જેતપુર તાલુકાના સરધારપુર ગામ પાસે કોબા હનુમાનજીના મંદિરની બાજુમાં ભાદર નદીમાં એક અજાણ્યા પુષનો મૃતદેહ કાઢવામાં જેતપુર નગરપાલિકાની ટીમ પાણીનો પ્રવાહ વધુ હોય મૃતદેહ બહાર કાઢવામાં નિષ્ફળ નીવડી હતી. ત્યારબાદ ગોંડલ ફાયર વિભાગ દ્રારા મૃતદેહ કાઢવાની કામગીરી હાથ ધરી હતી.
ગત રવિવાર જેતપુરમાં રેલ્વેના જુના પુલ પાસે કોઈ શખ્સ પાણીના પ્રવાહ વચ્ચે ફસાઈ ગયો હોવાનો જાણ સ્થાનિકોએ નગરપાલિકાને કરી હતી. જે અનુસંધાને પાણીના પ્રવાહ વચ્ચે ફસાયેલ આ શખ્સના રેસ્કયુ માટે જેતપુર નગરપાલિકાનો ફાયર વિભાગનો સ્ટાફ પહોંચ્યો હતો. પરંતુ ત્યારે ડેમના દરવાજા ખુલ્લ ા હોય અને પાણીનો પ્રવાહ હોય એ તરવૈયાઓ ફસાયેલ વ્યકિત સુધી પહોંચી શકે તેમ ન હોવાથી અન્ય સ્થળેથી ફાયર વિભાગની ટીમને હોડી સાથે બોલાવી હતી. અને ચાર કલાકની જહેમત બાદ આ ટીમ ફસાયેલ વ્યકિત પાસે પહોંચતા તે વ્યકિત પાણીમાં ડૂબકી મારી પાણીમાં તરી કાંઠે આવી ગયો હતો.
યારે ગઈકાલે સરધારપુર ગામ પાસે કોબા હનુમાનજી મંદિરની બાજુમાં ભાદર નદીમાં એક કોઇ અજાણ્યા પુષનો મૃતદેહ તરતો હોવાની જેતપુર નગરપાલિકાને જાણ કરતા નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. અને ફાયર વિભાગના તરવૈયાઓ કમર દોરડા બાંધી પાણીના પ્રવાહમાં ઉતરયા હતા પણ પાણીનો પ્રવાહ ખૂબ વધુ હોવાથી કોઈ રીતે મૃતસેહ સુધી પહોંચી શકતા જ ન હતાં. જેથી ગઈકાલે ફરી હોડી સાથે અન્ય નગરપાલિકાની ગોંડલ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમને બોલાવવામાં આવી હતી.
એટલે કે, એ ગ્રેડની જેતપુર નગરપાલિકા પાસે આપાતકાલીન આપદા સામે લડવા માટે કોઈ સાધન સામગ્રી કે સ્ટાફ નથી. આમ તો જેતપુર નગરપાલિકા સરકારી ગ્રાન્ટનો દૂરવ્યય કરવામાં નંબર વન હોવાના આક્ષેપો થયા જ રાખતા હોય છે પરંતુ કોઈ આપદા સામે લડવા માટે રેસ્કયુ માટે કોઈ સાધન સામગ્રી જ ન હોય તે આવી એ ગ્રેડની નગરપાલિકા શું કામની તેવુ લોકો કહી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકામાં 1108 આહિર બાળકો દ્વારા ભગવદ્ ગીતાના શ્ર્લોકોનું સમૂહ પઠન
December 23, 2024 12:22 PMકાલાવડની મુલાકાતે હિન્દૂ સેના પહોંચી
December 23, 2024 12:18 PMકાલાવડ બાર એસોસિએશનની ચુંટણીના પરિણામ જાહેર
December 23, 2024 12:14 PMગૃહમંત્રી દ્વારા સંસદમાં આપેલા નિવેદનનો સુરજકરાડી ખાતે વિરોધ કરતા દલિત સમાજના આગેવાનો
December 23, 2024 12:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech