દેશભરમાં સૌથી વધુ ગરમી રાજકોટમાં: ૪૦.૩ ડિગ્રી

  • March 21, 2024 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બુધવારે રાજકોટમાં મહત્તમ તાપમાન ૪૦.૩ ડીગ્રી નોંધાયું હતું જે સમગ્ર દેશમાં સૌથી ઐંચું તાપમાન હોવાનું ઇન્ડિયન મેટોલોજીકલ ડિપાર્ટમેન્ટે તેમના સત્તાવાર બુલેટિનમાં જાહેર કયુ છે. આઈએમડીના જણાવ્યા મુજબ હજુ બે દિવસ સુધી મહત્તમ તાપમાનનો પારો બે થી ત્રણ ડિગ્રી જેટલો વધશે અને ગરમીનું પ્રમાણ વધશે.

સૌરાષ્ટ્ર્ર કચ્છ ઉપરાંત રાજસ્થાનના દક્ષિણ હિસ્સામાં પણ તારીખ ૨૩ થી ૨૫ દરમ્યાન હિટવેવની આગાહી હવામાન ખાતાએ આપી છે. સૌરાષ્ટ્ર્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો ઉપરાંત ગોવા દમણ સહિતના દરિયા કાંઠે ભેજવાળું અને ગરમ હવાનું વાતાવરણ લોકોને અકળાવી મૂકશે તેવું એલર્ટ પણ હવામાન ખાતાએ જાહેર કયુ છે.

બુધવારે રાજકોટની લગોલગ અમરેલીમાં ૩૯ સુરેન્દ્રનગરમાં ૩૯.૭ કેશોદમાં ૩૯.૧ ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. પોરબંદર વેરાવળ મહત્પવા ભુજ નલિયા અને કંડલા એરપોર્ટ અમદાવાદ ડીસા વડોદરા સુરતમાં પણ ૩૮ ડિગ્રી કે તેનાથી વધુ તાપમાન નોંધાયું છે.હવામાન ખાતાના જણાવ્યા મુજબ મહારાષ્ટ્ર્રમાં પણ આગામી ચાર–પાંચ દિવસ દરમિયાન ત્રણથી ચાર ડિગ્રી જેટલી ગરમી વધશે.પૂર્વના રાજયોમાં અત્યારે મહત્તમ તાપમાનમાં ખાસ ફેરફાર દેખાતો નથી પરંતુ ત્રણ દિવસ પછી ત્યાં પણ ગરમી વધશે.

રાજયમાં ૨૪ કલાકમાં નોંધાયેલ તાપમાન
અમદાવાદ  ૩૮.૩ ડિગ્રી
ગાંધીનગર  ૩૭.૦ ડિગ્રી
ડીસા  ૩૮.૭ ડિગ્રી
વડોદરા  ૩૮.૨ ડિગ્રી
અમરેલી  ૩૯.૦ ડિગ્રી
ભાવનગર  ૩૬.૯ ડિગ્રી
રાજકોટ  ૪૦.૩ ડિગ્રી
સુરેન્દ્રનગર  ૩૯.૭ ડિગ્રી
પોરબંદર  ૩૮.૪ ડિગ્રી
વેરાવળ  ૩૮.૩ ડિગ્રી
મહત્પવા  ૩૮.૮ ડિગ્રી
ભુજ  ૩૮.૭ ડિગ્રી
નલિયા  ૩૮.૬ ડિગ્રી
કંડલા  ૩૮.૬ ડિગ્રી
કેશોદ  ૩૯.૧ ડિગ્રી
સુરત  ૩૮.૨ ડિગ્રી




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application