ઉપલેટાના અગ્રણી વેપારી અને શિક્ષીત ઢોલરીયા પરિવાર દ્રારા કુટુંબના મોભીએ પાંચ પેઢી જોતા તેમના ૯૬માં જન્મદિવસે જીવતું જગતીયું કરી આદિકાળથી ચાલ્યા આવતા મૃત્યુ બાદના કુરિવાજો અને હાલના સમયમાં દેખાદેખી માટે થતાં વિવિધ જાતના વ્યસન મુકત કરવા પુંજાબાપા ઢોલરીયા પરિવાર દ્રારા ઉપલેટા પંથકને નવો રાહ ચિંધ્યો છે.
ઉપલેટામાં સામાન્ય પરિવારના લાધીબેન અને સવજીભાઈ વિરજીભાઈ ઢોલરીયા પરિવારનું પ્રથમ સંતાન એટલે પુંજાબાપા ઢોલરીયા. ઘરની સાવ સાધારણ સ્થિતિમાં જન્મતા જ નાનપણથી જ મજુરી કરવાનો વારો પુંજાબાપાનો આવ્યો. પરિવારમાં સૌથી મોટું સંતાન એટલે માતા પિતા ઘરનો ખાડો પુરો કરવા મહેનત મજુરી કરતા સમય જતાં પુંજાબાપા પણ ખેતરમાં જઈ માતા પિતાને મદદ કરતા ખેત મજુરીની સાથે પ્રાથમીક અભ્યાસ માંડ પાંચ ચોપડી ભણી શકયા પણ મહેનતમાં પાછીપાની નહીં કરનાર પુંજાબાપાએ માત્ર ૨૨ વર્ષની વયે ટેલીફોન એકસચેંજમાં હેલ્પરની નોકરી સ્વીકારી પરિવારને આર્થિક મદદરૂપ થવા પ્રયત્ન કર્યેા. આ નાના પ્રયત્નથી આજે તેમનો પરિવાર લીલાલહેર કરી રહ્યો છે તે પુંજાબાપાનું ભાગ્ય કહો કે ભગવાનની કૃપા કહો તેવું તેમના બહેન પ્રભાબેને જણાવેલ. કેન્દ્ર સરકારના બીએસએનએલ વિભાગમાં નોકરી કર્યા બાદ ગત ૧૫મી જાન્યુઆરીએ ૯૬માં જન્મદિવસ હોવાથી તેમના મોટા પુત્ર બાબુભાઈ અને નાના પુત્ર અશ્ર્વિનભાઈ દ્રારા પિતાનું જીવતું જગતીયું કરી તમામ સમાજ તેમજ આમ જનતાને આદીકાળથી ચાલ્યા આવતા મૃત્યુ પછીના કુરીવાજોને તિલાંજલી આપવા અનેક યુવાનોમાં મોજશોખને વ્યસન મુકત કરવાના હેતુથી પિતાના જીવતા જગતીયું કરવાનો અવસર બનાવી ઉપલેટા પંથકને નવો રાહ ચિંધ્યો.
લેઉવા પટેલ સમાજ ભવનમાં વિવિધ સમાજ શ્રે ીઓ તેમજ તમામ સગા વ્હાલાઓ, વેપારીઓ, ઉધોગપતિઓ, સામાજીક સંસ્થાના આગેવાનો હાજર રહ્યા હતા. પુંજાબાપા ઢોલરીયાના જીવતા જગતીયામાં સર્વ પ્રથમ પુંજાબાપાના તમામ સ્નેહીજનોએ આશિર્વાદ લઈ પુંજાબાપાને આજના ઝડપી અને વિજ્ઞાન જીવનમાં આદીકાળથી ચાલ્યા આવતા મરણ પછીના કુરીવાજો અને છેલ્લ ા દોઢ દાયકામાં ઘેર ઘેર પહોંચી ગયેલ દારૂ, જુગાર, સિગારેટ, માવો, નોનવેજ જેવી વસ્તુથી દુર રહી આજના યુવાનોને મોબાઈલથી દુર રહી ધાર્મિક સત્સગં તરફ વળવું જોઈએ. પુંજાબાપાના જીવતા જગતીયા વખતે તેમની પાંચ પેઢી સાથે જોવા મળ્યા હતા જયારે પુંજાબાપાએ ૯૬ વર્ષ અને તેમના નાના ભાઈ નાગજીભાઈએ ૯૨ વર્ષે મૃત્યુ બાદ દેહદાન કરવાનો સંકલ્પ પત્ર ભર્યુ હતંુ. ઢોલરીયા પરિવારના પુંજાબાપા ઉ.વ.૯૬ નાગજીભાઈ ઉ.વ.૯૨ બે બહેન પ્રભાબેન ઉ.વ.૭૨ લાભુબેન ઉ.વ.૭૬ વર્ષની જૈફ વયે પણ આજે પોતાની રોજીંદી પ્રવૃતિઓ હાથે કરી રહ્યા છે. પુંજાબાપાના બન્ને પુત્રો બાબુભાઈ અને અશ્ર્વિનભાઈ મેડીકલ સ્ટોર ધરાવે છે. જયારે તેમના બન્ને પૌત્રો પણ મેડીકલ લાઈનમાં આગળ વધી રહ્યા છે. જયારે પૌત્રવધૂઓ ડો. ધ્રુવી ઢોલરીયા ડેન્ટલ સર્જન છે. જયારે બીજા પૌત્રવધુ ધર્મિ ાબેન ઢોલરીયા ટેકનીશ્યન તરીકે ગર્વમેન્ટ જોબ કરે છે. પુંજાબાપાની પાંચમી પેઢી મિશ્રી પણ આજે પોતાના પરદાદાના ખોળામાં આનદં માણી રહી છે.
નાગજીબાપાનું વૈષ્ણવ પરિવારમાં અનેરૂ યોગદાન
પુંજાબાપાના નાનાભાઈ નાગજીભાઈ આજે ૯૨ વર્ષની વયે પણ પોતાના રોજીંદા સમયમાંથી ટાઈમ કાઢી વૈષ્ણવ સંપ્રદાયમાં તુલસીની માળા કંઠી અનેરૂ મહત્વ છે તે માળા બનાવી વિવિધ ઠાકોરજીના થતાં મનોરથમાં પહોંચાડી પોતાનું યોગદાન આપી રહ્યા છે.
પુંજાબાપાનો પાંચમી પેઢીનો પૌત્ર કેજલ એમબીબીએસ કરી રહ્યો છે
પુંજાબાપા ઢોલરીયા પરિવાર શિક્ષીત પરિવાર ગણાય છે. આજે પાંચમી પેઢીનું સંતાન કેજલ હાલ બરોડા એમબીબીએસનો અભ્યાસ કરી ડોકટર બનવાનું સ્વપ્ન પુરૂ કરી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મનપા ખાતે સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં શહેરના વિકાસ કાર્યો માટે 3 કરોડ 42 લાખનો ખર્ચ મંજૂર
January 22, 2025 01:11 PMટેકાના ભાવે મગફળીની ગોકળગાય ગતિએ ચાલતી ખરીદી પ્રક્રિયા પર પાલ આંબલિયાએ લખ્યો પત્ર
January 22, 2025 12:32 PMનિરાશાની ખાઈમાંથી બહાર આવ્યો અક્ષય,'હેરા ફેરી 3'પર આપ્યું અપડેટ
January 22, 2025 12:25 PMઝીનત અમાનના ગળામાં ગોળી અટવાઈ, માંડ જીવ બચ્યો
January 22, 2025 12:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech