તથા નાર્કેાટિકસ પદાર્થેાનું વેચાણ અટકાવવા શે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત માદક પદાર્થેાનું સેવન અને વેચાણ કરનાર સામે પોલીસ કડક કાર્યવાહી કરી છે.ત્યારે ભકતિનગર પોલીસ મથકના પીઆઇ એમ.એમ.સરવૈયાની રાહબરી હેઠળ એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન કોન્સ. દિવ્યરાજસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે વાણીયાવાડી મેઇન રોડ પર જલારામ ચોકથી શેઠ હાઇસ્કૂલ તરફ જતા રોડ પાસેથી વાણીવાડી શેરી ન.ં ૪૦ ના ખૂણા પાસેથી એક શખસને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધો હતો. પોલીસે આ શખસની પુછતાછ કરતા તેણે પોતાનું નામ વિજય રામભાઇ બાવડા(ઉ.વ ૫૧ રહે. ન્યુ ગોપવંદના સોસાયટી ૪૦ ફટ રોડ આહિર ચોક રાજકોટ) હોવાનું જણાવ્યું હતું પોલીસે તેની અંગજડતી લેતા તેની પાસેથી ૩૬૬.૫૪ ગ્રામ અફિણનો જથ્થો મળી આવ્યો હતો.જેથી પોલીસે .૯,૧૬૩ ની કિંમતનો અફિણનો જથ્થો અને મોબાઇલ ફોન સહિત કુલ .૧૪,૧૬૩ નો મુદામાલ કબજે કરી આરોપીને ઝડપી લઇ તેની સામે એનડીપીએસની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
પોલીસની પ્રાથમિક પુછતાછમાં આરોપી મજુરી કામ કરતો હોય અને પોતે પીવાનો બંધાણી હોવાથી નશા માટે અફિણ સાથે લાવ્યો હતો.સાથોસાથ આરોપી છુટકમાં માદક પદાર્થનું વેચાણ પણ કરતો હોવાનું માલુમ પડયું છે.આરોપી અફિણ કોની પાસેથી લાવ્યો હતો.તે અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પીએસઆઇ ડી.પી.ગોહેલ, એએસઆઇ ડી.બી.ખેર, હેડ કોન્સ. ઉપેન્દ્રસિંહ ઝાલા, રણછોડભાઇ આલ, કોન્સ. દિવ્યરાજસિંહ ઝાલા સહિતના સાથે રહ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : નિવૃત પોલીસ પુત્ર દ્વારા ચલાવવામાં આવતો દેહવ્યાપાર ઝડપી પાડતી પોલીસ
April 01, 2025 05:44 PMનવરાત્રીના ત્રીજા દિવસે પ્રસાદ માટે બનાવો શીરો, જુઓ રેસીપી
April 01, 2025 05:07 PMઉનાળામાં પહેરો આ રંગના કપડાં, ઠંડકનો અનુભવ થશે અને મળશે પરફેક્ટ લુક
April 01, 2025 04:38 PMજો એક મહિના માટે ડુંગળી અને લસણ ખાવાનું બંધ કરી દો, તો શરીરમાં કોઈ ફેરફાર જોવા મળશે?
April 01, 2025 04:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech