તાબડતોબ સીટની રચના, સ્થાનિક રાજકોટ પોલીસે પણ બનાવી ઈન્વેસ્ટીગેશન ટીમ

  • May 27, 2024 12:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સરકાર દર વખતે આવા સામુહીક મોત કાંડમાં સીટની રચના કરી નાખી હોય તેમ રાજકોટમાં સર્જાયેલા અગ્નિ કાંડમાં બનાવના દિવસે તુર્ત જ સીટની રચના કરી નાખી હતી અને મોરબી ઝુલતા પુલ કાંડમાં સીટ રચાઈ હતી તે અધિકારી સિનિયર આઈપીએસ ઓફિસર બહોળો અનુભવ ધરાવતા સીઆઈડી ક્રાઈમના અધિક પોલીસ મહાનિર્દેશક સુભાષ ત્રિવેદીને આ ટીમના વડા બનાવાયા છે. રાજકોટ શહેર પોલીસ દ્રારા પણ સમાંતર આવી એક ઈન્વેસ્ટીગેશન ટીમ બનાવવામાં આવી છે જેના અધ્યક્ષ તરીકે એડી. પોલીસ કમિશનર વિધિ ચૌધરીને જવાબદારી સોંપાઈ છે.

રાય સરકાર દ્રારા પાંચ સભ્યોની રચાયેલી સીટમાં આઈપીએસ સુભાષ ત્રિવેદી સાથે અન્ય ચાર સભ્યોમાં રાયના ટેકનીકલ એયુકેશન કમિશનર બંછાનીધી પાની, ગાંધીનગર ફોરેન્સીક સાયન્સ લેબના ડાયરેકટર એચ.પી.સંઘવી, અમદાવાદના ચીફ ફાયર ઓફિસર જે.એન.ખડીયા તેમજ માર્ગ મકાન વિભાગના કવોલેટી કંટ્રોલના સુપ્રિ. ઈજનેર એમ.બી.દેસાઈની નિમણૂંક કરવામાં આવી છે. આ કમીટીને ૭૨ કલાકમાં તપાસનો પ્રાથમીક અહેવાલ આપવા માટેની જવાબદારી સોંપાઈ છે. ત્યાર બાદ ૧૦ દિવસની અંદર સંપુર્ણ તપાસ તલસ્પર્શી અભ્યાસ સાથેનો વિગતવાર રીપોર્ટ આપવા હત્પકમ કર્યેા છે.

સીટ દ્રારા કયા સંજોગોમાં કયા કારણોસર આગનો બનાવ બનેલ છે ? ગેમઝોનની મંજુરી નિયમ અનુસાર બાંધકામ હતું કે કેમ ? ફાયર એનઓસી ગેમઝોનમાં આકસ્મીક સંજોગોમાં રાહત બચાવની વ્યવસ્થા, ઈમરજન્સી એકઝીટ માટેની વ્યવસ્થા તેમજ ગેમઝોનના સંચાલક તથા અન્ય કોઈ ઈજારેદારની નિષ્કાળજી બેદરકારી ચકાસવાની રહેશે. તેમજ ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે શું પગલા લેવા ? તેનો સંપુર્ણ અહેવાલ આપવાની જવાબદારી સોંપવામાં આવી છે. આજે આ સીટના પ્રાથમીક રીપોર્ટના આધારે ૬ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા હોવાનું જાણવા મળે છે. રાય સરકારના ગૃહ વિભાગ દ્રારા રચાયેલી સીટ બાદ અિકાંડની સમગ્ર ઘટનામાં નોંધાયેલ ગુનાની તપાસ રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્રારા તાલુકા પોલીસ પાસેથી લઈને ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે. આ સાથે તપાસ પર સંપુર્ણ નીરીક્ષણ અને માર્ગદર્શન રહે તે માટે સ્થાનીક ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરાઈ છે. જેમાં એડી. પોલીસ કમિશનર વિધિ ચૌધરીના વડપણ હેઠળ ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહીલ, ડીસીપી ઝોન–૨ સુધીરકુમાર દેસાઈ અને અન્ય અધિકારીઓ કામ કરશે


મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રીએ સ્થળ મુલાકાત લીધી
રાજકોટ દોડી આવેલા સી.એમ. ભુપેન્દ્રભાઈ પટેલ, એચ.એમ. હર્ષ સંઘવીએ ઘટના સ્થળની મુલાકાત લઈ અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ અન્ય હોસ્૫િટલમાં દાખલ ઈજાગ્રસ્તોના ખબર–અંતર પૂછયા હતા. સાથે અધિકારીઓ સાથે બેઠક કરી લાલઆખં બતાવી હતી તેવું જાણવા મળે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application