નમો ભારત ટ્રેન દ્વારા દિલ્હીથી મેરઠ જવાની રાહ હવે પૂરી થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નમો ભારત ટ્રેનના નવા કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું. હવે દિલ્હીથી મેરઠની યાત્રા માત્ર 40 મિનિટમાં પૂર્ણ થશે.
સાંજે 5 વાગ્યાથી લોકો મુસાફરી કરી શકશે
પ્રધાનમંત્રીએ પ્રાદેશિક રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS)ના આનંદ વિહાર અને ન્યૂ અશોક નગર સ્ટેશનોથી નમો ભારત ટ્રેનના સંચાલનને લીલી ઝંડી બતાવી હતી. હવે રવિવારે સાંજે 5 વાગ્યાથી આ સ્ટેશનોથી મેરઠ સુધીના મુસાફરો માટે ટ્રેનનું સંચાલન શરૂ થશે.
પ્રવાસમાં કેટલો સમય લાગશે?
આનંદ વિહાર આ કોરિડોરનું પ્રથમ અન્ડરગ્રાઉન્ડ સ્ટેશન છે. અહીંથી મેરઠ દક્ષિણ પહોંચવામાં 35 મિનિટ લાગશે. આ દરમિયાન ટ્રેન નવ સ્ટેશનો પર ઉભી રહેશે. ન્યૂ અશોક નગર એ એલિવેટેડ સ્ટેશન છે. અહીંથી મેરઠ દક્ષિણની મુસાફરીમાં 40 મિનિટનો સમય લાગશે, ટ્રેન વચ્ચે 10 સ્ટેશનો પર ઉભી રહેશે.
નેશનલ કેપિટલ રિજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (NCRTC) એ નમો ભારત ટ્રેન માટે RRTS કોરિડોરનું નિર્માણ કર્યું છે. હાલમાં, સાહિબાબાદથી મેરઠ દક્ષિણ સુધીના 42 કિલોમીટરના કોરિડોર પર નવ સ્ટેશનોથી ટ્રેનો દોડી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું, આલોચના વચ્ચે લેવાયો નિર્ણય
January 06, 2025 10:03 PMમોર્નિંગ વોક પર જતાં પહેલા આ 3 વસ્તુઓ તમારા ટ્રેક સૂટના ખિસ્સામાં રાખો, થશે ફાયદો
January 06, 2025 08:48 PMઅતુલ સુભાષની પત્નીને હાઈકોર્ટનો મોટો ઝટકો, FIR રદ કરવાની અરજી ફગાવી
January 06, 2025 08:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech