રાણાવાવ રહેતા સાસરિયાઓએ લાલપુર પંથકની પરિણિતાને આપ્યો અસહ્ય ત્રાસ

  • September 09, 2024 02:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરના રાણાવાવ ગામે રહેતા સાસરિયાઓએ લાલપુર પંથકની પરિણીતાને ત્રાસ આપતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. 
લાલપુર નજીકના રંગપર ગામે રહેતી પ્રિયા કારૂભાઈ બગડા નામની ૩૦ વર્ષની પરિણીતા એ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના લગ્ન દસ વર્ષ પહેલા રાણાવાવ ના કલ્પેશ દેવશી બથવાર સાથે થયા હતા અને સાંસારિક જીવન દરમિયાન બે દીકરાઓનો જન્મ થયો હતો.
લગ્નના બે મહિના પછીથી જ તેનો પતિ કલ્પેશ અવારનવાર બહાર જતો હતો અને બે ત્રણ દિવસે આવતો હતો આથી આ બાબતે પ્રિયા તેને પૂછતી હતી તો ગાળો દઈને ક્યારેક માર મારતો હતો અને તું તારા બાપના ઘરે જતી રહેજે મારે જોતી નથી તેમ કહેતો હતો અને ઘરેથી કાઢી મુકતા પ્રિયા તેના પીયરીયે આવી ગઈ હતી ત્યારબાદ સમાજના આગેવાનોએ સમજાવતા ફરી સાસરે ગઈ હતી. ત્યારબાદ અવારનવાર સાસુ સોનીબેન ઉર્ફે ડાયબેન તથા સસરા દેવશીભાઈ બંને કહેતા હતા કે તું કંઈ લાવેલ નથી. એટલું જ નહીં પરંતુ પ્રિયાના પતિ કલ્પેશને પણ ચડામણી કરતા હતા જેથી પતિ અવારનવાર ઝઘડો કરતા હતા અને તું જોઈતી નથી તારા ઘરે જવા દે એમ કહીને હેરાન કરતા હતા.
ત્યારબાદ પ્રિયા ને શંકા જતી હતી કે પતિ ફોનમાં કોઈ સાથે વાત કરતો હતો અને તે અંગે પતિને પૂછતા તે ગાળો આપવા લાગ્યો હતો અને કહ્યું હતું કે હું ગમે તેમ કરું તારે કંઈ કહેવાનું નહીં અને પ્રિયા વધારે બોલે તો તેનો પતિ કલ્પેશ તેને માર મારતો હતો.
એક દિવસ તેનો પતિ બીજી સ્ત્રી સાથે સંબંધ છે તેથી તેણે એવું કહ્યું હતું કે હું તેને લેવા જવું છું તેમ કહી તે સામાન ભરી તારીખ ૬- ૬- ૨૦૨૪ ના રોજ જતો હતો આથી પત્ની પ્રિયાએ તેને રોકવા જતા બજારમાં મારવા દોડ્યો હતો જેથી પ્રિયા ઘરે જતી રહી હતી અને પતિ બીજી સ્ત્રીને લેવા જતો હોવાથી સાસુ અને સસરાને વાત કરતા તેઓએ એવું કહ્યું હતું કે તારે કાંઈ કામ કરવું નથી આખો દિવસ પડ્યા રહેવું છે તારા કારણે જ કલ્પેશ જતો રહેલ છે તેમ કહી મહેણા ટોણા મારતા હતા એ દરમિયાન બંને જેઠ કિરીટ અને અશોક આવી પહોંચ્યા હતા અને એવું કહ્યું હતું કે તું કોઈ કામ સરખું કરતી નથી કે તારા ઘરવાળાને રાખી શકતી નથી તારું અહીં કાંઈ કામ નથી તું હવે તારા માવતરે જતી રહે,કલ્પેશ બીજી ઘરવાળી લઈને આવવાનો છે તેમ કહી માનસિક રીતે હેરાન કરતા હતા આ બધાથી કંટાળીને પ્રિયા તેના પિતા કારૂભાઈ ને ફોન કરતા પરિવારના સભ્યો રાણાવાવથી તેડી ગયા હતા અને ત્યારબાદ હવે પ્રિયાએ તેના પતિ સાસુ સસરા અને બંને જેઠ સામે શારીરિક માનસિક ત્રાસનો ગુનો નોંધાવતા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News