સાસુને ભાઇના ઘરે સમાધાનના બહાને મૂકી આવ્યા બાદ પતિએ પત્નીને છરીના ઘા ઝીંકયા

  • May 09, 2024 03:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉદયનગરમાં પત્નીને છરીના ઘા ઝીંકી પતિએ જાતે ગળા પર છરી મારી આપઘાતનો પ્રયાસ કર્યેા હતો.જે અંગે પરિણીતાના માતાની ફરિયાદ પરથી પોલીસે પત્નીને છરી ઝીંકનાર પતિ સામે પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે.બનાવ અંગે ઉદયનગર–૧ શેરી નં.૯ માં રહેતાં રસીલાબેન હરેશભાઇ ચૌહાણ (ઉ.વ.૫૨) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે પોતાના જમાઇ મહેન્દ્રસિંહ તોગુભા જાડેજાનું નામ આપ્યું છે.

ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની મોટી પુત્રી પ્રીતીના મહેન્દ્રસિંહ જાડેજા સાથે લ થયેલ હોય અને જમાઇએ પોતાના નામે તેમજ દીકરી પ્રીતીના નામે અને તેણીના નામે લોન લઇ દેણું કરી નાખેલ હતું. જેના કારણે મહેન્દ્રસિંહ અને પ્રીતી વચ્ચે ઘર કંકાસ થતાં પ્રીતી થોડા સમયથી તેણીના ઘરે રહેવા આવેલ છે.ગઇ તા.૦૭૦૫૨૦૨૪ ના બપોરના ચારેક વાગ્યાની આસપાસ તેઓ બંને દીકરી પ્રીતી અને કવીતા સાથે ઘરે હતા ત્યારે જમાઇ મહેન્દ્રસિંહ બાઇકમાં ઘરે ઘસી આવેલ અને કહેલ કે, મારા મોટા ભાઇ કિરીટસિંહ જાડેજાના ઘરે મારી બહેન ગીતાબા અમારા પતિ–પત્ની વચ્ચે સમાધાન કરવાની વાતચીત કરવા આવ્યા છે.
જેથી તેઓ જમાઇ મહેન્દ્રસિંહના બાઈક પાછળ બેસી તેમના ભાઈ કિરીટસિંહ જાડેજાના ઘરે શ્રીનાથજી સોસાયટીમાં ગયેલ બાદમાં મહેન્દ્રસિંહ તેમને મુકી બાઈક લઈ જતો રહેલ હતો. બાદમાં પાંચેક વાગ્યાની આસપાસ સમાધાન બાબતે વાતચીત પુર્ણ થતા મારા મહેન્દ્રસિંહ તેમને તેડવા ન આવતા પોતે ઘરે જઈ જોયુ તો ઘર પાસે માણસો ભેગા થયેલ હતાં અને ૧૦૮ એમ્બ્યુલન્સ પડેલ હતી. તેમનો જમાઇ મહેન્દ્રસિંહ લોહી–લુહાણ થઇ ગયેલ હતો. તેમને ૧૦૮ માં સારવારમાં લઇ જતા હતા અને જાણવા મળેલ કે, તેણીની પુત્રી પ્રીતી અને કવીતા ઘરે હતી ત્યારે આવેલા જમાઇ મહેન્દ્રસિંહે કવિતાને ઘર બહાર મોકલી દિધા બાદ દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. બાદમાં મહેન્દ્રસિંહે પોતાની પાસે રહેલ છરી વડે પ્રીતી ઉપર હત્પમલો કરી બાદ છરી વડે પોતાની જાતે પોતાના ગળાના ભાગે અને હાથે છરકા મારેલ હતાં.બનાવ અંગે માલવીયાનગર પોલીસે આરોપી પતિ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી પીઆઈ જે.આર.દેસાઈની રાહબરીમાં સ્ટાફે તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application