શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલે આજે ગીર સોમનાથ જિલ્લ ાના વેરાવળ ખાતે આવેલ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે નવનિર્મિત થનાર સોમેશ્વર કુમાર છાત્રાવાસ (બોય્ઝ હોસ્ટેલ) તથા નટેશ્વર રંગમંચનો શિલાન્યાસ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે કર્યેા હતો.
શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલે આ અવસરે જણાવ્યું હતું કે, આપણાં વેદ, પુરાણ ઉપનિષદોમાં સમાજ જીવનને દર્શિત કરતા જ્ઞાનનો ભંડાર ભરેલો છે. આ ગ્રંથો સંસ્કૃતમાં લખાયેલા છે ત્યારે તેને તેમાંથી બહાર લાવી લોકભોગ્ય બનાવવાની જરિયાત છે.
આ સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે, એક સમયે ઇઝરાયેલની હિબ્રુભાષા વિલુપ્રાય હતી, પરંતુ તેને બચાવવા માટેના પ્રયત્નો થવાથી આજે તે બચી શકે છે અને મોટા પ્રમાણમાં વિકસિત થઈ શકે છે. તેની સામે આપણી પાસે સંસ્કૃતિના જ્ઞાતાઓના વટવૃક્ષો છે, ત્યારે તેમનો લાભ લઈને આ સંસ્કૃતિમાં આરોપિત થયેલાં જ્ઞાનને આધારે સમાજને પ્રકાશિત કરવાની જર છે.
શિક્ષણથી માંડીને ધન્વંતરીના આરોગ્ય સુધીના જ્ઞાનને સંસ્કૃત ગ્રંથોમાં સમાહિત કરવામાં આવેલું છે, ત્યારે આજે સંસ્કૃત શીખવાની જર છે.
સામાન્ય રીતે અંગ્રેજી બોલતો વ્યકિત આપણને વિદ્રાન લાગે, પરંતુ એક સમય આપણે એવો લાવવો છે કે, યારે સંસ્કૃત બોલનાર વ્યકિત સામે સામેની વ્યકિત અહોભાવથી જૂએ તેવા સમાજનું આપણે નિર્માણ કરવું છે.
સોમનાથ ખાતે સને ૧૯૫૧–૫૨માં સોમનાથ ટ્રસ્ટની રચના સાથે આ જ ક્ષેત્રમાં સંસ્કૃતના પ્રચાર–પ્રચારનું કેન્દ્ર બને તેવો સંકલ્પ કરવામાં આવ્યો હતો. તેને વાસ્તવમાં સાકાર કરતા વર્ષ ૨૦૦૫–૦૬ માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તત્કાલિન મુખ્યમંત્રી રહેતાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી બનાવીને આ સંકલ્પને સાકાર કર્યેા હતો.
સંસ્કૃતની મહત્વના વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, જર્મનીમાં પણ સંસ્કૃત વંચાય છે. ૨૦૦ જેટલી કોલેજોમાં સંસ્કૃત વિભાગ છે. ત્યારે રાય સરકાર દ્રારા આપણી પુરાતન સંસ્કૃતિ ભાષાને આગળ લઈ જવા માટે કટિબદ્ધ છે, તેમ વધુમાં તેમણે જણાવ્યું હતું.
યુનિવર્સિટીના કુલપતિ પ્રો. સુકાંતકુમાર સેનાપતિએ સ્વાગત પ્રવચન કરતાં યુનિવર્સિટીએ આટલા વર્ષેામાં મેળવી સિદ્ધિઓની વાત કરી હતી. યુનિવર્સિટીના કાર્યકારી કુલસચિવ ડો. લલિતકુમાર પટેલે આભાર વિધિ કરી હતી.
આ અવસરે યુનિવર્સિટી દ્રારા પ્રકાશિત બે પુસ્તકો 'સંસ્કૃતેવૃત્યવસરા:' અને 'સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વાર્ષિક અહેવાલ'નું મહાનુભાવના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર - રાજકોટ હાઈવે પર કાર પલ્ટી જતા અકસ્માત
April 29, 2025 12:18 PMઓખામંડળના ક્રાંતિવીર મુરૂભા માણેકની પૂણ્યતિથિએ સ્કૂટર રેલી
April 29, 2025 12:15 PMજામનગર સહિત હાલારમાં પરશુરામ જયંતિની સાદગીપૂર્ણ ઉજવણી
April 29, 2025 12:10 PMજામખંભાળીયાના શખ્સ સામે પાસાનું શસ્ત્ર ઉગામતી પોલીસ
April 29, 2025 12:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech