પાર્ટી સંકલન મિટિંગમાં ફરી પોલીસ સાથે ઘર્ષણનો મુદ્દો ચર્ચામાં આવ્યા

  • November 20, 2023 03:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકામાં આજે જનરલ બોર્ડ મિટિંગ પૂર્વે મળેલી ભાજપ પાર્ટી સંકલનની મિટિંગમાં છેલ્લા ત્રણેક મહિના દરમિયાન પક્ષ તેમજ કોર્પોરેશનના કાર્યક્રમોમાં પોલીસ સાથે થયેલા ઘર્ષણનો મુદ્દો ચચર્યિો હતો અને આ મુદ્દે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાને પણ અમુક નગરસેવકોએ રજુઆત કરી હતી.

રેસકોર્ષમાં શહેર ભાજપ આયોજિત ગણેશોત્સવ, કિસાન પરા ચોકમાં મહાપાલિકા દ્વારા ભારત-પાક મેચનું જાહેર લાઈવ પ્રસારણ તેમજ ફાઇનલના લાઈવ પ્રસારણ મામલે પોલીસની મંજૂરી લેવાનો આગ્રહ અને અમુક આગેવાનો સાથે બોલાચાલી તેમજ દિવાળી ઉત્સવમાં પોલીસએ સાઉન્ડ બંધ કરાવવા કરેલા પ્રયોગોથી પક્ષમાં નારાજગી પ્રવર્તી ગઈ છે. ખાસ કરીને પદાધિકારીઓ અને હોદ્દેદારો સાથે આવું બને તો સામાન્ય નાગરિકોનું શુ થતું હશે ? તેવા સવાલો નગરસેવકોએ ઉઠાવ્યા હતા. પક્ષ અને પોલીસ વચ્ચે બનેલા ઉપરોક્ત ત્રણેય મામલે પ્રદેશ તેમજ સરકાર સુધી રજુઆત કરવામાં આવનાર હોવાની ચચર્િ થતી જોવા મળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application