\
ગુજરાતનું વહીવટી તત્રં બજેટ સત્રના કારણે છેલ્લા એક મહિનાથી સ્થગિત થઇ ગયું હતું, કારણ કે અધિકારીઓને વિધાનસભામાં હાજરી આપવી પડતી હોવાથી ફાઇલો જોવાનો, સમજવાનો અને સહી કરવાનો સમય મળતો ન હતો. હવે માર્ચના મધ્યમાં લોકસભાની ચૂંટણી જાહેર થવાની હોવાથી બે મહિના સુધી પાછી સ્થગિતતા આવવાનો ભય હોવાથી અત્યારે મંત્રીઓ અને અધિકારીઓ પેન્ડીંગ ફાઇલના નિકાલમાં વ્યસ્ત બન્યાં છે. ચૂંટણી પહેલાં ઘણી બઘી ફાઇલો એવી છે કે જેનો નિકાલ કરવો જરી થઇ પડો છે તેથી વિભાગના અધિકારીઓ વિભાગના મંત્રીઓની સલાહ–સૂચન લઇને પણ તેનો ઝડપથી નિકાલ કરી રહ્યાં છે. પાછલા સાહની જેમ આ સાહમાં પણ છેલ્લી ઘડીના કામ પતાવવા માટે મંત્રીઓ સાથે અધિકારીઓ ફાઇલ નિકાલ માટે મિટીંગ પર મિટીંગ કરી રહ્યાં છે. દૂર અંતરથી આવેલા કોઇ અરજદાર કે મુલાકાતીને મળવાનું પણ તેઓ સતત ટાળી રહ્યાં છે.
લોકસભાની ચૂંટણી આ સાહમાં જાહેર થવાની સંભાવના છે તેથી આપેલા વચનો અને નવી યોજનાના કામોની ફાઇલો કિલયર થઇ રહી છે. કેટલાક ઉધોગપતિઓના કામો પણ પેન્ડીંગ રહ્યાં છે તે પૂર્ણ કરવાના થાય છે. મહત્વનું છે કે ભારતના ચૂંટણી પંચે આપેલી ડેડલાઇન પ્રમાણે ત્રણ વર્ષ કે વધુ સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવી રહેલા અધિકારીઓને બદલવાની પ્રક્રિયા પણ શ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદર્દીના પરિવારને એન્જિયોગ્રાફી-એન્જિયોપ્લાસ્ટીની CD આપવી ફરજિયાત, જાણો PMJAY યોજનાની નવી SOP
December 23, 2024 01:14 PMમહાપ્રુભજીની બેઠકમાં ભવ્ય અન્નકુટ દર્શન યોજાયા
December 23, 2024 01:13 PMહિન્દુ સેનાએ નાતાલમાં બાળકોને માનસિક ધર્માંતરણથી બચાવવા કરી હાકલ
December 23, 2024 01:08 PMમેઘપર હાઇવે પર યુવાન પર હિંચકારો હુમલો
December 23, 2024 01:07 PMધ્રોલના હરીપર ગામે સોલારના કોપર વાયરની ચોરી, શું બોલ્યા ડીવાયએસપી...?
December 23, 2024 12:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech