રૈયાધારમાં રહેતો શખસ ઓનલાઇન ગેમીંગમાં નાણાં હારી જતા તેણે મોબાઇલની દુકાન સાથે મની ટ્રાન્સફરનું કામ કરનાર વેપારીના ૩.૯૦ લાખ ઓળવી ગયાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.સામાપક્ષે આ શખસના પિતા વેપારી પાસે તેના દિકરાએ ગીરવે મુકેલ દાગીના અને બાઇક છોડવવા જતા તેને જ્ઞાતિ અંગે અપમાનિત કરી કાઢી મુકયાની ફરિયાદ કરતા પોલીસે વેપારી સામે એટ્રોસિટી એકટનો ગુનો નોંધ્યો છે.
ગાંધીગ્રામમાં ધરમનગર કવાર્ટર બ્લોક નંબર–૧ માં રહેતા સંદીપસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા(ઉ.વ ૨૮) દ્રારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે રૈયાધાર મેઇન રોડ પર સ્લમ કવાર્ટરમાં રહેતા નરેશ બાબુભાઈ જાદવ (ઉ.વ ૨૫) નું નામ આપ્યું છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે રામાપીર ચોકડી પાસે દેવજીવન હોટલની બાજુમાં મામાની મોજ નામની મોબાઇલની દુકાન ધરાવે છે અને ત્યાં તે મની ટ્રાન્સફરનું કામ કરે છે. પાંચેક મહિના પૂર્વે નરેશ જાદવ અહીં પૈસા ટ્રાન્સફર કરવા માટે આવ્યો હતો. ત્યારબાદ તે અવારનવાર દુકાને આવી પૈસા ટ્રાન્સફર કરાવતો હોય જેથી યુવાનને તેના પર વિશ્વાસ આવી ગયો હતો.
દરમિયાન તારીખ ૨૯ ના તે દુકાને આવ્યો હતો અને પિયા ૨૦૦૦ ટ્રાન્સફર કરાવ્યા હતા અને કહ્યું હતું કે હત્પં પૈસા પછી તમને આપી જઈશ. ત્યારબાદ આ ૨૦૦૦ પરત માંગતા તેણે કહ્યું હતું કે, જો મેં કહેલા પૈસા ટ્રાન્સફર નહીં કરો તો હત્પં તમને બાકીના પૈસા નહીં આપું જેથી ફરિયાદીએ કટકે–ઘટકે જુદી જુદી રકમો ઇન્ડિયન બેંકના એકાઉન્ટ તથા ફેડરલ બેંકના એકાઉન્ટથી ફોન પે,ગુગલ પે મારફતે નરેશના તથા તેના સગા સંબંધીના ખાતામાં તેમજ ઓનલાઇન ગેમિંગ સ્કેનરમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા. આમ કુલ . ૩.૯૦ લાખની રકમ ટ્રાન્સફર કરાવ્યા બાદ આ રકમ આરોપી નરેશ જાદવે પરત ન આપી છેતરપિંડી– વિશ્વાસઘાત કર્યેા હતો. જે અંગે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો છે.
યારે સામાપક્ષે નરેશના પિતા બાબુભાઈ રામજીભાઈ જાદવ (ઉ.વ ૪૬) દ્રારા નોંધવામાં આવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. ૨૬૧૨૦૨૫ ના તેના મોટા પુત્ર નરેશનું બાઈક ઘરે જોવા ન મળતા આ બાબતે પૂછતા નરેશે પ્રથમ તો વીમામાં મૂકયું હોય તેવું કહ્યું હતું. પરંતુ બાદમાં તેણે કહ્યું હતું કે, હત્પં ઓનલાઈન ગેમિંગમાં પિયા હારી જતા મારે પૈસાની જર હોય પત્ની પાયલ પાસેથી સોનાના બે ચેન એક પેન્ડલ બે સોનાની વીંટી તથા બાઈક મામાની મોજ નામની મોબાઇલની દુકાન ખાતે ગીરવી મૂકયા છે જેના બદલામાં દુકાનના માલિક સંદીપસિંહ જાડેજાએ મને ૯૦ હજાર આપ્યા છે. બાદમાં બાબુભાઈએ તેના સગા સંબંધીઓને આ બાબતે વાત કરી પૈસાની વ્યવસ્થા કરી તેના બનેવી મનસુખભાઈ રાઠોડ તથા નરેશને સાથે લઈ અહીં સંદીપસિંહની દુકાને ગયા હતા અને કહ્યું હતું કે, હત્પં ૯૦ હજાર લઈને આવ્યો છું ગીરવે મૂકેલી વસ્તુ પરત આપો. જેથી સંદીપસિંહે કહ્યું હતું કે ૯૦ હજાર નહીં મારે ૨.૮૨ લાખ લેવાના નીકળે છે. જેથી બાબુભાઈએ કહ્યું હતું કે, અમે તમારા બાકી નીકળતા પૈસા કટકે–કટકે કરી આપી દઇશું. આ સાંભળતા જ સંદીપસિંહ ઉશ્કેરાયો હતો અને જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો કહી પૈસા તો પુરા જ આપવા પડશે તેમ કહી દુકાનમાંથી કાઢી મૂકયા હતા. જેથી આ અંગે બાબુભાઈ જાદવે નોંધાવેલી ફરિયાદ પરથી સંદીપસિંહ જાડેજા વિદ્ધ યુનિવર્સિટી પોલીસે એટ્રોસિટીનો ગુનો નોંધ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં સમૂહ નવકાર મંત્ર જાપ, વિશ્વ નવકાર દિવસની ઉજવણી
April 09, 2025 01:08 PMજામનગરની આ સોસાયટીના સ્થાનિકો પોતાની રક્ષા પોતે જ કરે છે, જુઓ વિશેષ અહેવાલ
April 09, 2025 12:44 PMદુબઈમાં કઈ મહિલાએ પહેરી 100 મિલિયન ડોલરની બ્લુ ડાયમંડ રિંગ? જોનારાઓ રહી ગયા દંગ
April 09, 2025 12:39 PMજામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકા ફરી વિવાદમાં
April 09, 2025 12:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech