રાજયના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનનો પારો થોડો નીચે ઉતર્યેા છે અથવા તો થોડો ઉપર ગયો છે. લઘુતમ તાપમાનમાં સામાન્ય ફેરફાર છતાં આજે બરફીલા પવનો અને ઠારનું જોર વધી જતા ઠંડીની તીવ્રતામાં વધારો થયો છે. રાજકોટ અને નલિયામાં લઘુતમ તાપમાન સિંગલ ડિઝિટમાં નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ આજે એકાએક ૭૫ થી ૮૦% આસપાસ પહોંચી ગયું છે. નલિયામાં ૭૫ ટકા ભેજ આજે નોંધાયો છે જયારે અમદાવાદમાં તેનું પ્રમાણ ૮૧ ટકા છે.
નલિયામાં ગઈકાલે ૫.૭ ડિગ્રી લઘુતમ તાપમાન હતું તે આજે વધીને ૬.૪ ડિગ્રી થયું છે. યારે રાજકોટમાં ગઈકાલે ૧૦.૮ ડિગ્રી લઘુતમ તાપમાન હતું તે ઘટીને ૯.૫ ડિગ્રી થઈ ગયું છે. ભુજમાં આજે લઘુતમ તાપમાન ૧૦.૨ ડિગ્રી નોંધાયું છે જે ગઈકાલ કરતાં એક ડિગ્રી ઓછું છે.
અમરેલીમાં એક ડિગ્રીના વધારા સાથે આજે ૧૨.૬ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. ભાવનગરમાં ગઈકાલે અને આજે એકસરખું ૧૫.૪ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. આવું જ દ્રારકામાં બન્યું છે અને ત્યાં ૧૬.૨ ડિગ્રી આજે લઘુતમ તાપમાન નોંધાયું છે. ઓખામાં ગઈકાલે ૧૮.૮ અને આજે ૧૯.૨ ડિગ્રી મિનિમમ ટેમ્પરેચર રહેવા પામ્યું છે પોરબંદરમાં ત્રણ ડિગ્રી જેટલો વધારો લઘુતમ તાપમાનમાં થયો છે. ગઈકાલે ૧૦.૯ અને આજે ૧૪ ડિગ્રી લઘુતમ તાપમાન પોરબંદરમાં રહ્યું છે. વેરાવળમાં એક ડિગ્રીના ઘટાડા સાથે આજે ૧૫.૪ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
ગિરનાર પર્વત અને જુનાગઢ શહેરમાં આજે લઘુતમ તાપમાન ઝડપથી ઉચકાયુ છે. આજે ગિરનાર પર્વત ઉપર ૧૧.૨ જુનાગઢ શહેરમાં ૧૬.૨ અને ભવનાથ તળેટીમાં ૧૪.૨ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
અમદાવાદમાં આજે એક ડિગ્રીના ઘટાડા સાથે લઘુત્તમ તાપમાન ૧૩.૪ ડિગ્રી નોંધાયો છે. ડીસાના લઘુતમ તાપમાનમાં ખાસ ફેરફાર નથી. ગઈકાલે ૧૨.૮ અને આજે ૧૨.૯ ડિગ્રી નોંધાયું છે. વડોદરામાં એકાદ ડિગ્રીના વધારા સાથે આજે ૧૪.૬ અને સુરતમાં દોઢ ડિગ્રીના વધારા સાથે આજે ૧૬.૮ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર્ર કચ્છના અમુક વિસ્તારોમાં અને તેમાં પણ ખાસ કરીને પોરબંદર નલિયામાં કોલ્ડ વેવની આગાહી કરી હતી.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગપે જમ્મુ કશ્મીરમાં બરફ વર્ષા થઈ રહી છે અને આવું બીજું એક પ્રભાવશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગામી તારીખ ૨૭ થી ઇફેકિટવ બનતું હોવાથી ત્યાર પછી ઠંડીના પ્રમાણમાં વધારો થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્ટની સાથો સાથ સાયકલોનિક સકર્યુલેશન પણ જોવા મળે છે.
દરમિયાનમાં બંગાળની ખાડીમાં આજે વેલમાર્ક લો પ્રેશર સર્જાયું છે અને તે નોર્થ વેસ્ટ દિશામાં આગળ વધી રહ્યું છે. આગામી ૧૨ કલાકમાં તે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈને આંધ્ર પ્રદેશ તરફ આગળ વધશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech