સમગ્ર દેશમાં સૌથી ઉંચું તાપમાન રાજકોટ અને ડીસામાં ૩૮.૪ ડિગ્રી
ચાલુ વર્ષે શિયાળાની સિઝનનો પ્રારભં વિલંબમાં પડી ગયો છે. દિવાળીના તહેવારો દરમિયાન ફલ ગુલાબી ઠંડીના સ્થાને અગં દગાડતી ગરમીએ સ્થાન લીધું હતું અને હજુ આ વાતાવરણમાં ખાસ કોઈ ફેરફાર થયો નથી. આગામી એકાદ સાહ સુધી હજુ વાતાવરણમાં ખાસ કોઈ ફેરફારની શકયતા નથી તેવી આગાહી હવામાન ખાતા દ્રારા કરવામાં આવે છે. છેલ્લા પાંચેક દિવસથી સમગ્ર દેશમાં સૌથી ઐંચું તાપમાન રાજસ્થાનના પોખરણ ચૂ કે ગુજરાતમાં નલિયા– ડીસાના બદલે રાજકોટમાં રહ્યું છે. મંગળવારે પણ સમગ્ર દેશમાં સૌથી ઐંચું તાપમાન રાજકોટ અને ડીસામાં ૩૮.૪ ડિગ્રી નોંધાયું છે.
શિયાળાના દિવસોમાં જેમ બનતું હોય છે તેમ સંધ્યા વહેલી ઢળી જાય છે. સાંજે ૫:૩૦ વાગ્યા આસપાસથી અંધાં છવાઈ જાય છે અને મોડી સાંજથી વહેલી સવાર સુધી વાતાવરણ સૂકું બની જાય છે. પરંતુ સવારે સૂર્યનારાયણના દર્શન થતા ની સાથે જ ગરમીનું જોર વધી જાય છે અને ઉનાળાનો અહેસાસ કરાવતી ગરમીનો અનુભવ લોકો કરે છે. સામાન્ય રીતે દિવાળીના તહેવારો આપવા ફુલ ગુલાબી ઠંડી શ થઈ જતી હોય છે પરંતુ આ વખતે લાભ પાંચમ પછી પણ ગરમી ચાલુ રહી છે.
રાજકોટ અને ડીસા જેવી જ હાલત રાયના અન્ય શહેરોમાં જોવા મળે છે. ભુજમાં ૩૭.૩ ગાંધીનગરમાં ૩૭.૨ કંડલામાં ૩૭ નલિયામાં ૩૭.૮ વેરાવળમાં ૩૬.૬ પોરબંદરમાં ૩૬.૫ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. રાજકોટ અને ડીસામાં મહત્તમ તાપમાન નો પારો અત્યારે જેટલો હોવો જોઈએ તેના કરતાં ત્રણ ડિગ્રી જેટલો વધુ છે.બંગાળની ખાડી, અરબી સમુદ્ર અને ગલ્ફ ઓફ મનોરમાં સાયકલોનિક સકર્યુલેશન છવાયું છે. પરંતુ આ સિસ્ટમના કારણે ગરમી ઘટે અને શિયાળાનું આગમન થાય તેવી કોઈ શકયતા નથી. સમગ્ર દેશમાં એકમાત્ર દક્ષિણના રાયોમાં વરસાદ પડી રહ્યો છે અને આજથી તેનું જોર વધશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે. તમિલનાડુ કેરલા અને આંધ્ર પ્રદેશમાં આગામી તારીખ ૧૦ સુધી ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ માટે અરબી સમુદ્ર તથા બંગાળની ખાડીમાં સર્જાયેલ સાયકલોનિક સરકયુલેશન, અને મનોરના અખાતમાં સર્જાયેલી સિસ્ટમ કારણભૂત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech