મોરબી રોડ પર સેટેલાઈટ ચોક પાસેની રાજ રેસિડેન્સીમાં પાડોશી પરિવાર બાખડતા સામે વાળા વિરૂધ્ધ ફરિયાદ કરવા પત્ની સાથે બી–ડિવિઝન પોલીસ મથકે પીધેલી હાલતમાં પહોંચેલા હોમગાર્ડ ધવલ છગનભાઈ સાવલિયા ઉ.વ.૨૯ વિરૂધ્ધ પોલીસે પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
બી–ડિવિઝનપોલીસ મથકના ઈન્વેસ્ટિગેશન રૂમમાં ધવલ સાવલિયા નશાખોર હાલતમાં હોહા કરતા પોલીસ કોન્સ્ટેબલ ધનાભાઈ જીવાભાઈ ભુંડિયાએ સરકાર તરફે ફરિયાદી બની ધવલ સામે ગુનો નોંધાવી ધરપકડ કરી હતી. સમગ્ર બનાવની વિગતો મુજબ ધવલ સાવલિયાને પાડોશી હાદિર્ક અરવિંદભાઈ રામાણી ઉ.વ.૨૬ સાથે ઝઘડો થયો હતો જેથી ધવલે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યેા હતો અને મદદ માગી હતી.
પોલીસ કંટ્રોલ રૂમના કોલના આધારે ગતરાત્રે પીસીઆર લઈને ધનાભાઈ ભુંડિયા તથા હોમગાર્ડ ત્યાં પહોંચ્યા હતા. જયાં હાદિર્ક રામાણી ધવલ તથા ધવલના પત્ની મિતલબેન સાથે ઝઘડો કરતો હતો. મિતલબેનને પોલીસ ફરિયાદ નોંધાવી હોવાથી હાદિર્કને પોલીસ વેનમાં બેસાડીને બી–ડિવિઝન પોલીસ મથકે લવાયો હતો. જયાં મિતલબેન તેના પતિ ધવલ સાથે ફરિયાદ માટે પહોંચ્યા હતા.
પોલીસ મથકના ઈન્વે.રૂમમાં ધવલ પીધેલી હાલતમાં પત્ની સાથે પહોંચ્યો હતો. જયાં ધવલ દ્રારા હોહા કરાતા અને ધવલ નશાખોર સ્થિતિમાં હોવાથી અને શરીરનું પુરૂ સંતુલન પણ જાળવી શકતો ન હતો. દેકારો વધતા પોલીસે કાયદાકીય કાર્યવાહી પ્રમાણે ધવલ સામે ગુનો નોંધ્યો હતો. જયારે સામા પક્ષે ઝઘડો કરનાર હાદિર્ક રામાણી સામે પણ કાયદેસરના પગલાં લેવા તજવીજ હાથ ધરી હતી.
પીધેલાના અન્ય બનાવમાં અંકુરનગર મેઈન રોડ પરથી નિતીન મનુભાઈ ગોસ્વામી રહે.વિનાયકનગર પીધેલી હાલતમાં સર્પાકારે રિક્ષા ચલાવી નીકળતા માલવિયાનગર પોલીસે ધરપકડ કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech