મહાલક્ષ્મીના ૫૯ ટુકડા કરનાર હત્યારાએ ગળે ફાંસો ખાઈ લીધો

  • September 26, 2024 04:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઓરિસ્સાના ભદ્રક વિસ્તારમાં ઝાડ સાથે લટકતી એક વ્યકિતની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને મૃતકની ઓળખ મુકિત રંજન રાજય તરીકે કરી છે, જેની પાસેથી એક બેગ, નોટબુક અને સ્કૂટર મળી આવ્યું છે. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને રિપોર્ટ બાદ મૃતદેહ પરિવારને સોંપ્યો હતો.
સુસાઈડ નોટમાં મુકિત રંજને કબૂલાત કરી હતી કે, તેણેે બેંગ્લોરમાં મહાલક્ષ્મી નામની મહિલાની હત્યા કરી હતી. જે બાદ તેણે શરીરના ટુકડા કરી દીધા અને રેફ્રિજરેટરમાં રાખ્યા હતા. મુકિતના ભાઈની પૂછપરછ દરમિયાન બેંગ્લોર પોલીસને આ આત્મહત્યાની માહિતી મળી હતી, ત્યારબાદ બેંગ્લોર પોલીસે ઓરિસ્સા પોલીસનો સંપર્ક કર્યેા હતો અને કેસની પુષ્ટ્રિ કરી હતી. ઓરિસ્સા પોલીસના જણાવ્યા અનુસાર, મુકિતએ સવારે ૫ થી ૫:૩૦ કલાક દરમ્યાન આત્મહત્યા કરી લીધી હતી, યારે બેંગ્લોર પોલીસ તેનું લોકેશન ટ્રેક કરી રહી હતી અને તેને જલ્દી જ પકડવાની હતી.
યારે પોલીસે મહાલમી હત્યા કેસમાં મુખ્ય આરોપી મુકિત રંજન રોયની ઓળખ કરી લીધી હતી. પોલીસ સૂત્રોનું કહેવું છે કે, હત્યા બાદ આરોપી ફરાર હતો, જેના કારણે બેંગલુ પોલીસે ઘણા રાયોમાં તેની શોધ શરૂ કરી હતી. હવે તેણે ઓડિશામાં આત્મહત્યા કરી લીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમના મૃતદેહ પાસે એક સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં મુકિત રંજન રોયે હત્યાની કબૂલાત કરી છે અને કહ્યું છે કે તેણે આ ગુનો કરીને ભૂલ કરી છે.
મળતી માહિતી અનુસાર, મહાલક્ષ્મી બેંગલુરૂના વ્યાલીકવલ વિસ્તારમાં ત્રણ માળના મકાનના પહેલા માળે રહેતી હતી. ૨૧ સપ્ટેમ્બરના રોજ મહાલક્ષ્મીના રૂમમાંથી ફ્રિજ અને તેના મૃતદેહના ટુકડાઓ રૂમમાં વેરવિખેર પડેલા મળી આવ્યા હતા. આશંકા છે કે લગભગ ૧૯ દિવસ પહેલા મહાલક્ષ્મીની હત્યા કરવામાં આવી હતી. પોલીસને મહાલક્ષ્મીના રૂમમાંથી એક ટ્રોલી બેગ પણ મળી આવી હતી. બેંગલુરૂ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, સંભવ છે કે હત્યારાએ શરીરના અંગોને એક જ બેગમાં રાખવા અને તેને બહાર કયાંક નિકાલ કરવાનું કાવતંરૂ રચ્યું હતું. પરંતુ આ વિસ્તાર ખૂબ ગીચ હોવાથી કદાચ તેને શરીરના ટુકડાનો નિકાલ કરવાનો મોકો મળ્યો ન હતો.
રૂમની તપાસ બાદ પોલીસ સૂત્રો પણ માની રહ્યા છે કે હત્યા એ જ રૂમમાં થઈ હતી અને ત્યાં લાશના ટુકડા પણ કરવામાં આવ્યા હતા. કારણ કે જે રીતે મૃતદેહના ટુકડાને કોથળામાં રૂમમાંથી બહાર કાઢવું સહેલું ન હતું, તેવી જ રીતે મૃતદેહને બહારથી રૂમમાં લાવવો પણ શકય ન હતો. ક્રાઈમ સીનનું નિરીક્ષણ કર્યા બાદ પોલીસે એમ પણ કહ્યું હતું કે, હત્યા અને લાશના ટુકડા કર્યા બાદ રૂમ અને બાથરૂમ સાફ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહના ટૂકડા મહાલક્ષ્મીના પરિવારને સોંપવામાં આવ્યો હતો. જે બાદ બેંગલુરૂમાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.હવે સૌથી મોટો સવાલ એ છે કે, મહાલક્ષ્મીનો ખૂની કોણ છે અને હત્યાનું કારણ શું છે? તેથી જો બેંગલુરૂ પોલીસના સૂત્રોનું માનીએ તો તેમને મહાલક્ષ્મીનો ખૂની મળી આવ્યો હતો. એટલું જ નહીં, સૂત્રોએ એવો પણ દાવો કર્યેા હતો કે હત્યારાનો પરિવાર જેને તેઓ શોધી રહ્યા છે તે પણ મુંબઈમાં રહે છે. બેંગ્લોર પોલીસ એ જ હત્યારાના ભાઈ સુધી પહોંચી. હત્યારાના ભાઈએ પોલીસને જણાવ્યું કે, મહાલક્ષ્મીની હત્યા બાદ તેના ભાઈએ જ તેને કહ્યું હતું કે તેણે જ મહાલક્ષ્મીની હત્યા કરી છે.
હત્યારાના ભાઈની જુબાની ઉપરાંત, બેંગલુરૂ  પોલીસને સીસીટીવી કેમેરામાંથી હત્યારા વિશે મહત્વપૂર્ણ પુરાવા અને કડીઓ પણ મળી છે. વ્યાલિકવાલ વિસ્તારમાં યાં મહાલક્ષ્મી રહેતી હતી, તેના ઘર તરફ જતા અને જતા રસ્તાઓ પર કેટલીક જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. તે હત્યારો પણ તેમના કેમેરામાં કેદ થયો હતો. બેંગલુરૂ  પોલીસ કમિશનરે પોતે જણાવ્યું કે, પોલીસે હત્યારાની ઓળખ કરી લીધી છે અને તેને પકડવા માટે પોલીસની ટીમો દેશના ઘણા ભાગોમાં મોકલવામાં આવી છે.મળેલી માહિતી અનુસાર, બેંગલુ પોલીસ જે હત્યારાને શોધી રહી છે તે પણ હેર ડ્રેસર છે. મહાલક્ષ્મી સાથે પણ તેમનો ગાઢ સંબધં હતો. તે હેરડ્રેસર પશ્ચિમ બંગાળનો રહેવાસી છે. અત્યાર સુધીમાં હત્યારાનું નામ પણ મળી ગયું હતું, પરંતુ હત્યારા એલર્ટ ન થઈ જાય તે માટે તે નામ જાહેર કરવામાં આવ્યું ન હતું.મહાલક્ષ્મીની હત્યા બાદ તેના પતિ હેમતં દાસે શરૂઆતમાં આશંકા વ્યકત કરી હતી કે આ હત્યામાં તેનો અન્ય મિત્ર અશરફ સામેલ હોઈ શકે છે. અશરફ હેર ડ્રેસર પણ છે અને ઉત્તરાખંડનો વતની છે. સૂત્રોના જણાવ્યા અનુસા, અશરફને મહાલક્ષ્મી સાથે પણ ગાઢ મિત્રતા હતી. હેમતં દાસે તો અશરફ પર આરોપ લગાવ્યો કે અશરફ અને મહાલક્ષ્મી વચ્ચે અફેર હતું અને તે અફેરના કારણે તે અને મહાલક્ષ્મી ૯ મહિના પહેલા અલગ થઈ ગયા હતા.હેમંતની ફરિયાદ બાદ પોલીસે અશરફની શોધખોળ હાથ ધરી હતી. અશરફ બેંગલુરૂમાં હતો અને કામ પર હતો. પોલીસ તેને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવી હતી. અને તેની ઝીણવટભરી પૂછપરછ કરી હતી. તેના નિવેદનો, છેલ્લા ૨૦ દિવસમાં તેનું લોકેશન, કોલ ડિટેઈલ રેકોર્ડ અને પ્રત્યક્ષદર્શીઓની જુબાની બાદ પોલીસે અશરફને પૂછપરછ કર્યા બાદ છોડી મૂકયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, અશરફનો મહાલક્ષ્મીની હત્યા સાથે કોઈ સંબધં નથી. તેના બદલે અસલી ખૂની ઓડિશામાં હતો. જેને હવે મોતને ગળે લગાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application