યુપીના રામપુરમાં એક પત્નીએ તેના પતિ પર માત્ર એટલા માટે હુમલો કર્યો કારણકે તેણે તેનો ફોન રિસીવ કર્યો ન હતો. પતિનું કહેવું છે કે તે વાળ કપાવવા માટે વાળંદની દુકાને ગયો હતો, તેથી તે ફોનનો જવાબ આપી શક્યો નહીં. જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે તેની પત્નીએ ઝઘડા બાદ તેના માથા પર ઈંટ વડે હુમલો કર્યો હતો. આમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ અંગે પતિએ પોલીસમાં ફરિયાદ કરી છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે.
આ સમગ્ર ઘટના રામપુરના કોતવાલી શાહબાદમાં બની હતી. જ્યાં પત્નીએ તેના પતિનો ફોન ન ઉપાડવાની વાતને એટલી હદે ગંભરતાથી લીધી હતી કે તે ઘરે પહોંચતા જ તેના પર ઈંટ વડે હુમલો કરી દીધો હતો. ઈંટના ફટકાથી પતિને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. પતિ-પત્ની વચ્ચેનો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.
શાહબાદના કારેઠી ગામનો રહેવાસી મનોજ વાળ કપાવવા વાળંદની દુકાને ગયો હતો. દરમિયાન મનોજની પત્ની બબીતાનો ફોન આવતાં મનોજે તેના વાળ કપાવતા સમયે તેનો ફોન ઉપાડવાનું યોગ્ય ન માન્યું. જોકે વાળ કપાયા બાદ તેણે કોલ રિસીવ કર્યો હતો. પરંતુ પત્નીને શંકા ગઈ તે અને પતિ સાથે ઝઘડો કરવા લાગી. અંતે જ્યારે પતિ ઘરે પહોંચ્યો ત્યારે તેની પત્ની બબીતાએ તેના પર હુમલો કર્યો હતો.
આરોપ છે કે બબીતાએ પહેલા મનોજ સાથે ઝપાઝપી કરી અને પછી ગુસ્સામાં તેના માથા પર ઈંટ મારી. જેના કારણે મનોજ લોહીલુહાણ થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત મનોજે કોતવાલી શાહબાદમાં બબીતા વિરુદ્ધ ફરિયાદ કરી છે. પોલીસે જણાવ્યું છે કે તેઓ તપાસ કરીને કાર્યવાહી કરશે.
પતિ મનોજના કહેવા પ્રમાણે, હું વાળ કપાવવા ગયો હતો. ત્યાં થોડું મોડું થયું. પત્ની બબીતાએ મને ફોન કર્યો હતો પરંતુ નેટવર્કના કારણે કોલ આવતો નહોતો. એક-બે વાર હું કોલ રીસીવ પણ ન કરી શક્યો. જ્યારે મેં ફોન ઉપાડ્યો ત્યારે હું વાત કરતા-કરતા ઘરે આવી ગયો. જ્યાં મારી પત્ની આક્ષેપો કરવા લાગી. તેણીએ પૂછવાનું શરૂ કર્યું કે તેઓ ક્યાં વ્યસ્ત હતા, તેઓ કોની સાથે વાત કરી રહ્યા હતા. મેં કહ્યું કે હું કોઈની સાથે વાત નથી કરતો, મારા ફોનમાં નેટવર્ક નહોતું તેથી મને થોડું મોડું થયું. પરંતુ તેણીએ ગુસ્સામાં બોલવાનું શરૂ કર્યું અને મારા માથા પર ઇંટ વડે હુમલો કર્યો. મેં આ અંગે કોતવાલી શાહબાદમાં ફરિયાદ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદરેડ ફેસ-૨માં પિત્તળ અને રોકડ મળી ૩.૫૫ લાખના મુદામાલની ચોરી
January 23, 2025 06:16 PMજામનગરના બર્ધનચોકમા તંત્રની ફરી કાર્યવાહી, ટ્રાફિકને અડચણરૂપ દબાણોને દુર કરાયા
January 23, 2025 06:09 PMધ્રોલ પંથકમા થયેલી વીજતારની ચોરીમાં બે ઝડપાયા
January 23, 2025 05:57 PMટ્રમ્પના બર્થરાઇટ સિટીઝનશિપમાં ફેરફાર કરવાના નિર્ણયથી ભારતીય મહિલાઓ સમય પહેલા બાળકોને જન્મ દેવા આતુર
January 23, 2025 05:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech