ઈન્ચાર્જ ફાયર ઓફિસર દોઢ માસથી આવ્યો'ને લાંચ લેવા લાગ્યો

  • August 13, 2024 12:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકા ભ્રષ્ટ્રાચારના ભોરીંગ હોવાનું અને હમ નહીં સુધરેંગે એવું જાણે અધિકારીઓ ઠાની લીધું હોય તે રીતે અિકાંડની ગોઝારી ઘટના બાદ પણ બેઅસર એવા ફાયર બ્રિગેડ વિભાગના નવા ઈન્ચાર્જ ફાયર ચિફ ઓફિસર અનિલ બેચરભાઈ મારુએ રાજકોટમાં પોસ્ટીંગ થયાની સાથે જ ભ્રષ્ટ્રાચારની દુકાન ઉઘાડે છોગ શરૂ કરી દીધી હોય તેમ ગઈકાલે એસીબીએ અનિલ મારુને તેની જ ફાયર બ્રિગેડની ઓફિસમાંથી ૧.૮૦ લાખની લાંચ લેતા રંગેહાથ પકડી પાડા છે. આ મહાશય હજુ દોઢ માસ પહેલા જ રાજકોટ ફાયર બ્રિગેડના ઈન્ચાર્જ ચિફ તરીકે મૂકાયા છે. જરાપણ શરમ કે ડર ન હોય તે રીતે લાંચ લેવાનો આરભં કરી દીધાનું પૂરવાર થઈ રહ્યું છે.
રાજકોટ મહાપાલિકા દ્રારા અિકાંડ પછી ફાયર એનઓસીના નિયમોનું પાલન વધુ કડક કરી દેવાયું છે. યાં પૂરતા સાધનો ન હોય તેવા બિલ્ડીંગ સીલ કરી દેવાય છે અને નવા બનતા બિલ્ડીંગમાં ફાયરની પૂરી વ્યવસ્થા બાદ જ એનઓસી ઈશ્યુ કરવામાં આવે છે. અિકાંડમાં જેલમાં પૂરાયેલા રાજકોટ મહાપાલિકાના ફાયર વિભાગના ચિફ ઈલેશ ખેરની જગ્યાએ રાય સરકાર દ્રારા ભુજના ફાયર ઓફિસર અનિલ મારુનું પોસ્ટીંગ કરવામાં આવ્યું હતું. અનિલે દોઢ માસ પહેલા ૨૯–૬ના રોજ રાજકોટના ઈન્ચાર્જ ફાયર ચિફ તરીકે ચાર્જ સંભાળ્યો હતો. રાજકોટમાં બિલ્ડીંગને ફાયર એનઓસી આપવામાં આખરી મત્તુ અનિલ મારુનું લાગતું હતું. એક બિલ્ડર દ્રારા પોતે બનાવેલા બિલ્ડીંગના ફાયર એનઓસી માટે અરજી કરવામાં આવી હતી.
આ અરજી સંદર્ભે અનિલ મારુ દ્રારા લાંચની માગણી કરાઈ હતી. પતાવટમાં ત્રણ લાખ રૂપિયા નક્કી થયા હતા જેનો પ્રથમ હો ૧.૨૦ લાખ રૂપિયા બિલ્ડરે ચૂકવી આપ્યા હતા. બિલ્ડીંગમાં ફાયરને લગતા તમામ સાધનો અને નિયમ મુજબ જ સેટી ફિટીંગ હતું છતાં લાંચ મગાઈ હોવાથી બિલ્ડર દ્રારા રાજકોટ એસીબીમાં ફરિયાદ કરવામાં આવી હતી. રાજકોટ એસીબીના ઈન્ચાર્જ ડીવાયએસપી કૃષ્ણકુમારસિંહ ગોહિલ દ્રારા જો રાજકોટની ટીમને ટ્રેપમાં જોડવામાં આવે તો કદાચિત લોકલ સ્ટાફ ઓળખી જાય તેથી જામનગર એસીબીના પીઆઈ આર.એન.વિરાણી અને સ્ટાફને ટ્રેપનું કામ સોંપ્યું હતું. ડીવાયએસપી ગોહિલના માર્ગદર્શન હેઠળ ગઈકાલે આ ભ્રષ્ટ્રાચારી અનિલ મારુને પકડવા માટે જાળ ગોઠવવામાં આવી હતી.
કોઈ ડર જ ન હોય તે રીતે બિન્દાસ્ત બનીને અનિલ મારુએ લાંચની રકમ પોતાની ફાયર બ્રિગેડની ઓફિસમાં જ આપી જવા બિલ્ડરને કહ્યું હતું.   જેથી બપોર બાદ બિલ્ડર ૧.૮૦ લાખની રકમ લઈને પહોંચ્યો હતો. એસીબીની કાર્યપદ્ધતિથી જાણકાર અનિલે રકમ હાથો હાથ સ્વીકારવાના બદલે ટેબલ પર મૂકાવી દીધી હતી. રકમ મૂકતાની સાથે જ બિલ્ડર અને એસીબી ટીમ વચ્ચે થયેલા શાંકેતીક ઈશારાના આધારે તુર્ત જ પીઆઈ વિરાણી સહિતનો સ્ટાફ સરકારી પંચો સાથે ઓફિસમાં પહોંચી ગયો હતો અને ૧.૮૦ લાખની લાંચની રકમ સાથે અનિલ મારુને પકડી પાડો હતો. એસીબીની ટ્રેપ થતાં જ કોર્પેારેશનની કચેરીમાં ભારે હલચલ મચી ગઈ હતી. હવે આરોપીના રિમાન્ડ માગવા માટે આજે એસીબીની ટીમ આરોપીને અદાલતમાં રજૂ કરશે.
ટ્રેપની સાથે જ રાજકોટમાં અનિલ મારુના ૧૫૦ ફત્પટ રીંગરોડ પર આવેલા કલાઉડ–૯ નામના રહેણાંક મકાન પર સર્ચ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અનિલ ભુજના કુકમા ગામનો વતની હોવાથી ત્યાં પણ ભુજ એસીબીની મદદ લઈને સર્ચની કાર્યવાહી કરાઈ હોવાનું જાણવા મળે છે. એસીબી દ્રારા અનિલના સર્વિસ રેકોર્ડ રાજકોટમાં ચાર્જ સંભાળ્યા બાદ કેટલા ફાયર એનઓસી ઈશ્યુ કર્યા સહિતની વિગતો મહાપાલિકા તત્રં પાસેથી માગવામાં આવશે.

ટ્રેપ થતાં જ મહાપાલિકાની વહિવટી પાંખ અને શાસકોમાં સોપો
બદનામ બનેલી અને ભ્રષ્ટ્રાચારનો પર્યાય હોવાના ખુલ્લ ા આક્ષેપો સાથેની રાજકોટ મહાપાલિકાના પૂર્વ ટીપીઓ સાગઠિયાના કરોડોના કાંડ અને આવી જ રીતે ફાયર બ્રિગેડના જ અધિકારી સામે એસીબીમાં અપ્રમાણસરની મિલકતનો ગુનો અને અડધો ડઝનથી વધુ મહાપાલિકાના અધિકારીઓ જેલમાં હોવાથી મહાપાલિકામાં હડકપં જેવી સ્થિતી હતી જ નવા કમિશનર મહાપાલિકાની ભ્રષ્ટ્રાચારની આ ગંગાને સુધારવા માટે મથી રહ્યા હતા શાસકો માટે પણ અિકાંડ અને મહાપાલિકાનો ભ્રષ્ટ્રાચાર કપરોકાળ બન્યો હતો તેઓ પણ આ કડમાંથી બહાર નિકળવા માટે પ્રયાસો કરી રહ્યા છે એ દરમિયાન જ ફરી મહાપાલિકાનો ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર ગઈકાલે મહાપાલિકાની કચેરીમાં જ કે યાં શાસકો અને મ્યુનિ. કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ–પદાધિકારીઓની ચેમ્બરો છે આમ છતા કોઈ હિચ–હિચાટ કે ડર ન હોય તે રીતે પોતાની ઓફિસમાં જ અનિલ મારુએ લાંચ લીધી હતી અને ટ્રેપ થયાનો વિસ્ફોટ થતાં જ મહાપાલિકા વગર ભુકંપે વધુ એક વખત હચમચી ઉઠી છે. વહિવટી પાંખ અને શાસકોમાં સોપો પડી ગયો છે. સામાન્ય જનમાં કંઈક એવા સવાલો ઉઠી રહ્યા છે કે શું ઉચ્ચ અધિકારીઓ કે પદાધિકારીઓની કોઈ ધાક કે પકડ નહીં હોય? કે પછી બધુ આખં આડા કાન જેવું થતું હશે?

અનિલના સરપચં ભાભી અને ભાઈ પણ લાંચમાં સપડાઈ ચૂકયા છે
ભુજના કુકમા ગામનો વતની અનિલ ભુજ કોર્પેારેશનમાં ૨૦૧૦થી ફરજ બજાવે છે. ૨૦૧૫માં ડીવિઝનલ ફાયર ઓફિસર તરીકે કાયમી થયો હતો. તાજેતરમાં રાજકોટમાં થયેલા અિકાંડમાં મહાપાલિકામાં ફાયર ચિફ ઓફિસર ઈલેશ  ખેર અને ડે.ઓફિસર ભીખા ઠેબા બન્ને જેલમાં પૂરાયેલા હોવાથી અહીં ખાલી પડેલી જગ્યામાં ચાર્જ અનિલને દોઢ માસ પહેલા સોંપવામાં આવ્યો હતો. અનિલના ભાભી કુકમા ગામે સરપચં હતા તે સમયે તેમણે ૨૦૨૧માં એક સટિર્ફિકેટ બાબતે લાંચની માગણી કરી હતી. ભુજ એસીબીના જે–તે સમયના ડીવાયએસપી કૃષ્ણકુમારસિંહ ગોહિલે જ ટ્રેપ ગોઠવી હતી અને ભુજના હમીતસર તળાવ પાસેથી કંકુબેનના પતિ અમૃત બેચરભાઈ સહિત ત્રણ શખ્સોને ૧ લાખની લાંચ લેતા પકડી પાડા હતા.


એસીબીની ટીમ ૧૦ દિવસથી વોચમાં હતી
રાજકોટ એસીબીના ઈન્ચાર્જ ડીવાયએસપી ગોહિલની રાહબરી હેઠળ રાજકોટ મહાપાલિકાના ઈન્ચાર્જ ચિફ ફાયર ઓફિસરને ૧.૮૦ લાખની લાંચની ટ્રેપ સફળ બની છે આ ટ્રેપને સફળ બનાવવા માટે ગોહિલ અને ટીમ દ્રારા છેલ્લ ા ૧૦ દિવસથી જાળ બિછાવવામાં આવી હતી અને બિલ્ડરને પણ પૂરી રીતે વાકેફ કરવામાં આવ્યા હતા. અનિલ મારુ એસીબીની કાર્યપદ્ધતીથી વાકેફ હોવાથી એસીબીની ટીમ વધુ સતર્ક હતી અને અંતે ગઇકાલે અનિલને આબાદ રીતે પકડી લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application