શાપર પાસેથી કોઠારીયા સોલવન્ટના શખસને તમંચા સાથે ઝડપી લીધો

  • April 06, 2024 02:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે શાપર પાસેથી કોઠારીયા સોલવન્ટ પાસે રસુલપરામાં રહેતા શખસને દેશી બનાવટના તમંચા અને બે જીવતા કાર્ટીઝ સાથે ઝડપી લીધો હતો.આરોપીએ આ હથિયાર શોખ માટે સાથે રાખ્યું હોવાની કબુલાત આપી હતી.જો કે તે હથિયાર કોની પાસેથી લાવ્યો હતો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ,રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઇ વી.વી.ઓડેદારાની રાહબરી હેઠળ પીએસઆઇ એચ.સી.ગોહિલ અને ડી.જી.બડવા તથા ટીમ પેટ્રોલીંગમાં હતી.દરમિયાન એએસઆઇ રવિદેવભાઇ બારડ,રોહિતભાઇ બકોત્રા,વકારભાઇ આરબ અને કોન્સ. પ્રકાશભાઇ પરમાર,મેહુલભાઇ સોનરાજને મળેલી બાતમીના આધારે શાપર વેરાવળ રાજકોટ હાઇવે પર કાંગશીયાળી ગામની સીમમાં રવેચી હોટલ પાસેથી એક શખસને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધો હતો.


પોલીસે આ શખસની પુછતાછ કરતા તેનું નામ ફેસલ સલીમભાઇ સપા(ઉ.વ ૨૧ રહે. કોઠારીયા સોલવન્ટ,રસુલપરા ઝમઝમ ચોક પાસે,રાજકોટ) હોવાનું જણાવ્યું હતું.પોલીસે આ શખસની અગં જડતી લેતા તેની પાસેથી દેશી બનાવટનો તમંચો અને બે જીવતા કાર્ટીઝ મળી આવ્યા હતાં.જેથી પોલીસે આ બંને કબજે કરી આરોપી સામે શાપર વેરાવળ પોલીસ મથકમાં આમ્ર્સ એકટની કલમ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો.પોલીસે જણાવ્યું હતું કે,ફેસલ ડ્રાઇવીંગ કામ કરે છે.તેની પુછતાછમાં તેણે આ હથિયાર શોખ માટે રોફ જમાવવા સાથે રાખ્યું હતું.જોકે તે હથિયાર કોની પાસેથી લાવ્યો હતો. તેને લઇ પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application