વેરાવળ બંદરેથી ગીર સોમના પોલીસે ગઇકાલે ૩૫૦ કરોડનો હેરોઇનનો જથ્થો ઝડપી લીધો હતો.જેમાં પ્રામિક તપાસમાં હોરોઇનનો આ જથ્થો રાજકોટ બાયપાસ પાસે સપ્યાલ કરવાનો હોવાનું સામે આવ્યું હતું.ત્યારે રાજકોટમાં માલ કોને સપ્યાલ કરવાનો હતો તે મુદે પોલીસે તપાસ કેન્દ્રિત કરી છે.જયારે કરોડોના આ હેરોઇન મામલે સનિક પોલીસ ઉપરાંત એટીએસની ટીમે પણ તપાસમાં ઝંપલાવ્યું છે.
ગીર સોમના જિલ્લાના એસપી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મળેલી બાતમીના આધારે એલસીબી પીઆઈ એમ.એન.રાણા, એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ એ.બી.જાડેજા સહિતની ટીમે ગઇકાલે રાત્રે વેરાવળ બંદર નજીકી ઇકો કારમાં પસાર યેલા આસીફ ઉર્ફે કારા જુસબ સમા (ઉ.વ૨૪, રહે. બેડેશ્વર, હાઉસીંગ બોર્ડ, રૂમ નં. ૪૦, જામનગર) અને તેના મિત્ર અરબાઝ અનવર પમા (ઉ.વ.૨૩, રહે. ગુલાબનગર, ગોસિયા મસ્જિદ પાસે, જામનગર)ને અટકાવી ઇકો કારની તલાશી લેતાં અંદરી આશરે ૨૫ કિલો હેરોઇનનો જથ્થો મળી આવ્યો હતો.
ત્યારબાદ આસીફે આપેલી માહિતીના આધારે નલીયા ગોદી પાસેી ધર્મેન્દ્ર બુધીલાલ કશ્યપ (ઉ.વ.૩૦, મહમદપુર નરવાલ, પોસ્ટ કુર્ની, જિલ્લો કાનપુર, યુપી)ના કબજામાંથી બીજુ આશરે ૨૫ કિલો હેરોઇન ઝડપી પાડયું હતું.
આ ત્રણેય આરોપીઓની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આસીફ જામનગરી રાજકોટ રૂટ પર ઇકોના ફેરા કરે છે. બે વર્ષ પહેલાં તેની કારમાં જોડિયાનો ઇશાક પેસેન્જર તરીકે બેઠો હતો. જેને કારણે બંને વચ્ચે પરિચય યો હતો, તે વખતે ઇશાકે, આસીફને માળિયા મિયાણા ખાતેી એક પાર્સલની ડીલીવરીનું કામ સોંપ્યું હતું. જેના બદલામાં તેને રૂ. ૨૦ હજાર આપ્યા હતાં. આ પાર્સલમાં પણ ડ્રગ્સ હોવાનું હવે સ્પષ્ટ બન્યું છે.
આ મામલે ગીરસોમના જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ વિગતો આપતા જણાવ્યું કે,કરોડોના આ હેરોઇન મામલે અત્યાર સુધીની તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે, હિરોઈનનો આ જથ્ો ઓમાન અને પાકિસ્તાનની દરિયાઈ સરહદ પાસેી ઈરાનના મુરતુજા નામના શખસે સપ્લાય કર્યો હતો. આ જથ્થો વેરાવળ બંદરેી રાજકોટ બાયપાસ પાસે પહોંચાડવાનો હતો. આરોપીઓ જોડીયાના ઇશાક સો સંપર્કમાં હતા અને તેની સૂચના મુજબ માલ આગળ ક્યાં લઈ જવાનો હતો તે માલુમ પડવાનું હતું. રાજકોટમાં માલ સપ્લાય કરવાનો હતો કે, અન્ય સ્ળે તે જોડિયાના ઇસાકના ઝડપાયા બાદ જ માલુમ પડશે. અગાઉ આ પ્રકારે માળિયા મીયાણામાં પણ માલ સપ્લાય કર્યો હોય જે ગુનામાં તે ફરાર છે સૌરાષ્ટ્રમાં માદક પર્દાના હેરફેરના આ નેટવર્કમાં ઈશાકની ભૂમિકા ખૂબ મહત્વની છે ત્યારે ઇસાકના ઝડપાયા બાદ મહત્વની વિગતો બહાર આવશે. માલ રાજકોટમાં જ સપ્લાય કરવાનો હતો કે અહીં બાયપાસી અન્ય ક્યાંય લઈ જવાનો હતો તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.
બીજી તરફ ૩૫૦ કરોડના હિરોઈનનો આ જથ્થો ઝડપાવતા અને ઓમાન- પાકિસ્તાની દરિયાઈ માર્ગે તરફી આ જથ્થો આવ્યો હોય ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ એટીએસની ટીમે પણ તપાસમાં ઝંપલાવ્યું છે. સનિક પોલીસ અને એટીએસ બંને દ્વારા સંયુક્તપણે માદક પર્દાની હેરફેરના આ નેટવર્કને ભેદવા માટે હાલ તપાસનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech