રાજકોટની ઝનાના (એમસીએચ) બ્લોકના ગાયનેક વિભાગના બે નસગ સ્ટાફે દર્દીઓના હક્ક ઉપર તરાપ મારી એજિલસ લેબમાં પોતાના અને પરિવારના રિપોર્ટ કરાવી લીધાનો ભંડાફોડ થયાના સમાચાર આજકાલમાં પ્રસિધ્ધ કરવામાં આવતા જેની નોંધ લઇ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ દ્રારા તપાસ કમિટી નીમી છે. તપાસ કમિટી દ્રારા બે સિવાય અન્ય કોઈ નસગ સ્ટાફે કે દર્દીઓના નામે રિપોર્ટ કરાવ્યા છે કે કેમ તે અંગે પણ તપાસ કરી દર મહિને આવતા એજિલસ લેબના બિલની પણ તપાસ કરવામાં આવશે તેમ સિવિલ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું છે.
સિવિલ હોસ્પિટલની વહીવટી પ્રક્રિયામાં પારદર્શકતા લાવવા સહિતના સુધારા ખતં પૂર્વક હોસ્પિટલના જવાબદાર અને તેમની ટીમ દ્રારા કરવામાં આવી રહ્યા છે પરંતુ ચોક્કસ તબીબો, નસગ સ્ટાફ અને કર્મચારીઓના કારણે હોસ્પિટલને વિવાદોમાં ઢસડાવું પડી રહ્યું છે. સમગ્ર નસગ ક્ષેત્રને લાંછન લાગે એવા ઝનાના હોસ્પિટલના ૫૦ હજારથી વધુના પગારદાર નસગ કર્મચારીએ પોતાના અને પરિવારના બ્લડ સેમ્પલ સિવિલ સાથે એમઓયુ કરવામાં આવેલી એજિલસ લેબમાં મોકલી દઈ તેનું બિલ સરકારી ચોપડે ચડાવાયું હતું. દર મહિને લાખો પિયાનું એજિલેસ લેબનું બિલ ઝનાનાના જવાબદાર તબીબ પાસે આવતા રિપોર્ટ કરાવનાર નસગ સ્ટાફના નામ જોતા જ મામલો સામે આવ્યો હતો અને કેટલીક મઠાગાંઠ બાદ આ બિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફિસમાં જાય અને વાત વણસે એ પહેલા ઢાંકોઢુંબો કરવા માટેની ગોઠવણ કરવામાં આવી હતી અને નસિગ સ્ટાફ પાસેથી બિલ વસુલ કરવામાં આવ્યું હતું. બિલ વહીવટી વિભાગમાંથી પણ પસાર થઈ ગયા સુધી ખબર પડી નહતી પરંતુ બહારના વર્તુળો મારફતે આજકાલને જાણકારી મળતા આ અંગેના સમાચાર પ્રસિધ્ધ કરવામાં આવતા સમગ્ર ઝનાના હોસ્પિટલમાં હડકપં મચી ગયો હતો.
નસિગ સ્ટાફે રિપોર્ટ કરાવ્યો હતો એ એજિલેશ લેબને મહિને લાખો પિયાનું બિલ રોગી કલ્યાણ સમિતિ (આરકેએસ)માંથી ચૂકવાય છે. જે હોસ્પિટલ અને દર્દીઓની ઉપયોગીતા માટેની કમિટી છે. જે એજિલેશ લેબમાં રિપોર્ટ કરવામાં આવ્યા છે એ એજિલેશ ડાયોસ્ટિક લેબમાં ગરીબ દર્દીઓના જરિયાત મુજબ રિપોર્ટ કરાવવામાં આવી રહ્યા છે. માટે નસગ સ્ટાફે રીતસર ગરીબોના હક્ક ઉપર તરાપ મારી હોવાનું સ્પષ્ટ્ર થયું છે
સેમ્પલની સિસ્ટમ ગોઠવવી જરૂરી
સિવિલ હોસ્પિટલ અને એજિલેશ ડાયોસ્ટિકસ વચ્ચે પીપીપીના ધોરણે એમઓયુ કે ટેન્ડર થકી કામગીરી કરવામાં આવી રહી છે, જે રિપોર્ટ સિવિલ હોસ્પિટલની લેબમાં નથી થઇ શકતા એ રિપોર્ટ જે તે ડોકટરના સિેચર અને સ્ટેમ્પ સાથે ફોર્મ ભરીને એજિલેશ લેબમાં કરાવવામાં આવી રહ્યા છે જેમાં દર્દીઓને પણ લેબ સુધી સેમ્પલ લઈને મોકલવામાં આવે છે. ત્યારે મહિને હજારો સેમ્પલ એજિલેશ લેબમાં હોસ્પિટલ દ્રારા મોકલવામાં આવી રહ્યા છે ત્યારે તેનો રેકોર્ડ નિભાવ માટે સિસ્ટમ ગોઠવવા માં આવે તો હોસ્પિટલના કયાં વોર્ડમાંથી કયાં ડોકટરના રેફરન્સથી અને કયાં દર્દીના સેમ્પલ મોકલવામાં આવ્યા એ જરથી જાણી શકાય છે. આ ઉપરાંત લેબનું મહિને લાખો પિયાનું બિલ આવે તે પણ ટેલી થઇ શકે છે. પરંતુ આ માટે સિવિલના જવાબદારો દ્રારા સિસ્ટમ ઉભી કરવી હવે ફરજીયાત બની છે
વોર્ડ નં–૧૦માં યુવકને દાખલ કરવાને બદલે તગેડી મુકતા પાકિગમાં રાત વિતાવી મુત્યુ થયાના બનાવમાં
રાજકોટ સિવિલ હોસ્પિટલના વોર્ડ નં–૧૦માં ગત તા.૧૮–૧૦ના રાત્રીના ગોંડલના વાસાવડના યુવાનને દાખલ કરવાને બદલે નીચે તગેડી મુકતા ગંભીર હાલતમા પાકિગમાં જ રાત વિતાવી હતી અને સવારે મુત્યુ થયું હતું. આ ગંભીર બનાવમાં આજકાલ દ્રારા એકસકલુઝિવ સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. જેની નોંધ લઈ સિવિલ સુપ્રિન્ટેન્ડેટ દ્રારા તાત્કાલિક અસરથી તપાસ સમિતિ બનાવી હતી જે તપાસ સમિતિએ તપાસ પૂર્ણ કરી રિપોર્ટ સુપ્રિન્ટેન્ડેન્ટને સુપ્રત કર્યેા છે જે રિપોર્ટના આધારે મેડિકલ કોલેજના ડીન અને સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ એક–બે દિવસમાં ફરજમાં જે જે લોકોની બેદરકારી છતી થશે તેની સામે શિક્ષાત્મક કાર્યવાહીના આદેશ કરવામાં આવનાર છે.
બનાવની વિગત એવી હતી કે, ગોંડલના વાસાવડ ગામે રહેતો સતીષ બાબુભાઇ (ઉ.વ.૩૧)ના યુવકને ગત તા.૧૮૧૦ના રાત્રીના તેનો મિત્ર ગુલઝાર અબ્દુલ શેખ રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવતા ઇમરજન્સી વોર્ડમાં ફરજ પરના તબીબએ જોઈ તપાસી વોર્ડ નં–૧૦માં દાખલ કરવા માટે મોકલી આપ્યા હતા પરંતુ વોર્ડ નં–૧૦માં ફરજ પરના તબીબએ દર્દીને દાખલ કરવાને બદલે વોર્ડમાંથી નીચે મોકલી દઈ સારવાર આપી નહતી. ગંભીર હાલતમાં દર્દી અને તેના મિત્રએ આખી રાત પાકિગમાં વિતાવી હતી અને ૧૯મીએ વહેલી સવારે દર્દી યુવકને તેનો મિત્ર જગાડતા જાગતો ન હોવાથી ફરજપરના હેલ્પ ડેસ્કના સ્ટાફ તેમજ સિકયોરિટી સહિતનાએ પાકિગમાંથી સ્ટેચર મારફતે ઇમરજન્સી વોર્ડમાં લાવતા ફરજ પરના તબીબે જોઈ તપાસી મરણ જાહેર કર્યેા હતો. મૃતક યુવક સાથે રહેલા તેના મિત્રને ઇમરજન્સી વિભાગના ફરજ પરના તબીબ દ્રારા પૂછવામાં આવતા દર્દીના મિત્રએ કહ્યું હતું કે, વોર્ડ–૧૦માં દાખલ કરવા માટે લઇ જતા ત્યાં કાગળ બતાવતા અમને નીચે મોકલી દીધા હતા એ પછી અમે પાકિગમાં રાત વિતાવી હતી. વાત સાંભળતા ઈમરજન્સીના ફરજ પરના તબીબે મેડિકલ વોર્ડ–૧૦ના રેસિડેન્ટને બોલાવી દર્દીને દાખલ કેમ નથી કરતા ? આ રીતે ન ચાલે આ ડીસી થઇ ગયું છે તેમ પણ કહ્યું હતું. પરંતુ ડોકટર નામને કલકં લગાડતા ફરજ પરના રેસિડેન્ટ સહિતનાએ હોબાળો ન થાય એ માટે યુકિત પ્રયુકિતથી મૃતદેહને આઈસીયુમાં લઇ જઈ વેન્ટીલેટર પર રાખી નાટક ઉભું કયુ હતું અને સાથે રહેલા તેના મિત્રને એવું કહ્યું હતું કે, આના સગાને બોલાવી લ્યો દર્દી સિરિયસ છે. આથી મૃતકના ભાઈને જાણ કરતા એ હોસ્પિટલ પહોંચી મૃતદેહનો કબ્જો લીધો હતો. અશીક્ષિત પરિવાર હોવાથી તબીબે ઉઠા ભણાવી દેતા મૃતદેહનું પીએમ પણ કરાવ્યું નહતું. આવા ગંભીર બનાવ અગાઉ પણ બન્યા છે એન ફરી પાછા ન બને એ માટે દર્દીઓના હિતમાં આજકાલ દ્રારા વિસ્તૃત સમાચાર પ્રસિધ્ધ કરવામાં આવતા સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મોનાલી માકડીયા દ્રારા તાકીદે અસરથી તપાસ કમિટી બનાવવામાં આવી હતી. અને આ કમિટી દ્રારા ૨૦ થી ૨૫ દિવસ સુધીની લાંબી તપાસ પૂર્ણ કરી સુપ્રિન્ટેન્ડેન્ટને રિપોર્ટ કરવામાં આવ્યો છે અને આ રિપોર્ટના આધારે સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. મોનાલી માકડીયા અને મેડિકલ કોલેજના ડીન ડો.ભારતી પટેલ ચર્ચા વિચારણા કરી જવાબદાર તબીબ સહિતના સામે આકરી કાર્યવાહી કરશે એવા નિર્દેશ મળી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMએગ્રીસ્ટેક પોર્ટલ પર તકનીકી ખામી: ખેડૂતોની નોંધણી અટકી, પીએમ કિસાન હપ્તો મેળવવામાં મુશ્કેલી
November 22, 2024 05:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech