સાગઠિયા કાંડ: જમીન યુનિવર્સિટીની જ છે અને મહાપાલિકાએ ખોટી રીતે બિલ્ડરને ફાળવી છે

  • July 24, 2024 03:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાલ જેલમાં રહેલા રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠીયા એ ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર ૧૬ રૈયામાં કપાતમાં ન આવતી હોવા છતાં યુનિવર્સિટીની અંદાજે પિયા ૧૬ કરોડની જમીન ખાનગી આસામીને મફતમાં ફાળવી દીધાના પ્રકરણમાં સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ કમલસિંહ ડોડીયા એ આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ જમીન સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીની જ છે અને મહાનગરપાલિકાએ તેનો ખોટો ઉપયોગ કર્યેા છે.
સમગ્ર પ્રકરણ બાબતે બોલતા તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે આ સંદર્ભે સરકારમાં પણ પત્ર લખ્યો હતો અને સરકારે મહાનગરપાલિકામાં રજૂઆત કરવા માટે માર્ગદર્શન આપતા અમે ચાલુ મહિનામાં જ મહાનગરપાલિકાને આ બાબતે પત્ર લખ્યો છે.
ટાઉન પ્લાનિંગ સકીમ નંબર ૧૬ રૈયા રેવન્યુ સર્વે નંબર ૨૩ ના અંતિમ ખડં ની ૧૫૪૭ ચોરસ મીટર જમીન ખાનગી આસામીને મહાનગરપાલિકાએ ફાળવી છે. સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીને કોઈ જાતની જાણ પણ કરી નથી. નોટિસ પણ આપી નથી અને જે ખાનગી આસામીને આ જમીન ફાળવવામાં આવી છે તેણે કમ્પાઉન્ડ વોલ તોડી બાંધકામ કરી દીધું હોવાથી અમે મહાનગરપાલિકામાં રોજકામ રદ કરવા અને તોડી નાખવામાં આવેલી દિવાલ ફરી બાંધી આપવા માટે લેખિતમાં માગણી કરી છે. રાય સરકારે ૧૯૬૮ થી સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીને શૈક્ષણિક હેતુ માટે આ જમીન ફાળવી છે. આ જમીનમાં દબાણ થવાથી લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ કાર્યવાહી કરવા પણ અમે કલેકટર તંત્રમાં માગણી કરી હતી પરંતુ લેન્ડ ગ્રેબિંગ એકટની જોગવાઈ મુજબની આ બાબત નથી તેમ કહીને અમારી અરજીનો અસ્વીકાર કરવામાં આવ્યો છે તેમ પણ ડોડીયા એ કહ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application