રોયલ પાર્ક પાસે સેટ્રોસા રોયલ એપાર્ટમેન્ટમાં રહેતા એડવોકેટને શેરબજારમાં રોકાણ કરવાથી સારા વળતરની લાલચ આપી દોઢસો ફટ રોડ ધ સ્પાયર– ૨ બિલ્ડિંગમાં ઓફિસ ધરાવનાર ભાઈ– બહેને પિયા ૧૪.૮૦ લાખની છેતરપિંડી કરી હોવા અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે દસ લાખના રોકાણ પર મહિને ૫૦,૦૦૦ ના વળતરની લાલચ આપી હતી પ્રથમ વળતર ચૂકવ્યા બાદ વર્તનની રકમ તથા મૂળ રકમ ન ચૂકવતા એડવોકેટ એ આ અંગે ફરિયાદ નોંધાવી છે.
કે.કે.વી હોલ પાસે રોયલ પાર્ક શેરી નંબર ૧૦ માં સેટ્રોસા રોયલ એપાર્ટમેન્ટ લેટ નંબર ૪૦૧ માં રહેતા એડવોકેટ સંજયભાઈ ધીભાઈ ભેસાણીયા (ઉ.વ ૪૭) દ્રારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે કલ્પેશ પ્રધુમનભાઈ ત્રિવેદી (રહે. અક્ષરનગર શેરી નંબર પાંચ, ગાંધીગ્રામ) અને તેની બહેન અલ્પા અમિતભાઈ ત્રિવેદીના નામ આપ્યા છે.
એડવોકેટ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, નવેમ્બર ૨૦૨૨ માં તેઓને બ્લુ ફીનકેર એલએલપી ફર્મ કંપનીમાંથી ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, શેરબજારમાં પૈસા રોકાણ કરવાથી સા વળતર મળશે જેથી તેમણે કહ્યું હતું કે, મારી ઓફિસે આવી સમજાવો. ત્રણેક દિવસ બાદ કંપનીમાંથી તેનો માણસ નિરંજનભાઇ ટેવાણી ઓફિસે આવ્યો હતો અને બ્લુ ફીનકેર એલએલપી કંપનીમાં શેરબજાર રોકાણ કરવા અંગે સમજાવ્યું હતું. બાદમાં એડવોકેટે તેમને કહ્યું હતું કે, તમારી કંપનીમાં પૈસા રોકાણ કરવાનું અન્ય કોઈ વ્યકિતનું એગ્રીમેન્ટ મને બતાવો તેમજ હત્પં કંપનીના ઓનરને મળવા માગું છું. ત્યારબાદ ત્રણ દિવસ પછી કલ્પેશ ત્રિવેદી અને મનીષ બંને ફરિયાદીની ઓફિસે આવ્યા હતા સાથે એગ્રીમેન્ટની નકલ પણ લાવ્યા હતા. કલ્પેશે કહ્યું હતું કે, બ્લુ ફિનકેર એલએલપી કંપનીમાં હત્પં તથા મારી બહેન અલ્પા અમિતભાઈ ત્રિવેદી ઓનર છીએ અને કંપનીમાં પેઢીના પૈસાનું રોકાણ કરશો તો તમને અમારી કંપની સાં એવું વળતર આપશે.
થોડા દિવસ બાદ એડવોકેટ ૧૫૦ ફટ રીંગ રોડ પર શીતલ પાર્ક પાસે બીઆરટીએસની સામે આવેલ ધ સ્પાયર– ૨ બિલ્ડીંગ ખાતે ઓફિસ નંબર ૮૧૦ માં આવેલી બ્લુ ફિનકેરની ઓફિસે ગયા હતા ત્યારે અહીં કલ્પેશ તથા મનીષ બેઠા હોય તેમણે પૈસામાં રોકાણ બાબતે સમજાવતા એડવોકેટ રોકાણની તૈયારી દર્શાવી હતી અને પિયા દસ લાખનું રોકાણ કરવા જણાવતા તેમણે કંપનીમાં મહિનામાં તારીખ ૫ અને તારીખ ૧૭ માં પૈસાનું પેમેન્ટ કરવું પડે છે તેમ કહેતા ફરી અહીં તારીખ ૧૬૧૨ ૨૦૨૨ ના ફરી ઓફિસે ગયા હતા અને બાદમાં તારીખ ૧૭૧૨ ના . ૫,૦૦,૦૦૦ ચેકથી અને પિયા ૫ લાખ રોકડ આપી કુલ પિયા ૧૦ લાખનું રોકાણ કયુ હતું. જેમાં વળતર પેટે . ૫૦,૦૦૦ માસિક ચૂકવવાનું નક્કી થયું હતું જે અંગેના સમજૂતી કરાર પણ કર્યા હતા. તારીખ ૧૦૭૨૦૨૩ ના ફરિયાદીને વળતર પેટે પિયા ૫૦,૦૦૦ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તારીખ ૨૯૭ ના પિયા ૨૫૦૦૦ ટ્રાન્સફર કર્યા હતા તારીખ ૩૦૭ ના ૨૨,૫૦૦ ત્યારબાદ ફરી એક વખત ૨૨,૫૦૦ એમ કુલ પિયા ૧.૨૦ લાખ વળતર પેટે મળ્યા હતા. પરંતુ ત્યારબાદ વળતર ચૂકવવાનું બધં કરી દીધું હતું જેથી ફરિયાદીએ તેમને અવારનવાર ફોન કરતા સંતોષકારક જવાબ આપ્યો ન હતો અને આજદિન સુધી મૂળ રકમ કે વળતરની રકમ ચૂકવી ન હોય આમ કુલ પિયા ૧૪. ૮૦ લાખ ફરીયાદીને આરોપી પાસેથી લેવાના નીકળતા હોય છે તે ન ચૂકવતા અંતે આ ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે બ્લુ ફીનકેર એલએલપી કંપનીના સંચાલક ભાઈ–બહેન સામે આઇપીસીની કલમ ૪૦૬, ૧૧૪ અને જીપીઆઇડી એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બનાવ અંગે વધુ તપાસ પીઆઈ એમ.જી.વસાવા ચલાવી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમણિપુરમાં JDU એ ભાજપને ઝટકો આપ્યો, સરકારમાંથી ટેકો પાછો ખેંચ્યો; શું નીતિશ કુમાર ફરી પાછા ફરશે?
January 22, 2025 05:34 PM'પુષ્પા 2'ના દિગ્દર્શકના ઘરે આવકવેરા વિભાગનો દરોડો, સુકુમાર એરપોર્ટ પર ઝડપાયા
January 22, 2025 05:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech