ભાવનગર શહેરના સીદસર રોડ અને સુભાષનગર સહિતના વિસ્તારમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસ હજુ માથામણ કરી રહી છે. ત્યારે નારી ચોકડી દસનાળા પાસે કેબીનમાં ચોરીનો બનાવ બન્યો હતો. ભાવનગર શહેર નજીક આવેલા નારી ચોકડી અમદાવાદ હાઇવે પર આવેલી પાનમાવાની કેબીનમાં તસ્કરો ત્રાટકી રોકડ સહીતની મત્તા ઉઠાવી પલાયન થયા હતા.
આ બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના નારી ચોકડી દસનાળા પાસે ચોરીની ઘટના સામે આવી હતી. અમદાવાદ શોર્ટ હાઇવે પર નારી ચોકડી નજીક દસનાળા પાસે આવેલી ઉજ્જવળ ફાસ્ટ ફૂડ નામની નાસ્તા તેમજ પાનમાવાની દુકાનના તાળા તૂટ્યા હતા. ગત મોડી રાત્રે તસ્કરોએ કેબીનના તાળા તોડી અને કેબિનમાં રહેલો પાનમાવાનો સમાન, નાસ્તાના પેકેટ અને રોકડ રકમ આશરે રૂપિયા સાત હાજર જોવો મુદ્દામાલ ઉઠાવી પલાયન થયા હતા. બનાવ અંગે દુકાનના માલિક આકાશ મથુરભાઈ મેરએ માહિતી આપતા જણાવ્યું હતું કે રાત્રીના સમયે કોઈ અજાણ્યા શખ્સો કેબીનના તાળા તોડી અંદર પ્રવેશી ચોરી કરી નાસી છૂટ્યા હતા. જેમાં અંદાજે રૂપિયા ૪૦ થી ૪૫ હાજરના મુદ્દામાલની ચોરી થઇ હોવાનું માલિક આકાશ દ્વારા મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું. આ અંગે વરતેજ પોલીસ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવા સહીતની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લાના મહત્વના એવા સાની ડેમ રીપેરીંગમાં તંત્રની ગંભીર નિષ્ક્રિયતા
April 14, 2025 11:52 AMઆરટીઓમાં લાયસન્સ લેવાની પ્રક્રિયામાં સ્લોટ બુકીંગ કરતી વખતે લોકો હેરાન-પરેશાન
April 14, 2025 11:46 AMરાજકોટ : અંડર 19 ક્રિકેટ ખેલાડીઓનો સિલેક્શન શરૂ
April 14, 2025 11:45 AMજામનગરમાં સિપાહી સમાજ દ્વારા રોઝેદાર બાળકોનો સન્માન સમારોહ યોજાયો
April 14, 2025 11:44 AMટ્રમ્પને મારવાના પ્લાનિંગના નાણા મેળવવા માતા–પિતાને મારી નાખ્યાં
April 14, 2025 11:40 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech