પખવાડિયા પૂર્વે શહેરના ભાવનગર રોડ પર લાખાજીરાજ ઉધોગનગરમાં ગણેશ પંડાલ પાસે ગાળો બોલવાની ના કહેતા યુવાન પર છરી વડે હત્પમલો કરાયો હતો જેથી તેના માતા બચાવવા વચ્ચે પડતા તેને પણ પડખાના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો. આ અંગે ત્રણ શખસો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને પેરોલ ફર્લેા સ્કોર્વેાડની ટીમે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, લાખાજીરાજ ઉધોગનગર શેરી નંબર ૮ માં રહેતા કિરણબેન રાજેશભાઈ સલાટ (ઉ.વ ૪૫) દ્રારા ગત તારીખ ૧૬૯ ના રોજ થોરાળા પોલીસ સ્ટેશનમાં વિજય ઉર્ફે ડી, શકિત અને અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, તેમણે ઘર પાસે ગણેશ સ્થાપના કરી હોય આરોપીઓ અહીં ગણેશ પંડાલ પાસે ઝઘડો કરી ગાળો બોલતા હોય જેથી તેને ગાળો બોલવાની ના કહેતા આ બાબતનો ખાર રાખી તેમણે ફરિયાદીના પુત્ર રોહિતને ઢીકાપાટુનો માર માર્યેા હતો તેમજ તેના અન્ય પુત્ર રાહત્પલને ખંભાનાભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો. આ દરમિયાન ફરિયાદી પુત્રને બચાવવા વચ્ચે પડતા તેમને પેટનાભાગે છરીનો ઘા ઝીંકી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ અંગે થોરાળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
દરમિયાન પેરોલ ફર્લેા સ્કોર્વેાડના પી.આઈ સી.એચ.જાદવની રાહબરી હેઠળ પી.એસ.આઇ જે.જી.તેરૈયા તથા તેમની ટીમ તપાસમાં હતી ત્યારે આ મારામારીમાં ફરાર બંને આરોપી વિજય રાજેશભાઈ પરમાર ઉર્ફે ડી (ઉ.વ ૩૧ રહે. કુબલીયાપરા, શેરી નંબર ૫) અને શકિત ધમાભાઈ જાડેજા (ઉ.વ ૨૧ રહે. કુબલીયાપરા શેરી નંબર ૫) ને ભાવનગર રોડ પર રાજમોતી મીલ પાસેથી ઝડપી લઇ થોરાળા પોલીસના હવાલે કર્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech