કુંભારવાડા મોક્ષ મંદિરમાં લાકડાનો સળગાતો પ્રશ્ન યથાવત

  • January 17, 2024 06:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર શહેરનું સૌથી જૂનું હિન્દૂ મોક્ષ મંદિર સ્મશાન ગણાતા કુંભારવાડા મોક્ષ મંદિર ખાતે અંતિમવિધિ કરવા આવતા લોકોને ભારે હલાકી ભોગવી પડે છે. ચોમાસાની સીઝન ન હોવા છતાં લાકડાની અછત અને લીલા લાકડા હોવાથી પોતાના સ્વજનોને અંતિમવિધિ માટે આવતા ડાઘુંઓને મજબૂરીથી ઘરેથી લાકડા લઇને આવી અને અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. જે અંગે મોક્ષ મંદિર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવા ન આવતી હોવાના લોકો દ્વારા આક્ષેપ કરાયો હતો.


ભાવનગર શહેરના કુંભારવાડા મોક્ષ મંદિર ખાતે લાકડાની અછતથી અંતિમ સંસ્કારમાટે આવેતા લોકોને કલાકો સુધી હેરાન પરેશાન થવું પડે છે. ભાવનગરના રાજાશાહી સમયના અને વડવા વખતના સૌથી જુના મોક્ષ મંદિર ગણાતા કુંભારવાડા સ્મશાન ખાતે છેલ્લા કેટલાય સમયથી અંતિમ સંસ્કાર કરવા આવતા લોકોને લાકડાને લઇ ભારે હલાકીનો સામનો.કરવો પડે છે. ત્યારે આજે કુંભારવાડા મોક્ષ મંદિર ખાતે જુદા જુદા પરિવારના એક સાથે ત્રણ લોકો તેઓના સ્વજનોની અંતિમવિધિ માટે પહોંચ્યા હતા. પરંતુ મોક્ષ મંદિર ખાતે લાકડાના ગોડાઉનમાં લાડકાનો અભાવ અને જે લાકડા હતા તે લીલા હોવાનું ડાઘુંઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. જે અંગે પોતાના સ્વજનોને અંતિમક્રિયા માટે લઈને આવેલા લોકો મોક્ષ મંદિર તંત્રને જાણ કરવા ઓફિસ ખાતે પહોંચતા ત્યાં કોઈપણ હાજર નહી હોવાનું માલુમ પડ્યું હતું. જેને લઇ આખરે લોકોએ કંટાળી જઈ ત્યાં પડેલા લાકડા પોતાની જાતે ફાડી કટકા કરી અને.ચિતામાં મુકવામાં આવ્યા હતા. પરંતુ તે લાકડા પણ લીલા હોવાને લીધે ચિતા નહી સળગતા મજબૂરીથી હવા નાખવામાં માટે બ્લર લાવવું પડ્યું હતું. જ્યારે તેમ છતાં ચાર કલાક જેવો સમય વીતવા પછી પણ લાકડા નહી સળગતા આખરે લોકો પોતાના ઘરેથી તૂટેલા ઘોડિયા અન્ય વેસ્ટ લાકડાઓ લાવી અને પોતાના સ્વજનોની અંતિમ વિધિ કરાઈ હતી. સ્મશાન ખાતે આવેલા ડાઘુંઓએ આક્ષેપ કરાયો હતો કે, કુંભારવાડા મોક્ષ મંદિર ખાતે ગરીબ અને માધ્યમ વર્ગના લોકો મોટાભાગે આવતા હોય છે. ત્યારે મોક્ષ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા યોગ્ય વ્યવસ્થા ઝડપથી કરવામાં આવે તેવી માંગ કરી હતી. જેથી અન્ય લોકોને કોઈ મુશ્કેલી ન પડે અને મૃત્યુ બાદ પણ કોઈએ પોતાના સ્વજનોની વિધિ માટે પરેશાની સામનો કરવો ન પડે તેવું માંગ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application